ભૂગોળ

ઇન્વરનેસ

ઇન્વરનેસ : બ્રિટનના સ્કૉટલૅન્ડમાં હાઈલૅન્ડ વહીવટી પ્રદેશનું શહેર અને નેસ નદીને કિનારે આવેલું દરિયાઈ બંદર. ભૌગોલિક સ્થાન : 57o 27´ ઉ. અ. અને 4o 15´ પ. રે.. પહેલાં ઇન્વરનેસ નામનું પરગણું (કાઉન્ટી) પણ હતું. 1975માં તેનું વિભાજન હાઈલૅન્ડ અને વેસ્ટર્ન આઇલ્સમાં કરવામાં આવ્યું. આ શહેર કેલિડોનિયન નહેરના પૂર્વ કિનારે આવેલું…

વધુ વાંચો >

ઇન્સબ્રૂક

ઇન્સબ્રૂક : પશ્ચિમ ઑસ્ટ્રિયાના ટાયરોલ પ્રાંતનું પાટનગર (1420) તથા તે દેશનું મહત્વનું વ્યાપારી મથક. વિસ્તાર : 12,648 ચોકિમી. મ્યૂનિકની દક્ષિણે આશરે 100 કિમી.ને અંતરે ઇન નદીની ફળદ્રૂપ ખીણમાં તે વસેલું છે. ઊંચી પર્વતશૃંખલાઓથી ઘેરાયેલું આ નગર તેના પ્રાકૃતિક સૌંદર્ય માટે ખ્યાતિ ધરાવે છે. ઑસ્ટ્રિયાનાં ચાર મોટાં નગરોમાંનું તે એક છે.…

વધુ વાંચો >

ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ડિયન જિયોગ્રાફર્સ

ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ડિયન જિયોગ્રાફર્સ : ભારતમાં ભૂગોળના જ્ઞાનનો પ્રસાર કરવા માટે 1978માં સ્થાપવામાં આવેલી કેન્દ્રીય સંસ્થા. તેનું મુખ્ય મથક પુણે વિશ્વવિદ્યાલયના ભૂગોળ વિભાગમાં છે. દેશના જાણીતા ભૂગોળ-વિશારદ ડૉ. કે આર. દીક્ષિતની પ્રેરણાથી આ સંસ્થાની સ્થાપના થઈ છે. ભૂગોળના જ્ઞાનનું સંવર્ધન કરતી આ સંસ્થાનાં ધ્યેયો તથા હેતુઓ : (1) બધા સ્તરે…

વધુ વાંચો >

ઇબાદાન

ઇબાદાન : આફ્રિકામાં નાઇજિરિયાના ઓયો રાજ્યનું પાટનગર. સરેરાશ 210 મીટર ઊંચાઈ ધરાવતી સાત ટેકરીઓ પર વસેલું લાગોસ પછીના બીજા ક્રમે આવતું શહેર. વસ્તી : 35,65,108 જ્યારે મેટ્રોપોલિટન શહેરની વસ્તી 36,60,774 (2019). મુખ્યત્વે યોરુબા જાતિના લોકો શહેરમાં વસે છે. ત્રીજા ભાગના લોકો શહેરની આસપાસ આવેલાં ખેતરોમાં કામ કરે છે. હસ્તકળા, વાણિજ્ય…

વધુ વાંચો >

ઇબ્દન હૌકલ

ઇબ્દન હૌકલ (જ. ઈ. સ.ની દસમી સદીનો પૂર્વાર્ધ, નસીબિન, મેસોપોટેમિયા; અ. 977) : પ્રસિદ્ધ અરબી ભૂગોળવેત્તા અને પ્રવાસી. પૂરું નામ અબુલ-કાસિમ મુહંમદ ઇબ્ન હૌકલ. પિતાનું નામ અલી. તેની પ્રખ્યાત ઐતિહાસિક કૃતિ ‘કિતાબુલ્-મઆરિફ’ છે. તેની ભૂગોળવિદ્યા પ્રવાસ અને નિરીક્ષણ પર આધારિત હોવાથી તે એક ઉત્તમ ભૂગોળવેત્તા અને મહાન પ્રવાસી તરીકે ખ્યાતિ…

વધુ વાંચો >

ઇમ્ફાલ

ઇમ્ફાલ : ભારતના ઈશાને મણિપુર નદીની ખીણમાં દરિયાની સપાટીથી 798 મીટરની ઊંચાઈ પર આવેલું મણિપુર રાજ્યનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 24o 49´ ઉ. અ. અને 93o 57´ પૂ. રે.. મણિપુર પઠારના મધ્યમાં આવેલું જિલ્લાનું આ મથક કૉલકાતાથી 604 કિ. મીટરના અંતરે ઉત્તર-પૂર્વ દિશામાં છે. તે 1,500 મીટર જેટલી નાગા પર્વતમાળાથી…

વધુ વાંચો >

ઇરાક

ઇરાક મધ્યપૂર્વનો લોકશાહી આરબ દેશ. તે 29o 20´ થી 37o 33´ ઉ. અ. અને 38o 53´ થી 48o 16´ પૂ. રે. વચ્ચેનો 4,38,446 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. પ્રાચીન સમયમાં યુફ્રેટિસ અને ટાઇગ્રિસ નદી વચ્ચેના ‘મેસોપોટેમિયા’ (‘મોસે’ એટલે વચ્ચે અને ‘પોટામિયા’ એટલે નદીઓ) નામે ઓળખાતા આ પ્રદેશમાં ઉચ્ચ કોટિની વિશ્વસંસ્કૃતિ…

વધુ વાંચો >

ઇરાવદી નદી

ઇરાવદી નદી : મ્યાનમારની મુખ્ય નદી. છેક ઉત્તરના ઊંચા પર્વતોમાંથી વહેતાં મેખા અને માલેખા નામનાં ઝરણાંના સંગમમાંથી તે ઉદભવે છે. આ નદી આશરે 1,600 કિમી. લાંબી ખીણમાં વહી વિશાળ મુખત્રિકોણ (delta) રચીને છેવટે મર્તબાનના અખાતને મળે છે. આ સંગમથી ભામો સુધીનો 240 કિમી.નો ઉપરવાસનો નદીનો પ્રવાહ ‘ઉપલી ઇરાવદી’ કહેવાય છે.…

વધુ વાંચો >

ઇરિટ્રિયા

ઇરિટ્રિયા (Eritrea) : ઇથિયોપિયા દેશનો ઉત્તર છેડાનો પ્રાંત. તે રાતા સમુદ્રના આફ્રિકા ખંડના કિનારા પર પૂર્વભાગમાં 14o ઉત્તર અક્ષાંશ અને 41o પૂર્વ રેખાંશ પર આવેલો છે. તેના ઉત્તર-પશ્ચિમમાં સુદાન, ઉત્તર-પૂર્વમાં રાતો સમુદ્ર, પૂર્વે યેમેન, દક્ષિણ-પૂર્વમાં જીબુટી (Djibouti) તથા દક્ષિણમાં ઇથિયોપિયા આવેલા છે. આ દેશનો કુલ વિસ્તાર 1,21,100 ચોકિમી. છે. તેની…

વધુ વાંચો >

ઇરી સરોવર

ઇરી સરોવર : ઉત્તર અમેરિકાના ‘ધ ગ્રેટ લેક્સ’ તરીકે ઓળખાતાં પાંચ સરોવરમાંનું વિસ્તારની ર્દષ્ટિએ ચોથા ક્રમનું સરોવર. તે 42o 30´  ઉત્તર અક્ષાંશ અને 82o પશ્ચિમ રેખાંશ પર, સમુદ્રની સપાટીથી આશરે 172 મીટરની ઊંચાઈએ આવેલું છે. તેનો અડધા ઉપરાંતનો ભાગ અમેરિકામાં અને બાકીનો કૅનેડામાં છે. તે ઉત્તરમાં કૅનેડા અને પૂર્વ, દક્ષિણ…

વધુ વાંચો >