ભૂસ્તરશાસ્ત્ર

રજ્જુલાવા

રજ્જુલાવા : જુઓ જ્વાળામુખી

વધુ વાંચો >

રવાદાર-વટાણાદાર ચૂનાખડક

રવાદાર-વટાણાદાર ચૂનાખડક (oolitic-pisolitic limestone) : રવા કે વટાણાના આકાર અને કદ જેવડા લગભગ ગોળાકાર કણો કે કાંકરાથી બંધાયેલો ચૂનાયુક્ત ખડક. રવાદાર ચૂનાખડકના બંધારણમાં રહેલા કણો નાનકડા, ઓછાવત્તા ગોળાકાર હોય છે. મોટા ભાગના ગોલકો 0.5થી 1 મિમી. વ્યાસના હોય છે. વટાણાદાર ગોલકો રવાદાર કણો જેવા જ, પણ 2 મિમી. વ્યાસથી મોટા…

વધુ વાંચો >

રાઠોડ, રામસિંહજી

રાઠોડ, રામસિંહજી (જ. 8 ડિસેમ્બર 1917, ભૂઅડ, જિ. કચ્છ; અ. 25 જૂન 1997, ભુજ) : કચ્છનાં ઇતિહાસ, ભૂગોળ, પુરાતત્વ, લોકસાહિત્ય, કલા અને ભૂસ્તરના ઊંડા અભ્યાસી અને ભારતીય વનસેવામાં વન-અધિકારી. તેમના પિતાનું નામ કાનજીભાઈ તથા માતાનું નામ તેજબાઈ હતું. તેઓ ક્ષત્રિય હતા. ભુજમાં મૅટ્રિક સુધીનો અભ્યાસ. 1933માં મૅટ્રિકની પરીક્ષા પ્રથમ વર્ગમાં…

વધુ વાંચો >

રાતા પ્રસ્તરો (red beds)

રાતા પ્રસ્તરો (red beds) : ફેરિક ઑક્સાઇડને કારણે લાલ રંગના બનેલા કણજન્ય જળકૃત ખડકો. ફેરિક ઑક્સાઇડ ખડકોના બંધારણમાં રહેલા કણોને ફરતા આવરણ રૂપે ચડતું હોય છે, આંતરકણછિદ્રોમાં તે ભરાઈ જતું હોય છે અથવા પંકિલ પરિવેદૃષ્ટિત દ્રવ્યમાં તે પ્રસરી જતું હોય છે. આ રીતે રંગપ્રસરણને કારણે ખડકસ્તરો રાતા રંગના બની રહે…

વધુ વાંચો >

રાપાકિવી કણરચના (Rapakivi texture)

રાપાકિવી કણરચના (Rapakivi texture) : કણરચનાનો એક પ્રકાર. આ પ્રકારની કણરચનાનું મૂળ ફિનલૅન્ડના ગ્રૅનાઇટની કણરચનામાં રહેલું છે. ત્યાંના લાક્ષણિક ગ્રૅનાઇટમાં આલ્બાઇટ કે ઑલિગોક્લેઝથી બનેલા સફેદ સોડિક પ્લેજિયૉક્લેઝના આચ્છાદન સહિતના થોડાક સેમી.ના વ્યાસવાળા, માંસ જેવા લાલાશ પડતા રંગવાળા, ગોળાકાર, ઑર્થોક્લેઝ કે માઇક્રોક્લિનથી બનેલા પોટાશ ફેલ્સ્પારના સ્ફટિકો જોવા મળે છે. આ ફેલ્સ્પારની…

વધુ વાંચો >

રામસે, ઍન્ડ્ર્યુ ક્રૉમ્બી

રામસે, ઍન્ડ્ર્યુ ક્રૉમ્બી (જ. 1814; અ. 1891) : બ્રિટનના એક આગળ પડતા ક્ષેત્રભૂસ્તરશાસ્ત્રી. તેમણે બ્રિટિશ ટાપુઓમાં પ્રવર્તેલા હિમીભવનના પુરાવાઓ એકત્રિત કરી પ્રસ્થાપિત કરેલા. તેઓ ખડક થાળાંમાં થયેલા હિમનદીજન્ય ઘસારાના સિદ્ધાંત માટે તેમજ નદીજન્ય ધોવાણના સિદ્ધાંતને આગળ ધરવા માટે તેમના જીવનકાળ દરમિયાન ખૂબ જાણીતા થયેલા. તેમણે ઇંગ્લૅન્ડ અને વેલ્સના ભૂસ્તરીય નકશા…

વધુ વાંચો >

રાષ્ટ્રીય ભૂભૌતિક અનુસંધાન સંસ્થાન (National Geophysical Research Institute)

રાષ્ટ્રીય ભૂભૌતિક અનુસંધાન સંસ્થાન (National Geophysical Research Institute) : હૈદરાબાદ ખાતે આવેલી રાષ્ટ્રીય કક્ષાની વૈજ્ઞાનિક સંશોધન-સંસ્થા. આ પ્રયોગશાળા વૈજ્ઞાનિક-ઔદ્યોગિક સંશોધન કાર્યજૂથ – નવી દિલ્હીના વડપણ નીચે કાર્ય કરે છે. તે તેની ભૂભૌતિક અને ભૂરાસાયણિક પાંખો દ્વારા તજ્જ્ઞ ટુકડીઓને ક્ષેત્રકાર્ય માટે મોકલી રાષ્ટ્રીય કક્ષાનું ભૂભૌતિક સર્વેક્ષણ કરાવી તેના અભ્યાસ-અહેવાલો રસ ધરાવતી…

વધુ વાંચો >

રાસાયણિક ખવાણ (ભૂસ્તર)

રાસાયણિક ખવાણ (ભૂસ્તર) : રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા ખડકોનો નવાં દ્રવ્યોમાં થતો ફેરફાર. કુદરતી રાસાયણિક પરિબળો મૂળ ખડકોનાં રાસાયણિક બંધારણ, રચનાત્મક માળખાં તેમજ બાહ્ય દેખાવ બદલી નાખે છે. આ એક એવી જટિલ વિધિ છે, જેમાં પોપડાના સપાટી-સ્તરના કે ઉપસ્તરના ખડકો પાણી અને વાતાવરણના વાયુઓ સાથે રાસાયણિક પ્રક્રિયાઓમાં સામેલ થાય છે. આ…

વધુ વાંચો >

રિક્ટર, ચાર્લ્સ એફ.

રિક્ટર, ચાર્લ્સ એફ. (જ. 26 એપ્રિલ 1900; અ. 1985, આલ્ટાડેના, કૅલિફૉર્નિયા) : જાણીતા ભૂકંપશાસ્ત્રી. 1927માં તેમણે કૅલિફૉર્નિયામાં પાસાડેનામાં ભૂકંપીય પ્રયોગશાળામાં કામગીરી શરૂ કરી હતી. 1928માં તેમણે કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ખાતેથી સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રમાં ડૉક્ટરેટ મેળવી હતી. 1936થી 1970 વચ્ચે કાલકેટ ખાતે સિસ્મોલૉજિકલ લૅબોરેટરીમાં તેઓ પ્રોફેસર હતા. ભૂકંપની તીવ્રતા માપવા માટે તેમણે લોકલ…

વધુ વાંચો >

રિક્ટરનો ભૂકંપ આંક

રિક્ટરનો ભૂકંપ આંક : જુઓ ભૂકંપ.

વધુ વાંચો >