ભૂસ્તરશાસ્ત્ર

અનેકરંગિતા

અનેકરંગિતા (iridescence) : કેટલાંક ખનિજોમાં જોવા મળતા વિવિધ રંગદર્શનનો ભૌતિક ગુણધર્મ. રંગવૈવિધ્યની આ પ્રકારની ઘટના ઓપલ જેવાં રત્નો, છીપલાં તથા પીંછાંની દાંડી પર વિશિષ્ટપણે જોવા મળે છે. 1,500થી 3,000 Åના વ્યાસવાળા ગોળ કણોની અતિસૂક્ષ્મ પડરચનાને કારણે કીમતી ઓપલમાં આ પ્રકારના રંગવૈવિધ્યની જમાવટ થતી હોય છે. સામાન્ય ઓપલમાં નિયમિત પડરચના થતી…

વધુ વાંચો >

અપઘર્ષક ખનિજો

અપઘર્ષક ખનિજો (abrasive minerals) : અપઘર્ષક તરીકે વપરાતાં ખનિજો. બંધારણની ર્દષ્ટિએ ભિન્નતા ધરાવતાં હોવા છતાં ખનિજો કે ખડકો જો કઠિનતા પરત્વે સમાનધર્મી હોય તો તેમને તેમની મૂળ કુદરતી સ્થિતિમાં જ અપઘર્ષકો તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. આવાં કુદરતી ખનિજોમાંથી હવે તો કૃત્રિમ અપઘર્ષકો પણ તૈયાર કરી ઉપયોગમાં લેવાય છે. કઠિનતા,…

વધુ વાંચો >

અપઘર્ષકો

અપઘર્ષકો (abrasives) : કોઈ વસ્તુ(લાકડું, પથ્થર, ધાતુ, કાચ વગેરે)ની સપાટીને ઘસીને લીસી કરવા, ચળકતી કરવા અથવા તેને ચોક્કસ માપ પ્રમાણે આકાર આપવા માટે વપરાતા અતિકઠિન પદાર્થો. આ પદાર્થો ચૂર્ણ રૂપે, અથવા તેના કણોને સરાણની સપાટી ઉપર, કાપડ કે કાગળ ઉપર અથવા કર્તન ઓજાર (cutting tool) ઉપર ચઢાવેલી અણી (bit) રૂપે…

વધુ વાંચો >

અપવિલયન

અપવિલયન (exsolution) : દ્રાવણમાંના ઘટકોનું એકબીજાથી આપોઆપ અલગ થવું તે. અતિસંતૃપ્તિને કારણે બે સ્ફટિકમય તબક્કાના અલગીકરણની ઘટનાને દર્શાવવા માટે ઍલિંગે અપવિલયન પર્યાય સૂચવ્યો છે. બે ઘટકો એકબીજામાં ઓગળીને એકરૂપ થતા હોય તેનાથી નીચા તાપમાને દ્રાવણને લાંબો સમય રાખતાં સ્તર (પતરીઓ, lamella) સ્વરૂપે સ્ફટિકીકરણ થાય છે. ખનિજસ્ફટિકી-કરણનો આ રીતે થતો આંતરવિકાસ…

વધુ વાંચો >

અબરખ અને અબરખ વર્ગ

અબરખ અને અબરખ વર્ગ (mica family) : એક જાણીતું ખડકનિર્માણ ખનિજ અને તેના જેવા જ ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ધરાવતાં ખનિજોનું જૂથ. વર્ગીકૃત ખનિજસિલિકેટ પૈકીનું ફાયલોસિલિકેટ. શીટ પ્રકારની અણુ સંરચના. સ્ફટિકવર્ગ મોનોક્લિનિક. સ્ફટિકમયતા : પારદર્શક, લોહ-મૅગ્નેશિયમ તત્વોના ડાઘવાળું, ક્વચિત્ પારભાસક (transluscent) કે અપારદર્શક. રંગ : રંગવિહીન, રૂપેરી, આછો ગુલાબી, આછો…

વધુ વાંચો >

અભિતટીય (પરાતટીય) પ્રવાલ ખડકો

અભિતટીય (પરાતટીય) પ્રવાલ ખડકો (fringing reefs) : સમુદ્રજળમાં લગભગ કિનારે કિનારે પરવાળાંએ તૈયાર કરેલી ખડકરચનાઓ. કોઈ પણ ખંડ કે ટાપુના સમુદ્રકિનારાના સાતત્યમાં મળી આવતા અનિયમિત અને ખરબચડા આકારોવાળા પરવાળાંના ચૂનેદાર ખડકસમૂહ કે પરવાળાંની રચના અભિતટીય પ્રવાલખડક તરીકે ઓળખાય છે. તેમની બહારની બાજુ સમુદ્રતરફી ઢાળવાળી હોય છે. કેટલીક વખતે આ પ્રકારના…

વધુ વાંચો >

અભિશોષણ (ભૂસ્તર)

અભિશોષણ (ભૂસ્તર) (assimilation) : એક દ્રવ્યની બીજા દ્રવ્યમાં શોષાવાની, એકરૂપ થવાની કે આત્મસાત્ થવાની ક્રિયા. અભિશોષણ એ એવા પ્રકારની ગલન અને દ્રાવણની પ્રક્રિયા છે, જેમાં ઇતર (foreign) દ્રવ્ય, પછી તે ઘન હોય કે ન હોય, મૅગ્મામાં કે ઠરતા જતા અગ્નિકૃત ખડકમાં ભળવાની ક્રિયા કરે છે. અધૂરું અભિશોષણ મૅગ્મામાં કે તૈયાર…

વધુ વાંચો >

અભેદ્ય અને ભેદ્ય ખડકો

અભેદ્ય અને ભેદ્ય ખડકો (impervious and pervious rocks) : જળપ્રવેશક્ષમતા ન ધરાવતા ખડકો. પૃથ્વીના પોપડાના બંધારણમાં રહેલા કેટલાક ખડકોમાં ખનિજકણોની ઘનિષ્ઠ ગોઠવણીને કારણે આંતરકણ જગાઓ હોતી નથી, જેથી આ પ્રકારના ખડકોમાંથી પાણી સરળતાથી પસાર થઈ શકતું નથી, એટલે એ ખડકોને અભેદ્ય ખડકો કહે છે. દળદાર (massive) અગ્નિકૃત ખડકો તેનું ઉદાહરણ…

વધુ વાંચો >

અરવલ્લી

અરવલ્લી : દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશની વાયવ્ય સરહદે રાજસ્થાન અને ગુજરાત રાજ્યની સરહદ ઉપર આવેલી ગિરિમાળા. આ ગિરિમાળા ખનિજોના ભંડાર સમાન છે. અહીંનો આબુ પર્વત હવા ખાવાનું સ્થળ છે. સૃષ્ટિસૌંદર્ય અને જૈન મંદિરો પ્રવાસીઓને માટે મોટું આકર્ષણ છે. ગુજરાતમાં આરાસુરથી અરવલ્લીની પર્વતવાળાનો એક ફાંટો જૈસોર થઈ બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં…

વધુ વાંચો >

અર્ધકીમતી ખનિજો

અર્ધકીમતી ખનિજો (semiprecious minerals) : મૂલ્યવાન રત્નોની સરખામણીમાં ઓછાં કીમતી રત્નો-ઉપરત્નો. મૂલ્યવાન રત્નોમાં હીરા, પન્ના, માણેક, નીલમ વગેરેનો સમાવેશ થાય છે. ઉપરત્નોમાં અર્ધકીમતી ખનિજો જેવાં કે પોખરાજ, સ્પિનેલ (બેલાસ રૂબી, સ્પિનેલ રૂબી અને રૂબી સેલી), ઝરકૉન (હાયાસિન્થ અને જારગૉન), ઍક્વામરીન, બેરિલ, ક્રાયસોબેરિલ (ઍલેક્ઝાન્ડ્રાઇટ અને કૅટ્સ આઇ), ટુર્મેલિન (રૂબેલાઇટ અને ઇન્ડિકોલાઇટ),…

વધુ વાંચો >