ભૂગોળ
ઈરોડ
ઈરોડ : દક્ષિણ ભારતના તમિળનાડુ રાજ્યના પેરિયાર જિલ્લાનું મથક. ભૌગોલિક સ્થાન : 11o 27´ ઉ. અ., 77o 44´ પૂ. રે.. તે કાવેરી નદી પર વસેલું છે. વિસ્તાર : 8209 ચોકિમી.. વસ્તી : આશરે 22,59,608 (2011). આ સ્થળનું નામ પ્રસિદ્ધ કોલા મંદિર (907-1279) સાથે ઐતિહાસિક રીતે સંકળાયેલું છે. ત્યાંનાં મંદિરોના શિલાલેખો…
વધુ વાંચો >ઈલોરા
ઈલોરા (ઈ. સ. પાંચમી-છઠ્ઠીથી નવમી-દશમી સદી) : મહારાષ્ટ્ર રાજ્યમાં ઔરંગાબાદ જિલ્લામાંનું ભારતનાં પ્રાચીન શિલ્પસ્થાપત્ય માટે જગવિખ્યાત બનેલું પ્રવાસધામ. ઔરંગાબાદથી 29 કિમી. ઇશાન ખૂણે આવેલા આ સ્થળનું મૂળ નામ વેરુળ છે. ખડકોને કંડારીને કરેલી સ્થાપત્યરચના શૈલસ્થાપત્ય કે ગુફાસ્થાપત્ય તરીકે ઓળખાય છે. ગુપ્તકાળમાં પશ્ચિમ ઘાટના પહાડો પર કોતરાયેલાં શિલાસર્જનો ધરાવતી હિંદુ, બૌદ્ધ…
વધુ વાંચો >ઈસેન
ઈસેન : જર્મનીમાં પશ્ચિમે રહાઇન-હર્ને નહેર અને રુહર નદીની વચ્ચે બૉનથી 80 કિમી. ઉત્તરે આવેલું શહેર. તે 51o 28′ ઉ. અ. અને 7o 01′ પૂ. રે. પર આવેલું છે. નવમી સદીમાં ત્યાં શાળા સ્થપાઈ ત્યારપછી તેનો વિકાસ થતો ગયો. શહેરની આસપાસ લોખંડ અને કોલસાની અનામતો મોટા પ્રમાણમાં આવેલી છે. ઓગણીસમી…
વધુ વાંચો >ઈસ્ટર ટાપુ
ઈસ્ટર ટાપુ : પૅસિફિક મહાસાગરના અગ્નિ ખૂણે આવેલો નવાશ્મયુગીન અવશેષો ધરાવતો પુરાતત્વની ર્દષ્ટિએ મહત્વનો ટાપુ. તે રાપાનુઈ તથા સ્પૅનિશ પાસ્કા નામથી પણ ઓળખાય છે. 18 કિમી. લંબાઈ તથા 24 કિમી. પહોળાઈ ધરાવતો અને લાવાનો બનેલો આ ત્રિકોણાકાર ટાપુ ચિલીની પશ્ચિમે 3,700 કિમી. અંતરે આવેલો છે. તે ત્રણ નિષ્ક્રિય જ્વાળામુખીઓ તથા…
વધુ વાંચો >ઈસ્ટોનિયા
ઈસ્ટોનિયા (Estonia) : બાલ્ટિક સમુદ્રની પૂર્વ તરફ આવેલો ઉત્તર યુરોપીય દેશ. તે 57o 30’થી 59o 40′ ઉ. અ. અને 22o 00’થી 28o 00′ પૂ. રે. વચ્ચેનો આશરે 45,100 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ફિનલૅન્ડનો અખાત, પૂર્વે પાઇપસ સરોવર, ઈશાનમાં રશિયા, દક્ષિણે લૅટવિયા, નૈર્ઋત્યમાં રીગા સરોવર તથા પશ્ચિમે…
વધુ વાંચો >ઉકાઈ બંધ
ઉકાઈ બંધ : સૂરત જિલ્લાના સોનગઢ તાલુકામાં ઉકાઈ ગામ નજીક તાપી નદી પર આવેલો ગુજરાતના મોટા બંધો પૈકીનો બહુહેતુક બંધ. ભૌગોલિક સ્થાન : 21o 15′ ઉ. અ. અને 73o 36′ પૂ. રે.. તે તાપી નદી પરના કાકરાપાર આડબંધના સ્થળેથી પૂર્વ તરફ ઉપરવાસમાં 110 કિમી. અંતરે આવેલો છે. ભૂસ્તરીય રચનાઓ અને…
વધુ વાંચો >ઉગ્ર વળાંક (syntaxis)
ઉગ્ર વળાંક (syntaxis) : પર્વતમાળાઓનું કોઈ એક સ્થળે કેન્દ્રીકરણ થવું તે. કોઈ એક ઉપસ્થિતિવાળી પર્વતમાળા એકાએક વળાંક લઈ અન્ય ઉપસ્થિતિનું વલણ ધરાવે એવા લઘુકોણીય રચનાત્મક વળાંકને ઉગ્ર વળાંક કહી શકાય. હિમાલયમાં આ પ્રકારના ઉગ્ર વળાંક તેના વાયવ્ય અને ઈશાનમાં વિશિષ્ટપણે તૈયાર થયેલા જોવા મળે છે. હિમાલય ગિરિમાળાની ઉપસ્થિતિ (trend-line) સામાન્યપણે…
વધુ વાંચો >ઉચ્ચપ્રદેશ (Plateau)
ઉચ્ચપ્રદેશ (Plateau) : ભૂ-સપાટી પરનું બીજી શ્રેણીનું વિશિષ્ટ ભૂમિસ્વરૂપ. તેની ઓછામાં ઓછી એક બાજુનો ઢોળાવ આસપાસની ભૂ-સપાટીથી અથવા સમુદ્રસપાટીથી વધારે ઊંચો અને સીધો હોય છે અને એનો ઉપરનો મથાળાનો ભાગ મેજ આકારે સપાટ હોય છે. આ ઉચ્ચપ્રદેશો પૃથ્વીનાં આંતરિક બળોને કારણે ભૂમિભાગો ઉંચકાવાથી અથવા આસપાસના ભૂમિભાગો નીચે બેસવાથી અથવા જ્વાળામુખીય…
વધુ વાંચો >ઉચ્ચ સપાટ પ્રદેશ (plateau)
ઉચ્ચ સપાટ પ્રદેશ (plateau) : આજુબાજુના ભૂમિવિસ્તારની અપેક્ષાએ વધુ ઊંચાઈવાળા, વધુ પહોળાઈવાળા તેમજ સપાટ શિરોભાગવાળા ભૂમિઆકારનો એક પ્રકાર. ઉચ્ચ સપાટ પ્રદેશ તેના શિરોભાગમાં સમતલ તેમજ મેજઆકારના હોય છે અને તે સમુદ્રસપાટીથી 165 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતા હોય છે. ઉચ્ચ સપાટ પ્રદેશનો ઢોળાવ આજુબાજુના વિસ્તારની સરખામણીમાં વધુ હોય છે.…
વધુ વાંચો >ઉજ્જૈન
ઉજ્જૈન : મધ્યપ્રદેશ રાજ્યનો જિલ્લો અને પ્રાચીન ઐતિહાસિક શહેર. ભૌગોલિક સ્થાન : આ જિલ્લો 23o 11′ ઉ. અ. અને 75o 46′ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. તેની ઉત્તરે રતલામ અને શાજાપુર (Shajapur), અગ્નિદિશાએ દેવાસ, દક્ષિણે ઇંદોર અને નૈર્ઋત્યે ધાર જિલ્લો આવેલો છે. આ જિલ્લો માળવાના ઉચ્ચપ્રદેશમાં આવેલો હોવાથી તે અસમતળ…
વધુ વાંચો >