ભૂસ્તરશાસ્ત્ર

શિસ્ટ (Schist)

શિસ્ટ (Schist) : એક પ્રકારનો વિકૃત ખડક. આ પ્રકારના ખડકો પ્રાદેશિક વિકૃતિની પેદાશ ગણાય છે, જેને પરિણામે ભૂપૃષ્ઠમાં જુદા જુદા પ્રકારના શિસ્ટ જોવા મળે છે. મુખ્યત્વે મૃણ્મય ખડકો પર પ્રાદેશિક વિકૃતિ થવાથી, વિકૃતિની કક્ષા પ્રમાણે, શિસ્ટ ખડકો અસ્તિત્વમાં આવે છે. જે ખડકોમાં વિરૂપતાની અમુક ચોક્કસ અસર હેઠળ શિસ્ટોઝ સંરચના ઉદ્ભવે…

વધુ વાંચો >

શીલાઇટ (Scheelite)

શીલાઇટ (Scheelite) : ટંગસ્ટન-પ્રાપ્તિ માટેનું એક ખનિજ. રાસા. બં. : CaWO4. સ્ફટિક વર્ગ : ટેટ્રાગૉનલ. સ્ફ. સ્વ. : સ્ફટિકો ઑક્ટાહેડ્રલ અથવા મેજઆકાર; ક્યારેક ત્રાંસાં રેખાંકનોવાળા તેમજ ખરબચડા; દળદાર, દાણાદાર; સ્તંભાકાર. યુગ્મતા સામાન્યત: (110) ફલક પર મળે, મોટેભાગે આંતરગૂંથણી કે સંપર્ક-યુગ્મો મળે. પારદર્શકથી પારભાસક. સંભેદ : (101) ફલક પર સ્પષ્ટ, (001)…

વધુ વાંચો >

શુભ્રરંગી ખડકો,  ખનિજો (leucocratic rocks, – minerals)

શુભ્રરંગી ખડકો,  ખનિજો (leucocratic rocks, – minerals) : મુખ્યત્વે આછા રંગવાળાં ખનિજોથી બનેલા અગ્નિકૃત ખડકો માટે ઉપયોગમાં લેવાતો શબ્દપ્રયોગ. આવા ખડકોમાં ઘેરા રંગના ખનિજોનું પ્રમાણ 0 % થી 30 % જેટલું હોય છે. બાકીની ટકાવારી આછા રંગનાં ખનિજોની હોય છે. આછા રંગનાં ખનિજો પૈકી ક્વાર્ટ્ઝ, ફેલ્સ્પાર, ફેલ્સ્પેથૉઇડ, રંગવિહીન કે આછા…

વધુ વાંચો >

શુષ્કનદીપાત્ર (windgap)

શુષ્કનદીપાત્ર (windgap) : નદી દ્વારા ત્યજી દેવાયેલો, શુષ્ક બની રહેલો પ્રવાહપટ. અગાઉના વખતમાં વહેતી નદી(કે ઝરણાં)ને કારણે પહાડી પ્રદેશ, ઉચ્ચ પ્રદેશ કે ડુંગરધારોના ઊંચાણવાળા ભૂમિસ્વરૂપમાં કોરાઈને તૈયાર થયેલો, છીછરું ઊંડાણ ધરાવતો, નીચાણવાળો વિભાગ; જે હવે અવરજવર માટે માર્ગ તરીકે ઉપયોગમાં લેવાતો હોય, તેને શુષ્કનદીપાત્ર તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારનાં…

વધુ વાંચો >

શેલ (shale)

શેલ (shale) : કણજન્ય જળકૃત ખડકોનો એક પ્રકાર. કાંપકાદવ (silt) અને મૃદ-કણોથી બનેલો સૂક્ષ્મદાણાદાર, પડવાળો અથવા વિભાજકતા ધરાવતો જળકૃત ખડક. સરેરાશ શેલ ખડક તેને કહી શકાય, જે 1/3 ક્વાર્ટ્ઝ, 1/3 મૃદખનિજો અને 1/3 કાર્બોનેટ, લોહઑક્સાઇડ, ફેલ્સ્પાર્સ તેમજ સેન્દ્રિય દ્રવ્ય જેવાં અન્ય ખનિજોથી બનેલો હોય. આ ખડકો સૂક્ષ્મદાણાદાર દ્રવ્યથી બનેલા હોવાને…

વધુ વાંચો >

શોંકિનાઇટ (shonkinite)

શોંકિનાઇટ (shonkinite) : ઘેરા રંગનો અંત:કૃત પ્રકારનો આગ્નેય સાયનાઇટ ખડક. તેના મુખ્ય ઘટકોમાં ઑગાઇટ (પાયરૉક્સિન) અને ઑર્થોક્લેઝ (ફેલ્સ્પાર) તથા અન્ય ખનિજોમાં ઑલિવિન, બાયૉટાઇટ અને નેફેલિન હોય છે. તેમાં ક્વાર્ટ્ઝ હોતો નથી, પરંતુ ક્યારેક પ્લેજિયોક્લેઝનું અલ્પ પ્રમાણ જોવા મળે છે. કુદરતમાં આ પ્રકારના ખડકો ઓછા પ્રમાણમાં મળે છે. યુ.એસ.ના મૉન્ટાના રાજ્યમાં…

વધુ વાંચો >

શ્યામરંગી ખડકો – ખનિજો (melanocratic rocks  minerals)

શ્યામરંગી ખડકો – ખનિજો (melanocratic rocks  minerals) : મુખ્યત્વે ઘેરા રંગવાળાં ખનિજોથી બનેલા અગ્નિકૃત ખડકો. આ પ્રકારના ખડકોમાં ઘેરા રંગનાં ખનિજોનું પ્રમાણ 60 %થી 90 % જેટલું હોય છે; બાકીની ટકાવારી શુભ્રરંગી ખનિજોની હોઈ શકે છે. ઘેરા રંગનાં ખનિજો પૈકી બાયૉટાઇટ, હૉર્નબ્લેન્ડ, પાયરૉક્સિન, ઑલિવિન વગેરે જેવાં ફેરોમૅગ્નેશિયન ખનિજોનું પ્રમાણ આ…

વધુ વાંચો >

સન્નિઘર્ષણ (attrition)

સન્નિઘર્ષણ (attrition) : એક પ્રકારની ઘસારાની ક્રિયા. માતૃખડકોમાંથી તૂટીને છૂટા પડેલા નિક્ષેપબોજની વહનક્રિયા દરમિયાન ખડકટુકડાઓ કે કણો અરસપરસ અથડાવાથી, ઊછળવાથી, ખોતરાવાથી, કચરાવાથી, દળાવાથી કે ઘસાવાથી વધુ ને વધુ તૂટતા જાય છે; પરિણામે તેમના કદમાં ઘટાડો થઈ નાના બનતા જાય છે. આ પ્રકારની ઘર્ષણક્રિયાને સન્નિઘર્ષણ કહે છે. નદી અને પવન આ…

વધુ વાંચો >

સબએસિડિક અગ્નિકૃત ખડકો

સબએસિડિક અગ્નિકૃત ખડકો : સિલિકા સંતૃપ્તિ મુજબ પાડેલા અગ્નિકૃત ખડકોના પ્રકારો. હૅચ, વેલ્સ અને વેલ્સ નામના ખડકવિદોએ રાસાયણિક તેમજ ખનિજીય મિશ્ર લક્ષણોને આધારે અગ્નિકૃત ખડકોનું જે વર્ગીકરણ કરેલું છે તેમાં અગ્નિકૃત ખડકોને તેમાં રહેલી સિલિકા-સંતૃપ્તિ પ્રમાણે એસિડિક, સબએસિડિક, બેઝિક અને પારબેઝિક  એ મુજબના ચાર વિભાગોમાં વર્ગીકૃત કરેલા છે; આ ઉપરાંત…

વધુ વાંચો >

સમદાણાદાર કણરચના

સમદાણાદાર કણરચના : જુઓ કણરચના.

વધુ વાંચો >