ભૂસ્તરશાસ્ત્ર

મિલિલાઇટ

મિલિલાઇટ : અકરમેનાઇટ–ગેહલેનાઇટ ખનિજોની સમરૂપ શ્રેણી બનાવતું સમાનાર્થી સામૂહિક નામ. બંને ખનિજોના મોટાભાગના ગુણધર્મો લગભગ સરખા છે. પરંતુ જ્યાં તફાવત છે ત્યાં અલગ રીતે * ચિહ્નથી દર્શાવેલા છે.                  એંકરમેનાઇટ     ગેહલેનાઇટ રાસા. બં. : *   MgCa2Si2O7   Ca2Al2SiO7 સ્ફ. વ. : ટેટ્રાગોનલ. સ્ફ.…

વધુ વાંચો >

મિલેરાઇટ

મિલેરાઇટ (Millerite) : નિકલનું ખનિજ. તેને નિકલ પાયરાઇટ કે કેશમાક્ષિક (hair pyrite) પણ કહે છે. રાસા. બં. : NiS (Ni = 64.7, S = 35.3 %) સ્ફ. વ. : હેક્ઝાગૉનલ (ટ્રાયગૉનલ). સ્ફ. સ્વ. : મોટેભાગે તે અતિનાજુક, C- અક્ષની દિશામાં લંબાયેલા કેશમય સ્ફટિકો સ્વરૂપે મળે છે; રેસાદાર પણ મળે; વિકેન્દ્રિત…

વધુ વાંચો >

મિશ્ર સ્ફટિકો

મિશ્ર સ્ફટિકો (Mixed crystals) : બે કે તેથી વધુ સમરૂપ અથવા અંશત: સમરૂપ ઘટકોથી બનેલા સ્ફટિકો. દ્વિઅંગી મૅગ્માની સ્ફટિકીકરણ-પ્રક્રિયા એવી સમજ આપે છે કે તેમાં તૈયાર થતા ઘટકો બદલાતા જતા બંધારણવાળા હોતા નથી અને પ્રત્યેક ઘટક એકબીજાથી સ્વતંત્રપણે સ્ફટિકીકરણ પામે છે; પરંતુ હકીકતમાં, મોટાભાગના આગ્નેય ખનિજોમાં આ લક્ષણ જોવા મળતું…

વધુ વાંચો >

મિસિસિપિયન

મિસિસિપિયન : પ્રથમ જીવયુગના ઉત્તરાર્ધ દરમિયાનનો એક કાળગાળો. કાર્બોનિફેરસ કાળનો પૂર્વાર્ધ. તેની નીચે ડેવોનિયન અને ઉપર પેન્સિલ્વેનિયન રચનાઓ રહેલી છે. યુ. એસ.નાં રાજ્યો અગ્નિ આયોવા અને ઇલિનૉઇ વચ્ચે મિસિસિપી નદીની ખીણમાં આ સમયના ખડકો જોવા મળે છે, તેથી તે ભૂસ્તરીય વિભાગને મિસિસિપિયન નામ અપાયેલું છે. આ સમય દરમિયાન આ વિસ્તારમાં…

વધુ વાંચો >

મીઠાના ઘુમ્મટ

મીઠાના ઘુમ્મટ (Salt Domes) : પોપડાનાં જળકૃત ખડક-આવરણોને ભેદીને પ્રવિષ્ટિ પામેલા જુદી જુદી ગોળાઈના આકારોમાં રહેલા મીઠા(સિંધવ)ના વિશાળ પરિમાણવાળા જથ્થા. સામાન્ય રીતે તે ઘુમ્મટ-આકારમાં મળતા હોવાથી તેમને મીઠાના ઘુમ્મટ કહે છે. આ એક પ્રકારનું અંતર્ભેદન સ્વરૂપ હોવા છતાં ભૂસ્તરીય વિરૂપતાઓમાં તે અંતર્ભેદનોથી વિશિષ્ટપણે જુદું પડે છે. તે ક્ષારીય બંધારણવાળા હોય…

વધુ વાંચો >

મીનેટ

મીનેટ (1) : એક પ્રકારનો અગ્નિકૃત ખડક. ‘લેમ્પ્રોફાયર’ જેવા સામૂહિક નામથી ઓળખાતા અગ્નિકૃત ખડકો પૈકીનો એક લાક્ષણિક પ્રકાર. તે મુખ્યત્વે મૅફિક ખનિજો પૈકી બાયૉટાઇટથી અને ફેલ્સ્પાર ખનિજો પૈકી ઑર્થોક્લેઝથી બનેલો હોય છે, તેમ છતાં તેમાં નજીવા પ્રમાણમાં કેટલાંક અન્ય ખનિજો પણ હોઈ શકે છે. મીનેટ તેમજ ફૉગેસાઇટ, કરસન્ટાઇટ અને સ્પેસરટાઇટ…

વધુ વાંચો >

મુખરજી, શાંતિસુધા મણિમોહન

મુખરજી, શાંતિસુધા મણિમોહન (જ. 4 જાન્યુઆરી 1909, કૉલકાતા; અ. 7 જૂન 1984, અમદાવાદ) : ભૂસ્તરશાસ્ત્રના જાણીતા પ્રાધ્યાપક. પૂરું નામ શાંતિસુધા મણિમોહન મુખરજી. કૉલકાતાના ઉચ્ચ બંગાળી કુટુંબમાં જન્મ. શાળાથી કૉલેજ સુધીનો અભ્યાસ કૉલકાતામાં. ભૂસ્તરશાસ્ત્ર અને ભૂગોળના વિષયો સાથે ત્યાંની પ્રેસિડન્સી કૉલેજમાંથી એમ. એસસી. થયા. તેમાં યુનિવર્સિટીમાં પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત…

વધુ વાંચો >

મુગેરાઇટ

મુગેરાઇટ : જ્વાળામુખીજન્ય અગ્નિકૃત ખડકનો એક પ્રકાર. આ ખડકનો સંબંધ મુખ્યત્વે બેસાલ્ટ અને ઍન્ડેસાઇટ સાથે રહેલો હોય છે. મોટાભાગના બેસાલ્ટમાં સિલિકાનું પ્રમાણ ઓછું હોય છે, તેથી બેસાલ્ટ અમુક પ્રમાણમાં અસંતૃપ્ત ખડક ગણાય. તેમાં જો સોડા અને પૉટાશની વિપુલતા થઈ જાય તો નેફેલિન, ઍનલ્સાઇટ કે પૉટાશ ફેલ્સ્પાર જેવાં ખનિજોનું થોડું પ્રમાણ…

વધુ વાંચો >

મુલતાની માટી

મુલતાની માટી (Fuller’s Earth) : માટીનો એક પ્રકાર. સિંધમાં મુલતાની માટીના થર મળે છે. અગાઉ તે મુલતાનમાંથી મળી રહેતી હોવાને કારણે આ નામ પડ્યું હોય એ સંભવિત છે. આ માટીમાં તૈલી પદાર્થોનું શોષણ કરી લેવાનો ગજબનો ગુણધર્મ હોવાથી તે અગાઉના સમયમાં ગ્રીઝવાળા પદાર્થોમાંથી ચીકાશ શોષી લેવાના ઉપયોગમાં લેવાતી હતી. જૂના…

વધુ વાંચો >

મુલાસ (molasse)

મુલાસ (molasse) : સ્વિટ્ઝર્લૅન્ડના પર્વતપ્રદેશોના તળેટી ભાગમાં જમાવટ પામેલી નૂતન વયની નિક્ષેપજમાવટ. આલ્પાઇન ગિરિનિર્માણના અંતિમ તબક્કા બાદ, તૃતીય જીવયુગના માયોસીન-પ્લાયોસીન કાળમાં તૈયાર થયેલા, સ્વિટ્ઝર્લૅન્ડના પર્વતપ્રદેશોના નીચાણવાળા ભાગોમાં જોવા મળતા માર્લ-કૉંગ્લૉમરેટ સહિત મૃદુ લીલા રંગના રેતીખડક જેવા ઘસારાજન્ય નિક્ષેપ માટે સર્વપ્રથમ પ્રયોજાયેલું સ્વિસ નામ ‘મુલાસ’ છે. આમ મુલાસ એ ચોક્કસ સમયદર્શક…

વધુ વાંચો >