ભૂગોળ
અમૃતસર (જિલ્લો)
અમૃતસર (જિલ્લો) : પંજાબ રાજ્યના વાયવ્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 310 04´થી 320 04´ ઉ. અ. અને 740 30´થી 750 25´ પૂ. રે. વચ્ચેનો 5,087 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે તથા પાકિસ્તાન સાથે 240 કિમી. લંબાઈની આંતરરાષ્ટ્રીય સરહદ બનાવે છે.…
વધુ વાંચો >અમૃતસર (શહેર)
અમૃતસર (શહેર) : પંજાબ રાજ્યનું મોટામાં મોટું શહેર, જિલ્લામથક તથા તાલુકામથક. ભૌગોલિક સ્થાન : 310 40´ ઉ. અ. અને 740 53´ પૂ. રે. તે પાકિસ્તાન સરહદથી માત્ર 50 કિમી. દૂર લાહોર-દિલ્હી મુખ્ય માર્ગ પર આવેલું છે. આ શહેરની સ્થાપના શીખ ધર્મના ચોથા ગુરુ રામદાસે, તેમનાં ધર્મપત્ની બીબી ભાનીને અકબરે ભેટ…
વધુ વાંચો >અમેરિકા
અમેરિકા પશ્ચિમ ગોળાર્ધનો વિશાળ ભૂમિસમૂહ. તે ઉત્તર અમેરિકા, મધ્ય અમેરિકા અને દક્ષિણ અમેરિકાથી બનેલો છે. ભૌગોલિક સ્થાન : 750 ઉ. અ.થી 550 દ. અ. તે ઉત્તરે આર્કિટક સમુદ્રથી દક્ષિણે ઍન્ટાર્કિટકા ખંડ સુધી વિસ્તરેલો છે. (કુલ વિસ્તાર : 4,20,00,000 ચોકિમી.) અમેરિકી ભૂમિસમૂહ પૃથ્વીના પટ પર ઉત્તરદક્ષિણ લાંબામાં લાંબો ભૂમિભાગ રચે છે.…
વધુ વાંચો >અયોધ્યા (જિલ્લો)
અયોધ્યા (જિલ્લો) : ઉત્તરપ્રદેશ રાજ્યના 75 જિલ્લાઓમાંનો એક જે અગાઉ ફૈઝાબાદ જિલ્લા તરીકે ઓળખાતો હતો. ભૌગોલિક સ્થાન – આબોહવા : તે 24 94´ ઉ. અ. અને 82 12´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ જિલ્લો સમુદ્રસપાટીથી 95 મીટર જેટલી ઊંચાઈએ આવેલો છે. જેની ઉત્તરે ગોન્ડા અને બસ્તી, દક્ષિણે અમેઠી અને સુલતાનપુર, પૂર્વમાં આંબેડકર…
વધુ વાંચો >અરબસ્તાન
અરબસ્તાન : જુઓ, અરબી દ્વીપકલ્પ.
વધુ વાંચો >અરબી દ્વીપકલ્પ
અરબી દ્વીપકલ્પ એશિયા ખંડના નૈર્ઋત્ય છેડે આવેલો વિશાળ દ્વીપકલ્પ. ભૌગોલિક સ્થાન : તે આશરે 12° 03´ ઉ. અ.થી 32° 01´ ઉ. અ. અને 37° 00´ પૂ. રે.થી 60° 00´ પૂ. રે. વચ્ચેનો આશરે 2.60 લાખ ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની મહત્તમ લંબાઈ આશરે 1,900 કિમી. અને મહત્તમ પહોળાઈ…
વધુ વાંચો >અરબી સમુદ્ર
અરબી સમુદ્ર : હિન્દ મહાસાગરના વાયવ્ય ભાગમાં આવેલો સમુદ્ર. આ સમુદ્ર હિન્દ મહાસાગરનો જ એક ભાગ ગણાય છે. તેની સીમા પર ભારત, પાકિસ્તાન, ઈરાન, ઓમાન, યેમેન અને સોમાલિયા દેશો આવેલા છે. તેમાં આવેલા મુખ્ય ટાપુઓમાં લક્ષદ્વીપ (ભારત), કિરિયા-મુરિયા (ઓમાન) અને સોકોત્રા(યેમેન)નો સમાવેશ થાય છે. ઓમાનના અખાત અને અરબસ્તાનના અખાતને સાંકળતી…
વધુ વાંચો >અરલ સમુદ્ર
અરલ સમુદ્ર : મધ્ય એશિયામાં દરિયાઈ સપાટીથી 53 મીટરની ઊંચાઈએ આવેલો સમુદ્ર. તેનું ભૌગોલિક સ્થાન 45o ઉ.અ. અને 60o પૂ.રે. છે. અરલ સમુદ્રનો અર્થ “ટાપુઓનો સમુદ્ર” થાય છે. આ સમુદ્રમાં આશરે 1100 ટાપુઓ આવેલાં છે. તે ઉઝબેકિસ્તાન અને કઝાખસ્તાનની સરહદોની લગભગ વચ્ચે છે. વિશ્વમાં તે ભૂમિબંદિસ્ત જળવિસ્તારોમાં ચોથા ક્રમે સૌથી…
વધુ વાંચો >અરવલ્લી
અરવલ્લી (જિલ્લો) : ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં સાબરકાંઠા જિલ્લામાંથી વિભાજન કરાયેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન અને આબોહવા : આ જિલ્લો 24 0´ ઉ. અ. અને 73 પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. તેનો વિસ્તાર 3,308 ચો.કિમી. છે. અરવલ્લી હારમાળાની ટેકરીઓ જે ગુજરાત અને રાજસ્થાનમાં વિસ્તરેલી છે. આ હારમાળા ઉપરથી આ જિલ્લાનું નામ ‘અરવલ્લી’ રાખવામાં…
વધુ વાંચો >અરાહ
અરાહ : ભારતમાં બિહારના ભોજપુર જિલ્લાનું વડું મથક. વસ્તી : 1,56,871 (1991). રેલવે અને માર્ગવાહનવ્યવહારથી તે રાજ્યનાં અન્ય શહેરો સાથે જોડાયેલું છે. ખેતપેદાશો અને ખાસ કરીને તેલીબિયાંના વ્યાપારનું મોટું કેન્દ્ર છે. 1857ના અંગ્રેજો સામેના બળવાનું અરાહ એક મહત્વનું કેન્દ્ર બન્યું હતું. કુંવરસિંહ સામેની લડાઈમાં અંગ્રેજોએ ‘લિટલ હાઉસ’ નામક મકાનને બચાવ્યું…
વધુ વાંચો >