વિસંવાદી અંતર્ભેદકો (discordant intrusions)

February, 2005

વિસંવાદી અંતર્ભેદકો (discordant intrusions) : પ્રાદેશિક ખડકસ્તરો સાથેના સંપર્ક મુજબનો આગ્નેય અંતર્ભેદકોનો સામૂહિક પ્રકાર. મૅગ્માજન્ય અંતર્ભેદનો જ્યારે પ્રાદેશિક ખડકસ્તરોને ભેદીને ઊભાં, ત્રાંસાં કે અન્ય (પણ સમાંતર ન હોય એવાં) સ્વરૂપો રચે ત્યારે તેમને વિસંવાદી અંતર્ભેદકો કહે છે. આકાર, કદ અને વલણ મુજબ તેમને વિશિષ્ટ નામ અપાય છે. આ સામૂહિક પ્રકારમાં ડાઇક, વલય ડાઇક (રિંગ-ડાઇક), શંકુપટ (કૉન-શીટ્સ), જ્વાળામુખી દાટો (કંઠ), બૅથોલિથ, સ્ટૉક, બૉસ વગેરે પ્રકારોનો સમાવેશ કરવામાં આવેલો છે.

ગિરીશભાઈ પંડ્યા