ભૂગોળ

કાલિમ્પોંગ

કાલિમ્પોંગ : ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યના દાર્જિલિંગ જિલ્લામાં 27.02o ઉત્તર અક્ષાંશ અને 88-34o પૂર્વ રેખાંશ પર આવેલું પહાડી ક્ષેત્ર. દેઓલો પહાડીથી ડર્બિન ડાન્ડા પહાડી વચ્ચે આવેલા પલ્લયન (saddle) પર આવેલું છે. સમુદ્રસપાટીથી તેની ઊંચાઈ આશરે 1219 મી. છે, પરંતુ દક્ષિણથી ઉત્તર તરફ જતાં તે વધતી જાય છે. તેની પૂર્વમાં ની-ચુ…

વધુ વાંચો >

કાલેમી

કાલેમી : મધ્ય આફ્રિકાના ડેમોક્રેટિક રીપબ્લિક ઓફ કોંગો (ઝૈર) દેશમાં ટાંગાનિકા સરોવરના પશ્ચિમ કિનારે આવેલું બંદર. ભૌગોલિક સ્થાન : 5o 56′ દ. અ. અને 29o 12′ પૂ.રે.. ત્યાં લુકુગા નદી આવેલી છે. 1915થી 1966 દરમિયાન તે આલ્બર્ટ વિલે તરીકે જાણીતું હતું. બ્રિટિશ-બેલ્જિયમ લશ્કરી થાણા તરીકે અગાઉ સ્થપાયેલું આ શહેર ઝૈરની…

વધુ વાંચો >

કાલોલ

કાલોલ : પંચમહાલ જિલ્લાનો તાલુકો અને શહેર. ગોધરાથી તે 24 કિમી. પશ્ચિમે આવેલું છે. વડોદરા-ગોધરા રેલવેના ફાંટા ઉપર આવેલ ડેરોલ સ્ટેશનથી તે ત્રણ કિમી. દૂર છે. તે 22o 07′ ઉ. અ. અને 73o 28′ પૂ. રે. ઉપર આવેલું છે. તાલુકામાં એક શહેર અને 67 ગામડાં છે. અગાઉ તે સમૃદ્ધ હતું.…

વધુ વાંચો >

કાવાસાકી

કાવાસાકી : જાપાનના મુખ્ય ટાપુ હોન્શુના પૂર્વ કિનારાના મધ્ય ભાગમાં કાનાગાવા જિલ્લામાં, ટોકિયોની દક્ષિણે અને યોકોહામાની ઉત્તરે આવેલું ઔદ્યોગિક કેન્દ્ર અને બંદર. ભૌગોલિક સ્થાન : 35o 32′ ઉ. અ. અને 139o 43′ પૂ. રે.. તેની પૂર્વમાં ટોકિયોનો અખાત આવેલો છે. સ્થાપના 1150. મૂળ માછીઓનું ગામ. ટોકુગાવા વંશના શાસન (1608-1868) દરમિયાન…

વધુ વાંચો >

કાવેરી

કાવેરી : દક્ષિણ ભારતની નદી. તે દક્ષિણની ગંગા તરીકે ઓળખાય છે. દક્ષિણ ભારતની મોટી નદીઓમાં ગોદાવરી અને કૃષ્ણા પછી તેનો ક્રમ આવે છે. તેની લંબાઈ 764 કિમી. તથા તેનું જલસ્રાવ ક્ષેત્ર 72,500 ચોકિમી. છે. કર્ણાટક રાજ્યના કૂર્ગ જિલ્લાના બ્રહ્મગિરિ ડુંગરની 1,425 મી. ઊંચાઈ પર તેનું ઉદગમસ્થાન છે, જે અરબી સમુદ્રથી…

વધુ વાંચો >

કાવેરી નદી (ગુજરાત)

કાવેરી નદી (ગુજરાત) : ગુજરાતમાં ભરૂચ અને વલસાડ જિલ્લામાં આવેલી બે નદીઓ. ભરૂચ જિલ્લામાં ઝઘડિયા તાલુકાના ધોલી ગામ પાસેથી નીકળી ઉછેટિયા પાસે નર્મદાને કાવેરી મળે છે. તે પશ્ચિમવાહિની છે અને તેના ઉપર ઉચેડિયા, નાના ઓજા, ગુમાનદેવ, કવલસાડી, ફૂલવાડી, મોતીપુરા, નિકોલી, રાજપોર, વાસણા, ભોજપોર, બોરીપીડા, કોટિયામલ, ઝરિયા, બાલેશ્વર અને મોટા અણધારા…

વધુ વાંચો >

કાવેરીપટનમ્

કાવેરીપટનમ્ : તામિલનાડુના તાંજાવુર જિલ્લામાં બંગાળની ખાડી ઉપર કાવેરી નદીની ઉત્તર શાખા પર આવેલું પ્રાચીન સમયનું બંદર અને ચૌલ વંશના શાસકોનું પાટનગર. ટોલેમીએ તેનો ખબેરીસ વિક્રયકેન્દ્ર (emporium) તરીકે ઉલ્લેખ કરેલો છે. ઈ. સ.ની શરૂઆતમાં તે ઘણું મોટું વેપારી કેન્દ્ર હતું. બંદર અને શહેર એમ તેના બે ભાગ હતા. વચ્ચેની ખુલ્લી…

વધુ વાંચો >

કાશ્મીર (જમ્મુ અને કાશ્મીર)

કાશ્મીર (જમ્મુ અને કાશ્મીર) સ્થાન અને સીમા : ‘પૃથ્વી ઉપરના સ્વર્ગ’ તરીકે ગણાતું આ રાજ્ય ભારતના ગણરાજ્યનું ઘટક છે. તે 32o 10’થી 37o 10′ ઉ. અ. અને 72o 30’થી 80o 30′ પૂ. રે. વચ્ચે આવેલું છે. તેનું કુલ ક્ષેત્રફળ 2,22,236 કિમી. છે તે પૈકી આશરે 78,114 કિમી. પાકિસ્તાન હસ્તક છે.…

વધુ વાંચો >

કાસારગોડ (Kasargod)

કાસારગોડ (Kasargod) : કેરળ રાજ્યના છેક ઉત્તર છેડે આવેલો જિલ્લો, તાલુકો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક-તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 12o 02’થી 12o 45′ ઉ. અ. અને 74o 52’થી 75o 26′ પૂ. રે. વચ્ચેનો 4,992 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર અને પૂર્વ તરફ કર્ણાટક રાજ્યના જિલ્લા,…

વધુ વાંચો >

કાસ્પિયન સમુદ્ર

કાસ્પિયન સમુદ્ર : દુનિયાનો સૌથી મોટો ભૂવેષ્ટિત સમુદ્ર. યુરોપ અને એશિયાની સીમા પર તે કાળા સમુદ્રથી પૂર્વમાં આવેલો છે. તે રશિયા, અઝરબૈઝાન, કઝાખસ્તાન અને તુર્કમેનિસ્તાન તથા ઈરાનના ભૂમિવિસ્તારોથી ઘેરાયેલો છે. કાસ્પિયન 37o થી 47o ઉ. અ. અને 48o થી 52o પૂ. રે. વચ્ચે પથરાયેલો છે. લંબાઈ ઉત્તર-દક્ષિણે 1210 કિમી. અને…

વધુ વાંચો >