ભૂસ્તરશાસ્ત્ર
ટેટ્રાગોનલ પ્રણાલી
ટેટ્રાગોનલ પ્રણાલી (tetragonal system) : ખનિજસ્ફટિકોની છ સ્ફટિકપ્રણાલી પૈકીની એક. તેમાં સમાવિષ્ટ તમામ ખનિજસ્ફટિકોને ત્રણ સ્ફટિક અક્ષ હોય છે, જે પૈકી ક્ષિતિજસમાંતર સ્થિતિમાં રહેતા બે અક્ષ સમાન લંબાઈના હોય છે અને એકમમૂલ્ય ધરાવે છે. ઊભી સ્થિતિમાં રહેતો ત્રીજો અક્ષ એકમ-મૂલ્ય કરતાં ટૂંકો કે લાંબો હોઈ શકે છે, પરંતુ જે તે…
વધુ વાંચો >ટેથિઝ
ટેથિઝ : આજથી અંદાજે 40 કરોડ વર્ષથી માંડીને 5 કરોડ વર્ષ અગાઉના વચ્ચેના કાળગાળાના ભૂસ્તરીય અતીત દરમિયાન તત્કાલીન પૃથ્વીના મધ્યભાગમાં અસ્તિત્વ ધરાવતા વિશાળ સમુદ્ર કે મહાસાગર માટે ભૂસ્તરવિદોએ આપેલું નામ. યુરોપ–એશિયા અને આફ્રિકા ખંડોને જુદો પાડતો આ સમુદ્રવિસ્તાર પૂર્વ–પશ્ચિમ લંબાયેલો હતો અને આજના દક્ષિણ યુરોપ, ભૂમધ્યસમુદ્ર, ઉત્તર આફ્રિકા, ઈરાન, આલ્પ્સ,…
વધુ વાંચો >ટેરોપૉડ સ્યંદન
ટેરોપૉડ સ્યંદન (Pteropod ooze) : દરિયાની અમુક ઊંડાઈના તળ ઉપર મળતો સૂક્ષ્મ સેન્દ્રિય નિક્ષેપ. ટેરોપૉડ એટલે મહાસાગરોના ઊંડાણવાળા વિસ્તારોમાં મુક્ત રીતે તરતાં રહેતાં મૃદુ શરીરાદિ સમુદાય પૈકીનાં જઠરપદી (gastropod) પ્રાણીઓ, જેમના પગનો નીચેનો ભાગ પાંખો જેવા બે વિભાગોમાં વહેંચાયેલો હોય છે. તેમનાં કવચ કૅલ્શિયમ કાર્બોનેટથી બનેલાં હોય કે ન હોય.…
વધુ વાંચો >ટોપાઝ
ટોપાઝ : ઍલ્યુમિનિયમ ફ્લોસિલિકેટ બંધારણવાળું ખનિજ ને સોસિલિકેટ. રાસા. બંધા. : Al2SiO4(F.OH)2; સ્ફ. વ. : ઑર્થોરૉમ્બિક; સ્ફ. સ્વ. : ટૂંકાથી લાંબા સુવિકસિત પ્રિઝમૅટિક સ્ફટિકો, ઓછાવત્તા ફલકોના ફેરફારવાળા, ક્યારેક ઘણા મોટા સ્ફટિકો — સેંકડો કિગ્રા. વજનવાળા, દળદાર સ્થૂળથી સૂક્ષ્મ દાણાદાર કે સ્તંભાકાર સ્વરૂપોમાં પણ પ્રાપ્ય. પારદર્શકથી પારભાસક; સં. : (001) પૂર્ણ;…
વધુ વાંચો >ટ્રાયક્લિનિક પ્રણાલી
ટ્રાયક્લિનિક પ્રણાલી (Triclinic system) : ખનિજસ્ફટિકોના છ સ્ફટિકવર્ગો પૈકીનો એક. આ વર્ગમાં સમાવિષ્ટ તમામ ખનિજસ્ફટિકોને ત્રણ, અસમાન લંબાઈના સ્ફટિક અક્ષ હોય છે. તે પૈકીનો કોઈ પણ એક બીજાને કાટખૂણે કાપતો હોતો નથી. ઊભી સ્થિતિમાં રહેતા અક્ષને ઊર્ધ્વ અક્ષ (vertical axis) કહેવાય છે. બીજો એક અક્ષ નિરીક્ષકના સંદર્ભમાં આગળથી શરૂ થઈ…
વધુ વાંચો >ટ્રાયાસિક રચના
ટ્રાયાસિક રચના (Triassic system) : ભૂસ્તરીય કાળગણના-ક્રમમાં મેસોઝોઇક યુગ(મધ્યજીવયુગ)નો પ્રથમ કાળગાળો. ટાયાસિક (ટ્રાયાસ) ગાળા દરમિયાન જમાવટ પામેલી સ્તરરચના એટલે ટ્રાયાસિક રચના. તેની નીચે પૅલિયોઝોઇક યુગની ઊર્ધ્વતમ પર્મિયન રચના અને ઉપર તરફ મેસોઝોઇકની જુરાસિક રચના આવેલી છે. ભૂસ્તરીય ઇતિહાસમાં આ રચનાની જમાવટ આજથી ગણતાં 22.5 કરોડ વર્ષ અગાઉથી શરૂ થઈને 19.5…
વધુ વાંચો >ટ્રિડિમાઇટ
ટ્રિડિમાઇટ : સિલિકાવર્ગનું ખનિજ. બે સ્વરૂપોમાં ઉપલબ્ધ : આલ્ફા ટ્રિડિમાઇટ અને બીટા ટ્રિડિમાઇટ. રાસા.બં. : SiO2 ; સ્ફ. વર્ગ : α ટ્રિડિમાઇટ – ઑર્થોરૉમ્બિક; β ટ્રિડિમાઇટ – હેક્ઝાગોનલ. સ્ફ. સ્વ. : α ટ્રિડિમાઇટ : મેજ આકારના સ્ફટિકો, બીટા સ્વરૂપની પાછળ પરરૂપ હેક્ઝાગોનલ સ્ફટિકો જેવા; પારદર્શક. β ટ્રિડિમાઇટ : સ્ફટિકો ઝીણા,…
વધુ વાંચો >ટ્રેકાઇટ
ટ્રેકાઇટ : બહિસ્સ્ફુટિત અગ્નિકૃત ખડકનો એક પ્રકાર. કણરચના ઉત્પત્તિસ્થિતિના સંજોગો મુજબ સૂક્ષ્મ સ્ફટિકમય/સૂક્ષ્મ દાણાદાર/ અર્ધસ્ફટિકમય. બહિસ્સ્ફુટિત લાવામાંથી બનેલો, આવશ્યકપણે આલ્કલી ફેલ્સ્પારયુક્ત, ગૌણ ખનિજોમાં બાયૉટાઇટ, હૉર્ન બ્લેન્ડ રીબેકાઇટ કે ઑગાઇટ એજીરીનના બંધારણવાળો તેમજ સોડિપ્લેજિયોક્લેઝ ઓછી માત્રામાં હોય એવો જ્વાળામુખીજન્ય, સબઍસિડિક અગ્નિકૃત ખડકપ્રકાર. તે 10 % કે તેથી ઓછા ક્વાર્ટ્ઝ પ્રમાણવાળા સંતૃપ્ત…
વધુ વાંચો >ટ્રેમોલાઇટ
ટ્રેમોલાઇટ : એમ્ફિબોલ ખનિજવર્ગનું એક ખનિજ. રાસા. બં. : Ca2Mg5Si8O22(OH)2; સ્ફ.વ. : મૉનોક્લિનિક; સ્ફ.સ્વ. : સ્ફટિકો સામાન્યત: લાંબી પતરીઓ જેવા; ક્યારેક ટૂંકા અને મજબૂત, અન્ય સ્વરૂપોમાં – રેસાદાર કે પાતળા સ્તંભાકાર જૂથમાં, મોટેભાગે વિકેન્દ્રિત જથ્થામય હોય ત્યારે રેસાદાર કે દાણાદાર, પારદર્શકથી પારભાસક. યુગ્મતા (100) ફલક પર સામાન્ય, સાદી, પર્ણવત્. સંભેદ…
વધુ વાંચો >ટ્રૅવરટીન
ટ્રૅવરટીન : કૅલ્ક ટ્યૂફા કે કૅલ્કસિન્ટરનો પ્રકાર. જ્વાળામુખીની શક્યતા દર્શાવતા વિસ્તારોમાં ગરમ પાણીના કેટલાક ઝરાઓમાંથી અવક્ષેપ પામતો આછા રંગવાળો, કૅલ્શિયમ કાર્બોનેટના રાસાયણિક બંધારણવાળો, ક્યારેક ઘનિષ્ઠ, ક્યારેક પટ્ટીદાર કે સછિદ્ર કે કાંકરીમય કે તંતુમય દ્રવ્યનો નિક્ષેપ. કૅલ્ક ટ્યૂફા, કૅલ્કસિન્ટર, ઝરાનિક્ષેપ એ બધાં ટ્રૅવરટીનના સ્વરૂપભેદવાળાં નામ છે. ઘનિષ્ઠ પટ્ટાવાળી જાત ‘ઓનિક્સ માર્બલ’…
વધુ વાંચો >