ભૂસ્તરશાસ્ત્ર
ડાઇક
ડાઇક (dyke) : વિસંવાદી પ્રકારનું આગ્નેય ખડકપટ રચતું અંતર્ભેદક. અંતર્ભેદકો જુદાં જુદાં સ્વરૂપો અને પ્રકારોમાં મળી આવે છે, જે પ્રાદેશિક ખડકો સાથે ચોક્કસ રચનાત્મક અને બંધારણીય સંબંધો ધરાવે છે. પ્રાદેશિક ખડકો સાથે જો તે સમાંતર વલણ ધરાવતા હોય તો સંવાદી અને આરપાર ભેદતા હોય તો વિસંવાદી અંતર્ભેદકો કહેવાય છે. વિવિધ…
વધુ વાંચો >ડાના, જેમ્સ ડ્વાઇટ
ડાના, જેમ્સ ડ્વાઇટ (જ. 12 ફેબ્રુઆરી, 1813, ન્યૂયૉર્ક ; અ. 14 એપ્રિલ 1895, ન્યૂહેવન, કનેક્ટિકટ) : અનોખું વ્યક્તિત્વ ધરાવનાર, અત્યંત પ્રતિભાશાળી, ખ્યાતનામ અમેરિકન ભૂસ્તરશાસ્ત્રી. તેમણે અમેરિકાનાં ભૂસ્તરોનો ઐતિહાસિક અહેવાલ સર્વપ્રથમ રજૂ કર્યો; પૃથ્વીના કેન્દ્રીય ભાગના ઠંડા પડવાની અને સંકોચનની ક્રિયા દ્વારા ઉત્પન્ન થયેલાં પર્વતનિર્માણ માટેનાં ક્ષિતિજસમાંતર દાબનાં બળોનો ખ્યાલ સર્વપ્રથમ…
વધુ વાંચો >ડાયઍટમ સ્યંદન
ડાયઍટમ સ્યંદન : ડાયઍટમના કવચથી બનેલા સિલિકાયુક્ત નરમ નિક્ષેપ. રેડિયોલેરિયાનાં કવચથી પણ આવાં જ સ્યંદન બનતાં હોય છે. સ્વચ્છ જળ કે દરિયાઈ જળમાં ઊગતી એકકોષીય સૂક્ષ્મ વનસ્પતિ ડાયઍટમ કહેવાય છે. આ ડાયઍટમ વનસ્પતિ સિલિકાથી બનેલાં ભિન્ન ભિન્ન સ્વરૂપોમાં દ્વિપુટ-કવચનો સ્રાવ કર્યા કરે છે, જે અગણિત સંખ્યામાં ત્યાં જમા થતા નિક્ષેપમાં…
વધુ વાંચો >ડાયનોસૉરનું વિલોપન
ડાયનોસૉરનું વિલોપન : પ્રથમ જીવયુગના અંતિમ ચરણ પર્મિયનકાળ વખતે ઉત્ક્રાંતિ પામતાં ગયેલાં ડાયનોસૉર પ્રાણીઓ મધ્યજીવયુગ પૂરો થયો ત્યાં સુધી (એટલે કે આજથી આશરે 20 કરોડ વર્ષ પૂર્વેથી માંડીને 6.5 કરોડ વર્ષ પૂર્વે સુધીના કાળગાળા દરમિયાન) ઉત્ક્રાંતિની કક્ષામાં વિકસતાં રહીને અતિવિશાળ શારીરિક કદની ચરમસીમાએ પહોંચેલાં. પૃથ્વીના પટ પર તે અનેક પ્રકારોમાં…
વધુ વાંચો >ડાયાબેઝ
ડાયાબેઝ : મુખ્યત્વે લેબ્રેડોરાઇટ (પ્લેજિયોક્લેઝ) અને પાયરૉક્સીનથી બનેલો તેમજ ઑફિટિક કણરચના ધરાવતો બેસાલ્ટસમ બંધારણવાળો ખડક. ઑલિવીનનું ઠીક ઠીક પ્રમાણ ધરાવતા આવા ખડકો ઑલિવીન ડાયાબેઝ તરીકે ઓળખાય છે. બ્રિટનમાં ઑફિટિક કણરચનાવાળા, બેસાલ્ટ-બંધારણવાળા ખડક માટે આ પર્યાય ઉપયોગમાં લેવાય છે, પરંતુ ખાસ કરીને તો તે પરિવર્તન પામેલા ડોલેરાઇટ માટે જ મર્યાદિત રહે…
વધુ વાંચો >ડાયૉપ્સાઇડ
ડાયૉપ્સાઇડ (Diopside) : ડાયૉપ્સાઇડ, મોનોક્લિનિક વર્ગનું ખનિજ છે. તેનું રાસાયણિક બંધારણ અથવા તેની કેમિકલ ઓળખ MgCaSi2O6 છે. ડાયૉપ્સાઇડ, જળકૃત ખડક (જેમાં સિલિકાનું પ્રમાણ જોવા મળે છે) છે. કેટલાક બેઝિક અને અલ્ટ્રાબેઝિક ખડકોમાં મળે છે. ક્યારેક ઉલ્કાઓના બંધારણમાં પણ મળી આવે છે. ડાયૉપ્સાઇડની અન્ય ઓળખ ઝવેરાતના રત્ન (Gem) તરીકેની પણ છે. આ…
વધુ વાંચો >ડાયૉરાઇટ
ડાયૉરાઇટ : અંત:કૃત અગ્નિકૃત ખડકનો એક પ્રકાર. કણરચના સંપૂર્ણ સ્ફટિકમય, સ્થૂળદાણાદાર. મુખ્યત્વે તે ઑલિગોક્લેઝ કે ઍન્ડેસિન જેવા સોડિક પ્લેજિયોક્લેઝ ફેલ્સ્પારથી, 10 % સુધીના ક્વાર્ટ્ઝથી, કુલ ફેલ્સ્પારના 33 % પ્રમાણ સુધીના આલ્કલી ફેલ્સ્પાર ઑર્થોક્લેઝથી તેમજ એક કે વધુ લોહ-મૅગ્નેશિયમ ખનિજો પૈકી હૉર્નબ્લેન્ડ, બાયૉટાઇટ અથવા પાયરૉક્સીન જેવાં ખનિજોથી બનેલો હોય છે. આ…
વધુ વાંચો >ડૂબક બખોલ
ડૂબક બખોલ (sink hole) : ચૂનાખડકોના પ્રદેશોમાં અમુક સ્થાનોમાં ધોવાણની લાંબા ગાળાની એકધારી અસરને કારણે તેમજ દ્રાવણની રાસાયણિક ક્રિયાને કારણે ખડકની ભૂમિસપાટીથી નીચે તરફ તૈયાર થયેલી, ઊંડા વિભાગો સાથે સંપર્ક ધરાવતી બખોલ. તેમાં ઊતરતું પાણી નીચે તરફ જાય, અર્દશ્ય પણ થઈ જાય, પરંતુ પ્રવેશમાર્ગ ક્યારેક, જો અવરોધાઈ જાય તો તેમાં…
વધુ વાંચો >ડેક્કન ટ્રૅપરચના
ડેક્કન ટ્રૅપરચના (Deccan trap system) : મુખ્યત્વે લાવાથી તેમજ તેની સાથે સંકળાયેલા જ્વાળામુખીજન્ય ખડકટુકડાઓથી બનેલી નોંધપાત્ર જાડાઈવાળી ખડકરચના. ભારતમાં જોવા મળતી જુદા જુદા ભૂસ્તરીય કાળની ખડકરચનાઓ પૈકીની આ એક એવી વિશિષ્ટ ખડકરચના છે કે જે ક્રિટેશિયસ કાળના અંતિમ ચરણમાં તેમજ બાઘ અને લેમેટા સ્તરોની નિક્ષેપક્રિયા પછીથી દ્વીપકલ્પીય ભારતના ઘણા મોટા…
વધુ વાંચો >ડેલ્ટા
ડેલ્ટા (ત્રિકોણપ્રદેશ) : નદીમુખની આજુબાજુના વિસ્તારમાં જળવહન સાથે ખેંચાઈ આવતા કાંપ તરીકે ઓળખાતા સૂક્ષ્મખડકદ્રવ્યથી રચાતો નિક્ષેપજથ્થાનો પ્રદેશ. ‘ડેલ્ટા’ અંગ્રેજી શબ્દ છે અને ગ્રીક ભાષાના મૂળાક્ષર ડેલ્ટા Δના ત્રિકોણાકાર પરથી પ્રયોજાયેલો છે. નદી જ્યાં સમુદ્ર કે સરોવરને મળે તેને નદીમુખ કહે છે. સામાન્ય રીતે, કાંપજમાવટ ત્યારે જ થઈ શકે જ્યારે નદીમુખ…
વધુ વાંચો >