ભૂગોળ

સંખેડા

સંખેડા : ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : 22° 10´ ઉ. અ. અને 73° 35´ પૂ. રે.. સંખેડા વડોદરાથી આશરે 47 કિમી. અને ડભોઈથી આશરે 20 કિમી. દૂર આવેલું છે. આ તાલુકાની ઉત્તર તરફ પંચમહાલ જિલ્લાની સીમા, પૂર્વ તરફ છોટાઉદેપુર અને નસવાડી,…

વધુ વાંચો >

સંગરુર

સંગરુર : પંજાબ રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 29° 44´થી 30° 42´ ઉ. અ. અને 75° 18´થી 76° 13´ પૂ. રે. વચ્ચેનો 5,021 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે લુધિયાણા જિલ્લો, પૂર્વમાં પતિયાળા જિલ્લો, દક્ષિણે હરિયાણા રાજ્યની સીમા,…

વધુ વાંચો >

સંગારેડ્ડી

સંગારેડ્ડી : આંધ્રપ્રદેશના મેડક જિલ્લાનું વડું વહીવટી મથક. તે સંગારેડ્ડીપેટ તરીકે પણ ઓળખાય છે. ભૌગોલિક સ્થાન : તે 17° 38´ ઉ. અ. અને 78° 07´ પૂ. રે. પર જિલ્લાના દક્ષિણ ભાગમાં દખ્ખણના ઉચ્ચપ્રદેશ ખાતે મંજીરા નદીકાંઠે વસેલું છે. આ નગરનું અર્થતંત્ર મુખ્યત્વે કૃષિપેદાશો પર આધારિત છે. અહીંના આજુબાજુના વિસ્તારમાં ડાંગર,…

વધુ વાંચો >

સંચય-ખડક (Reservoir rock)

સંચય–ખડક (Reservoir rock) : જળ કે ખનિજતેલ જેવાં પ્રવાહીઓ અથવા કુદરતી વાયુનો સંચય કરી શકે તેમજ જાળવી શકે એવા ખડકો. આવા સંચય-ખડકો સામાન્ય રીતે સ્તરોની સ્થાનિક વિરૂપતાને કારણે અથવા સછિદ્રતામાં ફેરફારો થવાને કારણે અથવા અંતર્ભેદકોના અવરોધને કારણે તૈયાર થતા હોય છે. લક્ષણો : પર્યાપ્ત સછિદ્રતાવાળા અને પારગમ્યતાવાળા ખડકો જ સંચય-ખડકો…

વધુ વાંચો >

સંતરામપુર

સંતરામપુર : ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : 23° 12´ ઉ. અ. અને 73° 54´ પૂ. રે.. તે પંચમહાલના ઉચ્ચપ્રદેશની નીચી ટેકરીઓ વચ્ચે સમુદ્રસપાટીથી આશરે 134 મીટરની ઊંચાઈએ ચિબોત નદીતટે આવેલું છે. આ તાલુકાની ઉત્તરે રાજસ્થાનની સીમા, પૂર્વ અને અગ્નિ તરફ ઝાલોદ…

વધુ વાંચો >

સંથાલ પરગણાં

સંથાલ પરગણાં : બ્રિટિશ શાસનકાળ દરમિયાન અસ્તિત્વ ધરાવતો તત્કાલીન બિહાર રાજ્યનો જિલ્લો; ભૌગોલિક સ્થાન : 24° 30´ ઉ. અ. અને 87° 21´ પૂ. રે.ની આજુબાજુનો 14,200 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લેતો હતો. આ પ્રદેશ ગંગા નદીના દક્ષિણ ભાગમાં કાંપના મેદાની ભાગથી બનેલો છે. તેની પૂર્વમાં જંગલઆચ્છાદિત રાજમહાલ ટેકરીઓ આવેલી છે,…

વધુ વાંચો >

સંપાતબિંદુ (Equinox)

સંપાતબિંદુ (Equinox) : ક્રાંતિવૃત્ત અથવા અયનવૃત્ત (Ecliptic) અને ખગોલીય (આકાશી) વિષુવવૃત્ત જ્યાં છેદે તે બિંદુ. પૃથ્વી પોતાની ધરી પર 23 ક. – 56 મી.ના સમયગાળે એક ભ્રમણ કરે છે, અને સાથેસાથે સૂર્ય ફરતાં, લગભગ વર્તુળાકાર કક્ષામાં 365.25 દિવસના સમયગાળે કક્ષાભ્રમણ કરે છે; પરંતુ તેની ધરી ફરતાં ભ્રમણની અક્ષ કક્ષાભ્રમણના સમતલને…

વધુ વાંચો >

સંબલપુર

સંબલપુર : ઓરિસા રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 22° 00 ઉ. અ. અને 84° 20´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 6,702 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે સુંદરગઢ જિલ્લો, પૂર્વમાં સુંદરગઢ, દેવગઢ અને અંગૂલ જિલ્લા, દક્ષિણે અંગૂલ અને સોનેપુર જિલ્લા તથા…

વધુ વાંચો >

સંભલ (Sambhal) જિલ્લો

સંભલ (Sambhal) જિલ્લો : ઉત્તરપ્રદેશ રાજ્યના મોરાદાબાદ વિભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 28 59´ ઉ. અ. અને 78 57´ પૂ. રે. પર આવેલ છે. આ જિલ્લાની ઉત્તરે અમરોહા જિલ્લો, પૂર્વે બીજનોર અને જ્યોતિફૂલે નગર જિલ્લો, દક્ષિણે ગાઝિયાબાદ જિલ્લો અને ગૌતમબુદ્ધનગર જિલ્લો તેમજ પશ્ચિમે બાઘપત જિલ્લો સીમા રૂપે આવેલા છે. આ જિલ્લો…

વધુ વાંચો >

સાઇપાન

સાઇપાન : ઉત્તર મરિયાના ટાપુઓના યુ. એસ. કૉમનવેલ્થના ભાગરૂપ ટાપુ. 1962થી પશ્ચિમ પૅસિફિક મહાસાગરમાં યુ. એસ. ટ્રસ્ટ ટેરિટરી ઑવ્ ધ પૅસિફિક આઇલૅન્ડ્ઝનું મુખ્ય મથક. ભૌગોલિક સ્થાન : તે 15° 12´ ઉ. અ. અને 145° 45´ પૂ. રે. આજુબાજુનો 122 ચોકિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. પહાડી ભૂપૃષ્ઠ ધરાવતા આ ટાપુની લંબાઈ…

વધુ વાંચો >