ભૂગોળ
યુનાઇટેડ આરબ અમીરાત
યુનાઇટેડ આરબ અમીરાત : પશ્ચિમ એશિયામાં આવેલ સાત રાજ્યોનું સમવાયતંત્ર. યુનાઇટેડ આરબ અમીરાત એ અબુ ધાબી, દુબઈ, અશ શરીકાહ, અજમન, ઉમ્મ-અલ-કાયવાન, રાસ-અલ-ખયમાહ અને અલ ફુજ્યરાહ નામનાં સાત નાનાં રાજ્યોનું બનેલું સમવાયતંત્ર છે તથા અરબી સમુદ્રમાં ઈરાની અખાતના દક્ષિણ છેડે પશ્ચિમથી પૂર્વ તરફ પથરાયેલું છે. દરેક રાજ્યનું પાટનગર પણ એ જ…
વધુ વાંચો >યુનાન
યુનાન : ચીનના નૈર્ઋત્ય ભાગમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 21°થી 29° ઉ. અ. અને 97°થી 106° પૂ. રે. વચ્ચેનો 4,36,200 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. વિસ્તારની ર્દષ્ટિએ ચીનનાં રાજ્યોમાં તે ચોથા ક્રમે આવે છે. નૈર્ઋત્યમાં તે પર્વતો અને ઉચ્ચપ્રદેશોથી ઘેરાયેલું છે. તેની વાયવ્યે તિબેટ, ઉત્તરે ઝેચિયાંગ, પૂર્વે…
વધુ વાંચો >યુફ્રેટીસ (નદી)
યુફ્રેટીસ (નદી) : નૈર્ઋત્ય એશિયાની સૌથી લાંબી નદી. તેની લંબાઈ 2,736 કિમી. જેટલી છે. ઐતિહાસિક ર્દષ્ટિએ મહત્વની ગણાતી ટાઇગ્રિસ-યુફ્રેટીસ નદીરચનાનો તે એક ભાગ છે. તે ટર્કીના છેક પૂર્વ છેડાના પહાડી પ્રદેશમાંથી નીકળે છે અને ટર્કી, સીરિયા અને ઇરાકમાં થઈને વહે છે. તેનો વહનપથ પશ્ચિમ તરફનો છે, સિરિયામાં અને ઇરાકમાં તે…
વધુ વાંચો >યુરોપ
યુરોપ ઑસ્ટ્રેલિયાને બાદ કરતાં દુનિયાના બાકીના ખંડો પૈકીનો નાનામાં નાનો ખંડ. સ્થાન–સીમા–વિસ્તાર : આ ખંડ ઘણા નાના નાના દ્વીપકલ્પોથી બનેલો એક મહાદ્વીપકલ્પ છે. તેનું ‘યુરોપ’ નામ સેમિટિક ભાષાના શબ્દ ‘Erib’ (અર્થ = પશ્ચિમનો અથવા સૂર્યાસ્તનો પ્રદેશ) પરથી ઊતરી આવેલું છે. તે આશરે 35° 30´થી 71° 00´ ઉ. અ. અને 22°…
વધુ વાંચો >‘યૂ’ આકાર સરોવર (ox-bow lake)
‘યૂ’ આકાર સરોવર (ox-bow lake) : અંગ્રેજી મૂળાક્ષર U જેવા ચાપ આકારનું, ઘોડાના પગની ખરી નીચે લગાડવામાં આવતી નાળને આબેહૂબ મળતું આવતું સરોવર. નદી જ્યારે તેની પુખ્ત (યુવા) અવસ્થાના ખીણપ્રદેશમાંથી પ્રૌઢ અવસ્થાના ખીણપ્રદેશમાં વહેતી વહેતી આગળ વધે છે ત્યારે ઘટી ગયેલા વહનવેગને કારણે નિક્ષેપ-જમાવટનું પ્રમાણ વધે છે. ખીણ-વિસ્તાર સપાટ બનતો…
વધુ વાંચો >યેનિસે (Yenisei) (નદી)
યેનિસે (Yenisei) (નદી) : સાઇબીરિયામાં આવેલી નદી. ભૌગોલિક સ્થાન : 71° 50´ ઉ. અ. અને 82° 40´ પૂ. રે. તે જેનિસે (Jenisei) નામથી પણ ઓળખાય છે. આ નદી દક્ષિણ સાઇબીરિયાના સાયન પર્વતોમાંથી નીકળી ઉત્તર તરફ 4,093 કિમી.ના અંતર સુધી વહે છે અને આર્ક્ટિક મહાસાગરને મળે છે. જ્યાં તે મહાસાગરને મળે…
વધુ વાંચો >યેમેન
યેમેન : અરબી દ્વીપકલ્પના દક્ષિણ ભાગમાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : તે આશરે 12° 30´ થી 18° 00´ ઉ. અ. અને 42° 30´થી 52° 30´ પૂ. રે.ની વચ્ચેનો 5,28,038 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે સાઉદી અરેબિયા અને પૂર્વ તરફ ઓમાન આવેલાં છે, જ્યારે દક્ષિણે એડનનો અખાત અને…
વધુ વાંચો >યોકોહામા
યોકોહામા : જાપાનનું બંદર તથા વેપાર-ઉદ્યોગનું મુખ્ય મથક. ભૌગોલિક સ્થાન : 35° 27´ ઉ. અ. અને 139° 39´ પૂ. રે. તે હૉન્શુ ટાપુ પર, ટોકિયોની દક્ષિણે આશરે 32 કિમી.ના અંતરે આવેલું છે. યોકોહામા જાપાનના કાનાગાવા પ્રીફ્રૅક્ચર(રાજકીય એકમ)નું પાટનગર છે તથા ટોકિયો પછીના બીજા ક્રમે આવતું મોટું શહેર છે. વસ્તી :…
વધુ વાંચો >યોસેમિટે (યોસેમાઇટ) :
યોસેમિટે (યોસેમાઇટ) : યુ.એસ.ના કૅલિફૉર્નિયા રાજ્યના મધ્ય-પૂર્વ ભાગમાં આવેલો વેરાન પ્રદેશ. ભૌગોલિક સ્થાન : 37o 51´ ઉ. અ. અને 119o 33´ પ. રે. વગડા જેવો આ પ્રદેશ સાન ફ્રાન્સિસ્કોથી પૂર્વમાં આશરે 320 કિમી. અંતરે સિયેરા નેવાડા પર્વતોમાં આવેલો છે. આ વિસ્તારમાં આશરે 1,100 જેટલી તો પગદંડીઓ પડેલી છે. તે પૈકીની…
વધુ વાંચો >રક્સોલ
રક્સોલ : ભારત-નેપાળ સરહદે આવેલું બિહાર રાજ્યના પૂર્વ ચંપારણ્ય જિલ્લાનું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : આશરે 27o ઉ. અ. અને 84o 50´ પૂ. રે. તેની ઉત્તરમાં અને પૂર્વમાં નેપાળ, દક્ષિણમાં જિલ્લાનો વિસ્તાર તથા પશ્ચિમે પશ્ચિમ ચંપારણ્ય જિલ્લો આવેલા છે. એક સમયે આ વિસ્તાર ચંપાનાં વૃક્ષોથી છવાયેલો રહેતો હતો, પરંતુ વર્તમાન સમયમાં…
વધુ વાંચો >