ભૂગોળ

કાર્થેજ

કાર્થેજ : ઉત્તર આફ્રિકાનું ભૂમધ્ય સમુદ્રકિનારે ટ્યૂનિસ નજીક આવેલું પ્રાચીન ફિનિશિયન વાણિજ્યકેન્દ્ર અને બંદર. પશ્ચિમ એશિયાના ટાયર શહેરના ફિનિશિયન લોકોએ આ શહેરની ઈ. પૂ. 814 કે 813માં સ્થાપના કરી હતી એમ મનાય છે, પણ પુરાવશેષ ઉપરથી આ શહેર ઈ. પૂ. 750થી વધારે પ્રાચીન જણાતું નથી. પશ્ચિમ ભૂમધ્ય કિનારાના આફ્રિકાના દેશો…

વધુ વાંચો >

કાર્પેથિયન હારમાળા

કાર્પેથિયન હારમાળા : મધ્ય યુરોપના સ્લોવેકિયા, પોલૅન્ડ, યુક્રેન, મોલ્દોવા અને રુમાનિયામાંથી પસાર થતી અર્ધચન્દ્રાકાર હારમાળા. ભૌ. સ્થાન : તે 480 00’ ઉ. અ. અને 240 00’ પૂ.રે.ની આજુબાજુ વિસ્તરેલી છે, તેની લંબાઈ 1450 કિમી. જેટલી છે. તેની ઉત્તરે સ્લોવેકિયા અને પોલૅન્ડની સીમા પર મધ્ય ટાટ્રા હારમાળા આવેલી છે. કાર્પેથિયન પર્વતમાળામાંથી…

વધુ વાંચો >

કાર્પેન્ટરિયાનો અખાત

કાર્પેન્ટરિયાનો અખાત : ઑસ્ટ્રેલિયાની ઉત્તરે પૅસિફિક મહાસાગરનો ભાગ ગણાતી અરાફુરા સમુદ્રની છીછરી ચતુષ્કોણીય ખાડી. ભૌ. સ્થાન : 140 00’ દ. અ. અને 1390 00’ પૂ. રે.. તેનો કુલ વિસ્તાર 3,10,000 ચોકિમી. તથા તેની મહત્તમ ઊંડાઈ 70 મીટર છે. પૂર્વથી પશ્ચિમ તરફ તે આશરે 600 કિમી. લાંબી તથા ઉત્તરથી દક્ષિણ તરફ…

વધુ વાંચો >

કાર્લ રીટર

કાર્લ રીટર (જ. 7 ઑગસ્ટ 1779, ક્વેડિંગબર્ગ, જર્મની; અ. 28 સપ્ટેમ્બર 1859, બર્લિન, જર્મની) : વિખ્યાત જર્મન ભૂગોળવેત્તા તથા આધુનિક ભૂગોળવિજ્ઞાનના અગ્રેસર. શરૂઆતનું શિક્ષણ ગોથા પાસેના શુએફેન્થાલ ખાતે. ત્યાં તેમના પર જર્મન દાર્શનિક જોહાન ગૉટફ્રીડ વૉન હર્ડર, ફ્રેંચ દાર્શનિક રૂસો તથા સ્વિટ્ઝર્લૅન્ડના જાણીતા શિક્ષણવિદ્ જોહાન હેન્રિચ પેસ્ટાલોઝીની વિચારસરણીનો પ્રભાવ પડ્યો.…

વધુ વાંચો >

કાલગુર્લી

કાલગુર્લી : પશ્ચિમ ઑસ્ટ્રેલિયામાં નૈર્ઋત્ય ભાગમાં આવેલું શહેર. સોનાની સમૃદ્ધ ખાણો માટે આ શહેર વિશ્વભરમાં જાણીતું બનેલું છે. ભૌગોલિક સ્થાન : 30o 45′ દ. અ. અને 121o 28′ પૂ.રે.. ઑસ્ટ્રેલિયાના પશ્ચિમ કાંઠે આવેલા પર્થ શહેરથી આશરે 600 કિમી.ના અંતરે તે આવેલું છે. અહીંનો આખોય પ્રદેશ વેરાન અને શુષ્ક છે. તે…

વધુ વાંચો >

કાલવૈશાખી (લૂ)

કાલવૈશાખી (લૂ) : ગરમ અને સૂકા પવનો. ભારતમાં 15 માર્ચથી 15 જૂન સુધી ઉનાળાની ગરમ ઋતુ પ્રવર્તે છે. કર્કવૃત્ત ભારતના મધ્યભાગમાંથી પસાર થાય છે. આ સમયગાળા દરમિયાન દક્ષિણ ભારત પર સૂર્યનાં સીધાં કિરણો પડતાં હોવાથી ગરમીનું પ્રમાણ વધતું જાય છે. આ કારણે ભારતમાં હલકા દબાણનાં કેન્દ્રો ઉદભવે છે. વિશેષે કરીને…

વધુ વાંચો >

કાલાબુરાગી

કાલાબુરાગી : જુઓ ગુલબર્ગ

વધુ વાંચો >

કાલાવડ

કાલાવડ : સૌરાષ્ટ્રના જામનગર જિલ્લાના દસ પૈકીનો એક તાલુકો અને તે જ નામનું તાલુકામથક. તાલુકાનું ક્ષેત્રફળ 12,445 ચોકિમી. કાલાવડ 22o 10′ ઉ. અ. અને 70o 20′ પૂ. રે. ઉપર આવેલું છે. તાલુકામાં એક શહેર અને 106 ગામ આવેલાં છે. તાલુકાની ઉત્તરે જામનગર અને ધ્રોળ તાલુકા, પૂર્વે અને દક્ષિણે રાજકોટ જિલ્લો…

વધુ વાંચો >

કાલાહંડી

કાલાહંડી : ઓડિસા રાજ્યમાં સંબલપુર અને નવાપરાના કેટલાક ભૂમિભાગોને જોડીને રચવામાં આવેલો જિલ્લો. આ રાજ્યની અગત્યની નદી ગોદાવરી અને ટેલ નદીની શાખા મહાનદીને કારણે આ પ્રદેશમાં કાંપનું ફળદ્રૂપ મેદાન બનેલું છે. સાથે સાથે આ જિલ્લામાં ભવાનીપટણા અને જૂનાગઢ જિલ્લાનો ફળદ્રૂપ મેદાની પ્રદેશ ઉમેરાયેલો હોવાથી અહીં ડાંગર, તમાકુ, ઘઉં અને તેલીબિયાંની…

વધુ વાંચો >

કાલિનીનગ્રાડ

કાલિનીનગ્રાડ : રશિયાનું એ જ નામના જિલ્લાનું રાજકીય અને વહીવટી મથક અને બંદર. તેનું જૂનું નામ કોનીસબર્ગ છે. ભૌગોલિક સ્થાન : 54o 43’ ઉ. અ. અને 20o 30’ પૂ. રે.. તે પ્રેગલ નદીને કાંઠે તેમજ વિસ્તુલા ખાડીસરોવરના મૂળ પર વસેલું છે. 1945ના પોસ્ટડામ કરાર અન્વયે બીજા વિશ્વયુદ્ધ પછી પૂર્વ પ્રશિયાના…

વધુ વાંચો >