ભૂસ્તરશાસ્ત્ર

ફૉગેસાઇટ (Vogesite)

ફૉગેસાઇટ (Vogesite) : અગ્નિકૃત ખડકો પૈકીના લેમ્પ્રોફાયર ખડકસમૂહનો એક પેટાપ્રકાર. તે મુખ્યત્વે હૉર્નબ્લેન્ડ(ક્યારેક ઑગાઇટ)થી બનેલો હોય છે, તેમજ તેમાં ફેલ્સ્પાર તરીકે ઑર્થોક્લેઝની કે સેનિડિનની હાજરી હોય છે. જોકે પ્લેજિયોક્લેઝ ફેલ્સ્પાર પણ ઘણા ફૉગેસાઇટમાં જોવા મળે છે ખરો. આ ઉપરાંત ક્યારેક બાયોટાઇટ અને ઑલિવિન પણ હોઈ શકે છે. ગ્રૅનાઇટિક – ગ્રૅનોડાયોરાઇટિક…

વધુ વાંચો >

ફોટો-ભૂસ્તરશાસ્ત્ર (photogeology)

ફોટો-ભૂસ્તરશાસ્ત્ર (photogeology) : હવાઈ તસવીરો દ્વારા કરવામાં આવતો ભૂપૃષ્ઠના ખડકોનો અભ્યાસ. ભૂપૃષ્ઠથી અમુક નિયત ઊંચાઈએથી હવાઈ ઉડ્ડયનો મારફતે ભૂપૃષ્ઠની તસવીરો લઈ તેનાં ભૂસ્તરીય અર્થઘટનો દ્વારા ખડકલક્ષણોનાં અનુમાનો કરવામાં આવે છે. તસવીરો સીધી રેખામાં કે થોડીક ત્રાંસી રેખામાં લેવામાં આવતી હોય છે. એક જ સ્થળર્દશ્યની જુદા જુદા કોણથી અથવા અન્યોન્ય અધ્યારોપિત…

વધુ વાંચો >

ફોનૉલાઇટ

ફોનૉલાઇટ : મોટેભાગે નેફેલિન, સોડાલાઇટ. લ્યૂસાઇટ જેવાં આછા રંગવાળાં ફેલ્સ્પેથૉઇડ કે ફેલ્સ્પારથી અને ઓછા પ્રમાણમાં બાયોટાઇટ, સોડા ઍમ્ફિબોલ, સોડા પાયરૉક્સીન જેવા ઘેરા રંગવાળાં મેફિક ખનિજોથી બનેલો આછા રંગનો જ્વાળામુખી–ઉત્પત્તિજન્ય અસ્ફટિકમય (નરી આંખે અષ્ટ સ્ફટિકમય) ખડક. ફોનૉલાઇટ કે નેફેલિન સાયનાઇટ જેવા અંત:કૃત ખડકને રાસાયણિક રીતે સમકક્ષ બહિ:સ્ફુટિત જ્વાળામુખી ખડક છે. આ…

વધુ વાંચો >

ફૉસ્ફેટજન્ય ખનિજો (phosphatic minerals)

ફૉસ્ફેટજન્ય ખનિજો (phosphatic minerals) : કુદરતી સ્થિતિમાં ખનિજો રૂપે મળી આવતા ફૉસ્ફૉરિક ઍસિડ H3[PO4]ના અકાર્બનિક ક્ષારો. જાણીતા બધા જ ફૉસ્ફેટજન્ય ખનિજો ઑર્થોફૉસ્ફેટ હોય છે, કારણ કે ઋણભારીય સમૂહ ચતુષ્ફલક એકમવાળો છે. ફૉસ્ફેટજન્ય ખનિજોના 150થી વધુ નમૂના હોવાનું જાણી શકાયું છે. તેમનાં સ્ફટિકીય રાસાયણિક લક્ષણો જટિલ પ્રકારનાં હોય છે. ફૉસ્ફેટજન્ય ખનિજોની…

વધુ વાંચો >

ફ્લૂટકાસ્ટ (flute cast)

ફ્લૂટકાસ્ટ (flute cast) : જળકૃત ખડકસ્તરો સાથે સંકળાયેલી વિશિષ્ટ પ્રકારની સંરચના. તે વમળવાળા પ્રવાહ દ્વારા ઘસાયેલા સળ રૂપે હોય છે, જે પછીથી સ્થૂળ (મોટા પરિમાણવાળા) નિક્ષેપથી પૂરણી પામે છે. વળી તે રેતીખડકના સ્તરોની અધ:સપાટી પર જોવા મળતા આછા શંકુ આકારના સ્પષ્ટ વળાંકો પણ છે, જેમનો એક છેડો ગોળાઈવાળો કે ઊપસેલા…

વધુ વાંચો >

ફ્લેસર ખડકો

ફ્લેસર ખડકો : ગૅબ્બ્રો, નાઇસ વગેરે જેવા ખડકોમાં દાબ-વિકૃતિ દ્વારા વિકસતી સંરચના. દાણાદાર અગ્નિકૃત ખડકોમાં તૈયાર થતી રેખીય ટુકડાઓની ગોઠવણીનો દેખાવ ફ્લેસર સંરચના તરીકે ઓળખાય છે. દાણાદાર દ્રવ્યના ટુકડાઓની આજુબાજુ અવ્યવસ્થિત પરરૂપ પ્રવાહરચના જેવો દેખાવ જેમાં દેખાય એવા ખડકો ફ્લેસર ખડકો કહેવાય. કેટલાક નાઇસ ખડકોમાં પણ આવી લાક્ષણિક સંરચના જોવા…

વધુ વાંચો >

બખોલ-પૂરણી

બખોલ-પૂરણી (cavity filling) : ખડક-પોલાણોમાં થતી પૂરણી; એક પ્રકારની નિક્ષેપક્રિયા. ભૂપૃષ્ઠના બધા જ પ્રકારના ખડકોમાં ભિન્ન ભિન્ન પ્રકાર અને આકાર–કદનાં પોલાણો જોવા મળે છે. કેટલાંક ખાલી, તો કેટલાંક ખનિજદ્રવ્યથી ભરેલાં હોય છે. આ પોલાણોને બખોલ કે કોટર કહેવાય છે. મોટાભાગનાં પોલાણો ભૂસંચલન-ક્રિયાઓને કારણે ઉદભવેલાં હોય છે. કેટલાંક ખડક-સહજાત તો કેટલાંક…

વધુ વાંચો >

બદામાકાર સંરચના

બદામાકાર સંરચના (amygdaloidal structure) : જ્વાળામુખી ખડકોમાં રહેલાં કોટરોમાં પૂરણી થવાથી ઉદભવતી એક સંરચના. મુખ્યત્વે જ્વાળામુખી ખડકોમાં (ક્યારેક અન્ય ખડકોમાં) જોવા મળતાં મુક્ત-વાયુજન્ય કોટરો કે બખોલો જ્યારે અન્ય પરિણામી ખનિજદ્રવ્યથી પૂરણી પામેલાં મળી આવે, ત્યારે તૈયાર થતા ખડક-દેખાવને બદામાકાર સંરચના કહેવાય છે. પૂરણી પામેલાં ખનિજો બદામના આકારને મળતાં આવતાં હોવાથી…

વધુ વાંચો >

બર્ટ્રૅન્ડ લેન્સ

બર્ટ્રૅન્ડ લેન્સ (Bertrand lens) :  પોલરાઇઝિંગ માઇક્રોસ્કોપ–ધ્રુવણ સૂક્ષ્મદર્શકમાં ઉપયોગમાં લેવાતું ઉપકરણ. ખનિજછેદના પ્રકાશીય ગુણધર્મોનો અભ્યાસ પોલરાઇઝિંગ માઇક્રોસ્કોપ હેઠળ સાદા ધ્રુવીભૂત પ્રકાશમાં પ્રકાશ-શંકુ(conical light)ની મદદથી કરવામાં આવે છે. માઇક્રોસ્કોપમાં પ્રકાશ-શંકુ મેળવવા માટે પીઠિકા(stage)ની નીચેના ભાગમાં ધ્રુવક (polariser) અને પીઠિકાની વચ્ચે અભિકેન્દ્રિત ર્દગ્-કાચ (convergent lens) દાખલ કરવામાં આવે છે. આ પ્રમાણે પ્રકાશ-શંકુનો…

વધુ વાંચો >

બહિર્ભૂત અગ્નિકૃત ખડકો

બહિર્ભૂત અગ્નિકૃત ખડકો : પૃથ્વીની સપાટી પર લાવામાંથી તૈયાર થતા અગ્નિકૃત ખડકો. પૃથ્વીના પોપડાના 10 કિમી.થી 100 કિમી. વચ્ચેની ઊંડાઈના વિભાગમાં અસ્તિત્વ ધરાવતા કોઈ પણ પ્રકારના બંધારણવાળા ખડકો જો પેટાળના 800°થી 1200° સે. તાપમાને પીગળી જાય તો તેમાંથી તૈયાર થતા ભૂરસને મૅગ્મા કહે છે. આ મૅગ્મા જો સંજોગોવશાત્ પોપડાના અંદરના…

વધુ વાંચો >