ભૂસ્તરશાસ્ત્ર
ખાણ-અવતલન
ખાણ-અવતલન (mine subsidence) : કુદરતી અથવા માનવપ્રેરિત ભૂવૈજ્ઞાનિક પરિબળોની અનુક્રિયા(response)રૂપ પૃથ્વીની સપાટીનું બેસી જવું તે. ભૂગર્ભીય (underground – U.G.) ખાણોમાંથી ખનિજનું નિષ્કર્ષણ પોલાણ (void) સર્જે છે આથી સપાટી પરની જમીન અથવા સંરચના(structure)ને ધરતીના પ્રચલન-(movement)ને કારણે થતી હાનિ(damage)ને ખાણ-અવતલન કહે છે. આને કારણે ખાણોમાં થતા અકસ્માતોને પરિણામે ખનિજનો સારો એવો જથ્થો…
વધુ વાંચો >ગરમ પાણીના ઝરા
ગરમ પાણીના ઝરા : સામાન્ય રીતે જ્વાળામુખીને પાત્રરૂપ વિસ્તારોમાં જોવા મળતા ઝરા. ગરમ પાણીના ઝરાનું તાપમાન હૂંફાળા પાણીથી માંડીને 100° સે. સુધીનું હોઈ શકે છે. ઝરાના પાણીમાં ખનિજ દ્રવ્ય ઓગળેલું હોય છે. કેટલીક વખતે પાણીમાં ઓગળેલા ચૂનેદાર દ્રવ્યની નિક્ષેપક્રિયા બને છે અને તે ‘કૅલ્કસિન્ટર’ના નામથી ઓળખાય છે. આવા નિક્ષેપોનું રાસાયણિક…
વધુ વાંચો >ગરમ પાણીના ફુવારા
ગરમ પાણીના ફુવારા : જ્વાળામુખીને પાત્રરૂપ વિસ્તારોમાં આવેલા ગરમ પાણીના ઝરામાંથી કેટલીક વખતે અમુક અમુક સમયને અંતરે વેગ સાથે બહાર ફેંકાતાં ગરમ પાણી અને વરાળ. આ પ્રકારના લક્ષણવાળા ઝરા ગરમ પાણીના ફુવારા તરીકે ઓળખાય છે. તેમાંથી બહાર ફેંકાતા પાણીનો જથ્થો થોડાક લિટરથી માંડીને હજારો લિટર સુધીનો હોય છે. અને પાણી…
વધુ વાંચો >ગંધક (ભૂસ્તર)
ગંધક (ભૂસ્તર) : રા. બં. : S; સ્ફ. વ. : ઑર્થોરૉમ્બિક; સ્વ. : પિરામિડથી બંધાયેલા સ્ફટિક, જથ્થામય કે પોપડી સ્વરૂપ; રં. : પીળો, પરંતુ કેટલીક વખતે લાલાશ કે લીલાશ પડતો; સં. : પ્રિઝમ અને પિરામિડને સમાંતર; ચ. : રાળ જેવો; ચૂ. : પીળો; ક. : 1.5થી 2.5; વિ. ઘ. :…
વધુ વાંચો >ગાર્નેટ
ગાર્નેટ : રત્ન તરીકે વપરાતું અને આકર્ષક સ્વરૂપોમાં મળતું ખનિજ. તેના છ પેટા પ્રકારો છે : પાયરોપ, ઍલ્મન્ડાઇન, સ્પેસરટાઇટ, યુવારોવાઇટ, ગ્રોસ્યુલર અને એન્ડ્રેડાઇટ. મોટે ભાગે ગાર્નેટ વિકૃત પ્રકારના શિસ્ટ ખડકોમાંથી, તો ક્યારેક પેગ્મેટાઇટ જેવા અગ્નિકૃત ખડકોમાંથી પણ મળી રહે છે. શિસ્ટ ખડક નરમ હોવાથી તે સરળતાથી છૂટાં પડી શકે છે.…
વધુ વાંચો >ગાર્નેટ (વિશિષ્ટ ખનિજ વર્ગ)
ગાર્નેટ (વિશિષ્ટ ખનિજ વર્ગ) : આ ખનિજ વર્ગમાં ચોક્કસ નામવાળા મહત્વના ખનિજ પેટાપ્રકારોની શ્રેણીનો સમાવેશ કરેલો છે. ગાર્નેટ ખનિજ ક્યૂબિક સ્ફટિક વર્ગમાં સ્ફટિકીકરણ પામે છે. તેમનાં સ્ફટિકોમાં સ્વાભાવિક રીતે જોવા મળતાં સ્વરૂપો ‘ડોડેકાહેડ્રન’ અને ‘ટ્રેપેઝોહેડ્રન’ છે. બધાં ગાર્નેટનું સામાન્ય સૂત્ર એક છે; પરંતુ બંધારણમાં રહેલાં તત્વો જુદાં જુદાં હોય છે,…
વધુ વાંચો >ગિરિનિર્માણ, ગિરિનિર્માણ ભૂસંચલન
ગિરિનિર્માણ, ગિરિનિર્માણ ભૂસંચલન : લાખો વર્ષના સમયગાળા દરમિયાન થયેલી પર્વતરચના. ગિરિનિર્માણ ભૂસંચલન એ પર્વતરચનાની એવા પ્રકારની તબક્કાવાર ઘટના છે, જેમાં વિવિધતાવાળાં વિરૂપક બળોની અસર હેઠળ પર્વત-હારમાળાઓનું ઉત્થાન થાય છે અને તેના પરિણામસ્વરૂપ ઘનિષ્ઠ રીતે વિરૂપતા પામેલા જાતજાતની ગેડવાળા, સ્તરભંગ તેમજ ધસારા રચનાવાળા ખડકપટ્ટાઓની રચના થાય છે. પૃથ્વીના પટ પર જોવા…
વધુ વાંચો >ગિલ્બર્ટ, ગ્રોવ કાર્લ
ગિલ્બર્ટ, ગ્રોવ કાર્લ (જ. 6 મે 1843, રોચેસ્ટર, ન્યૂયૉર્ક, યુ.એસ.; અ. 1 મે 1918, જેક્સન, Mich) : અમેરિકન ભૂસ્તરશાસ્ત્રી. ભૂપૃષ્ઠ-રચનાશાસ્ત્રના એક આદ્યપ્રણેતા. ભૂમિસ્વરૂપોની આકારિકી અને વિકાસમાં જળવાતા ગતિવિષયક સંતુલનની સંકલ્પનાની ઉપયોગિતા સર્વપ્રથમ તેમણે સમજાવી. ભૂમિસ્વરૂપોની રચના માટેની જવાબદાર પ્રક્રિયાઓ અને તે ભૂમિસ્વરૂપો જેનાથી બનેલાં છે તે ખડકોનાં બંધારણસંરચના વચ્ચેની સંતુલન…
વધુ વાંચો >ગુજરાત (ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાતથી ગુજરાતનાં અભયારણ્યો)
ગુજરાત ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત ‘ગરવી ગુજરાત’ નામ સાંભળતાં જ ગુજરાતી ભાષા, ગુજરાતી પ્રજા અને તેની સંસ્કૃતિની સમુજ્જ્વલ પરંપરાનું ભાન થાય છે. ગુજરાતનાં મૂળ અને કુળની પરંપરા ઘણી સુદીર્ઘ અને સમૃદ્ધ છે. જેમ વૃક્ષને તેમ પ્રજાને પણ તેનાં મૂળિયાં હોય છે. વૃક્ષ જેમ દૂર દૂર સુધી પહોંચેલાં પોતાનાં મૂળિયાં વાટે…
વધુ વાંચો >ગુરુકોણ સ્પંદનદિશા
ગુરુકોણ સ્પંદનદિશા : ઑપ્ટિક અક્ષ વચ્ચેના ગુરુકોણને દુભાગતી કિરણ સ્પંદનદિશા. પ્રકાશીય ગુણધર્મોને આધારે ખનિજોના બે પ્રકાર પાડેલા છે : (1) સાવર્તિક અને (2) અસાવર્તિક. આ પૈકી અસાવર્તિક ખનિજોના એકાક્ષી અને દ્વિઅક્ષી એમ બે પેટાપ્રકારો પણ પાડેલા છે. દ્વિઅક્ષી ખનિજોમાં બે ઑપ્ટિક અક્ષ હોય છે અને તે એકબીજાને જુદાં જુદાં ખનિજોમાં…
વધુ વાંચો >