ભૂગોળ
મૉંગોલિયા
મૉંગોલિયા (Mon-go-li-a) : મધ્ય એશિયામાં આવેલો પ્રજાસત્તાક દેશ. તે 42°થી 53° ઉ. અ. અને 87° થી 120° પૂ. રે. વચ્ચેનો આશરે 15,65,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ 2,392 કિમી. અને ઉત્તર-દક્ષિણ મહત્તમ પહોળાઈ 1,255 કિમી. છે. તેની ઉત્તરે રશિયાઈ સીમા તથા પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ તરફ…
વધુ વાંચો >મોંઘીર
મોંઘીર : જુઓ, મુંગેર
વધુ વાંચો >મૉં બ્લાં
મૉં બ્લાં (Mont Blanc) : આલ્પ્સ પર્વતમાળાનો ઊંચામાં ઊંચો પર્વત. યુરોપનાં પ્રસિદ્ધ શિખરો પૈકીનું એક. ભૌગોલિક સ્થાન : 45° 50´ ઉ. અ. અને 6° 53´ પૂ. રે. પર તે ફ્રાંસ, ઇટાલી અને સ્વિટ્ઝર્લૅન્ડની સરહદ પર આવેલો છે. અહીંના તેના ઊંચામાં ઊંચા સ્થાનને કારણે ઘણી વાર તેને પર્વતોના સમ્રાટ તરીકે પણ…
વધુ વાંચો >મ્યાનમાર
મ્યાનમાર : અગ્નિ એશિયામાં આવેલો ભારતનો પડોશી દેશ. અગાઉ તે બ્રહ્મદેશ (બર્મા) તરીકે ઓળખાતો હતો. ભૌગોલિક સ્થાન : તે આશરે 10° 00´થી 28° 30´ ઉ. અ. અને 92° 00´થી 101° 00´ પૂ. રે. વચ્ચેનો 6,76,553 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેનો આકાર પતંગને મળતો આવે છે. તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ…
વધુ વાંચો >મ્યૂનિક
મ્યૂનિક (Munich or Munchen) : બર્લિન અને હૅમ્બર્ગ પછીના (ત્રીજા) ક્રમે આવતું જર્મનીનું મોટું શહેર અને ઔદ્યોગિક મથક. ભૌગોલિક સ્થાન : 48° 08´ ઉ. અ. અને 11° 34´ પૂ. રે.. તે જર્મનીના અગ્નિ ભાગમાં બવેરિયાના મેદાની વિસ્તારમાં ઈસર નદી પર આવેલું છે. બવેરિયાનું તે વડું વહીવટી મથક (પાટનગર) છે. તેનું…
વધુ વાંચો >યથાપૂર્વ જળપરિવાહ (anticedent drainage)
યથાપૂર્વ જળપરિવાહ (anticedent drainage) : ગિરિનિર્માણ-ભૂસંચલન થયા અગાઉ જે તે પ્રદેશમાં અસ્તિત્વ ધરાવતી નદીનો જળપરિવાહ ભૂમિ-ઉત્થાન થઈ ગયા પછી પણ લગભગ ત્યાં જ યથાવત્ જળવાઈ રહેવાની સ્થિતિ. ભૂસંચલન દરમિયાન અસરગ્રાહ્ય ભૂમિભાગોનું ક્રમશ: ઉત્થાન થતું જાય અને છેવટે ગિરિનિર્માણમાં પરિણમે એ પ્રસ્થાપિત થઈ ચૂકેલી ભૂસ્તરીય ઘટના ગણાય છે. આવા ભૂમિભાગોમાં વહેતી…
વધુ વાંચો >યમુના (નદી)
યમુના (નદી) : ઉત્તરપ્રદેશ રાજ્યમાં આવેલી ઉત્તર ભારતની અગત્યની પ્રસિદ્ધ નદી. તે ‘જમુના’ નામથી પણ ઓળખાય છે. આ નદી હિમાલયના જમનોત્રી સ્થળેથી નીકળે છે. ત્યાંથી હિમાલયની તળેટીમાં તે દક્ષિણ તરફ વહે છે. તે ઉત્તરપ્રદેશ અને હરિયાણા રાજ્યોની સીમા રચે છે અને ઉત્તર ભારતનાં મેદાનોમાં પ્રવેશે છે. આ વિસ્તારમાં તેનાં જળ…
વધુ વાંચો >યમુનાનગર
યમુનાનગર : હરિયાણા રાજ્યના ઈશાન ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 30° 15´ ઉ. અ. અને 77° 15´ પૂ. રે.ની આજુબાજુનો 1,756 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે હિમાચલ પ્રદેશ રાજ્ય, પૂર્વ અને અગ્નિ તરફ ઉત્તરાંચલ રાજ્ય, નૈર્ઋત્યમાં કર્નલ અને કુરુક્ષેત્ર…
વધુ વાંચો >યલોસ્ટોન નૅશનલ પાર્ક
યલોસ્ટોન નૅશનલ પાર્ક : યુ.એસ.ના વ્યોમિંગ રાજ્યમાં આવેલો દુનિયાનો જૂનામાં જૂનો નૅશનલ પાર્ક. ભૌગોલિક સ્થાન : 44° 30´ ઉ. અ. અને 110° 00´ પ. રે. આ રાષ્ટ્રીય ઉદ્યાન ઘણી બધી કુદરતી અજાયબીઓ માટે વિશ્વભરમાં પ્રસિદ્ધિ પામેલો છે. અહીં દુનિયાના કોઈ પણ અન્ય પ્રદેશમાં જોવા મળતા હોય તે કરતાં ઘણી સંખ્યામાં…
વધુ વાંચો >યવતમાળ
યવતમાળ : મહારાષ્ટ્રના પૂર્વભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 19° 30´થી 20° 40´ ઉ. અ. અને 77° 20´થી 79° 10´ પૂ. રે. વચ્ચેનો લગભગ 13,584 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લો વસ્તીની દૃષ્ટિએ નાનો પણ વિસ્તારની દૃષ્ટિએ પ્રમાણમાં મોટો છે.…
વધુ વાંચો >