ભૂસ્તરશાસ્ત્ર
ચોનોલિથ (chonolith mould stone)
ચોનોલિથ (chonolith mould stone) : અંતર્ભેદકોનો એક પ્રકાર. તેનો અર્થ જેવું બીબું એવો આકાર. સામાન્ય રીતે આ પ્રકારનું અંતર્ભેદક તદ્દન અનિયમિત આકારવાળું હોય છે. પોપડાના પ્રાદેશિક ખડકપ્રવિષ્ટ મૅગ્માનો આકાર સંવાદી કે વિસંવાદી પ્રકારમાં બંધબેસતો ન આવે ત્યારે અંતર્ભેદકને માટે ‘ચોનોલિથ’ નામ પ્રયોજવામાં આવે છે. ગિરીશભાઈ પંડ્યા
વધુ વાંચો >જમીન
જમીન : ભૂસ્તરીય ર્દષ્ટિએ પૃથ્વીની ભૂમિસપાટીને આવરી લેતું સૌથી ઉપરનું અમુક મિમી.થી અમુક મીટરની જાડાઈવાળું નરમ, છૂટું, ખવાણ પામેલું પડ. જમીનશાસ્ત્રીઓના ર્દષ્ટિકોણથી જોતાં જમીન એટલે ભૂપૃષ્ઠનું સૌથી ઉપરનું આવરણ, જે ભૌતિક, પ્રાકૃતિક, રાસાયણિક અને જૈવિક પરિબળોની વિવિધ અસર હેઠળ રહી, વખતોવખત ફેરફારોને ગ્રાહ્ય બનતું રહે છે અને મૂળધારક વનસ્પતિને નિભાવે…
વધુ વાંચો >જલાવરણ (ભૂસ્તરશાસ્ત્ર) :
જલાવરણ (ભૂસ્તરશાસ્ત્ર) : પૃથ્વીની સપાટી ઉપર અથવા તેને અડીને આવેલા પાણીનો તૂટક (discontinuous) સ્તર. અન્ય ત્રણ આવરણો તે શિલાવરણ (lithosphere), વાતાવરણ (atmosphere) અને જીવાવરણ (biosphere). જલાવરણમાં દરિયા, સરોવરો, નદીઓ અને હિમનદી સહિત પ્રવાહી અને ઘન પાણીનો તેમજ જમીન અને ખડકોમાંનાં ભૂગર્ભજળ તથા વાતાવરણમાં રહેલ પાણીની બાષ્પનો સમાવેશ થાય છે. કેટલાક…
વધુ વાંચો >જળજન્ય કોટર (potholes)
જળજન્ય કોટર (potholes) : જળઘર્ષણથી થતાં કોટર કે બાકોરાં. નદીપટમાં રહેલા તળખડકોના સાંધા કે ફાટોમાં નાનામોટા ગોળાશ્મ ફસાઈ જતાં જળપ્રવાહના વેગને કારણે ફસાયેલા ગોળાશ્મ ફાટોમાં જ પકડાયેલા રહીને ગોળ ગોળ ફર્યા કરે, સંપર્કમાં આવતા બાજુના ખડકભાગોને ઘસ્યા કરે, તો છેવટે ઘડાના આકારમાં ફેરવાઈ જાય છે. આવાં પોલાણ કે બાકોરાંને જળજન્ય…
વધુ વાંચો >જળભૂસ્તરશાસ્ત્ર
જળભૂસ્તરશાસ્ત્ર : પૃથ્વીની સપાટી નીચેના જળની પ્રાપ્તિ, વિતરણ અને અભિસરણને લગતું વિજ્ઞાન. ભૂગર્ભજળ પૃથ્વીના પોપડાના ખડકો સાથે સંકળાયેલું હોવાથી તેના બે વિભાગ પાડવામાં આવેલા છે : 1. ભૂગર્ભજળશાસ્ત્રમાં પાણીની ગુણવત્તા, પ્રાપ્તિની ઊંડાઈ, તેના વિતરણ અને ઉપયોગિતાની પદ્ધતિઓનો અભ્યાસ વણી લેવાય છે. 2. જળભૂસ્તરશાસ્ત્રમાં ભૂસ્તરશાસ્ત્રને વધુ મહત્વ અપાય છે. ભૂપૃષ્ઠ નીચેના…
વધુ વાંચો >જળરોધી ખડક (aquifuge)
જળરોધી ખડક (aquifuge) : છિદ્રો કે આંતરકણજગાઓ અન્યોન્ય જોડાયેલાં ન હોવાને લીધે ઉદભવતો એવો ખડકસ્તર જે જળને શોષે નહિ તેમજ તેને પસાર પણ ન થવા દે. આ એવી અભેદ્ય ભૂસ્તરીય રચના છે જે જળધારક પણ નથી અને જળને પસાર કરવાની ક્ષમતા પણ ધરાવતી નથી. અતિ ઘનિષ્ઠ ગ્રૅનાઇટને આ કક્ષામાં મૂકી…
વધુ વાંચો >જળસંચય-વિસ્તાર (catchment area)
જળસંચય-વિસ્તાર (catchment area) : જળસ્રાવ વિસ્તાર જળપરિવાહનું થાળું. પોતાની સપાટી પર પડતું વરસાદનું પાણી કોઈ એક નદી કે ઝરણામાં વહાવતો સમગ્ર વિસ્તાર. ગિરીશભાઈ પંડ્યા
વધુ વાંચો >જળસંચય-સ્તર (aquifer)
જળસંચય-સ્તર (aquifer) : કૂવામાં એકત્રિત થતા અને મેળવાતા પાણીની જેમ ભૂપૃષ્ઠ નીચેનો જળપ્રાપ્તિક્ષમતાવાળો જળધારક સ્તર કે જળસંચિત વિભાગ. સછિદ્રતા તેમજ ભેદ્યતાના ગુણધર્મને કારણે ખડકસ્તરરચનાઓ પૈકીનો જળધારક સ્તર, અર્થાત્ એવી સંરચનાવાળો સ્તર જે જળના નોંધપાત્ર જથ્થાને સામાન્ય સંજોગો હેઠળ પોતાનામાંથી પસાર થવા દે. ભેદ્ય ભૂસ્તરીય રચનાઓમાં મળતો ભૂગર્ભજળજથ્થો. ગિરીશભાઈ પંડ્યા
વધુ વાંચો >જાસ્પર
જાસ્પર : દળદાર, સૂક્ષ્મ દાણાદાર ક્વાર્ટ્ઝનો અશુદ્ધ, અપારદર્શક પ્રકાર, જે સામાન્ય રીતે નળિયા જેવા રાતા, ઘેરા કથ્થાઈ રાતા કે પીળાશ પડતા કથ્થાઈ રંગમાં મળે છે. રાતા રંગવાળું જાસ્પર તેમાં સૂક્ષ્મ રીતે ફેલાયેલા હેમેટાઇટના સંમિશ્રણને કારણે, જ્યારે કથ્થાઈ જાસ્પર સૂક્ષ્મ રીતે ફેલાયેલા ગોઇથાઇટને કારણે તૈયાર થતું હોય છે. પ્રાચીન કાળથી અલંકારોમાં…
વધુ વાંચો >જિયોલૉજિકલ સર્વે ઑવ્ ઇન્ડિયા
જિયોલૉજિકલ સર્વે ઑવ્ ઇન્ડિયા : ભારતમાં ભૂસ્તરશાસ્ત્રને લગતી સઘળી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ પ્રમુખ સંસ્થા. મુખ્ય મથક કૉલકાતા. તેની સ્થાપના 1851માં પૂર્વ ભારતમાં કોલસાના પૂર્વેક્ષણ (prospecting) માટે થઈ હતી. તેના દ્વારા દરિયાકાંઠાના વિસ્તારો સહિત ભારતના ભૂસ્તરશાસ્ત્રીય, ભૂરાસાયણિક અને ભૂભૌગોલિક નકશાઓ (ધરા અને વાયુસહિત) તૈયાર થયા છે અને તેણે દેશના જુદા જુદા…
વધુ વાંચો >