ભૂગોળ
બ્રાઝાવિલ
બ્રાઝાવિલ : મધ્ય-પશ્ચિમ આફ્રિકાના કોંગો દેશનું મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 4° 16° દ.અ. અને 15°.17’ પૂ.રે. તે કોંગો નદીના કાંઠે ઝાયરના પાટનગર કિન્શાસાની સામેના ભાગમાં સ્ટેનલી જળાશય નજીક ઝાયર-કોંગોની સરહદ પર વસેલું છે. તેની વસ્તી 9,37,579 (1992) છે. તે ઔદ્યોગિક મથક તથા આજુબાજુના વિસ્તારનું પરિવહનકેન્દ્ર છે. અહીં બાંધકામ-સામગ્રી,…
વધુ વાંચો >બ્રાઝિલ
બ્રાઝિલ દક્ષિણ અમેરિકા ભૂમિખંડના મધ્ય-પૂર્વ ભાગમાં આવેલો વિશાળ દેશ. ભૌગોલિક સ્થાન : તે આશરે 5° 15´ ઉ. અ.થી 33° 45´ દ. અ. અને 34° 52´ પ. રે. થી 74° 0´ પ. રે. વચ્ચે વિસ્તરેલો છે. આ અતિ વિશાળ દેશનું કુલ ક્ષેત્રફળ 55,457 ચોકિમી. જેટલા આંતરિક જળવિસ્તારોસહિત આશરે 85,47,404 ચોકિમી. જેટલું…
વધુ વાંચો >બ્રાઝિલિયન ઉચ્ચપ્રદેશ
બ્રાઝિલિયન ઉચ્ચપ્રદેશ : બ્રાઝિલના આટલાન્ટિક કિનારાથી અંદર દક્ષિણ તરફનો દેશના કુલ વિસ્તારનો 50 % જેટલો ઊંચાણવાળો ભૂમિભાગ. બહોળા અર્થમાં તેને બ્રાઝિલનો ઉચ્ચપ્રદેશ કહે છે. વિશાળ વિસ્તારમાં પથરાયેલા આ ઉચ્ચપ્રદેશમાં દેશની મૂલ્યવાન ખનિજસંપત્તિ તેમજ સમૃદ્ધ ખેતરો આવેલાં છે. દેશની મોટાભાગની વસ્તી પણ આ ઉચ્ચપ્રદેશની પૂર્વ કિનારી પર પારાના નદીથી પૂર્વ ભાગમાં…
વધુ વાંચો >બ્રાઝિલિયા
બ્રાઝિલિયા (Brasilia) : બ્રાઝિલનું પાટનગર. મોટા પાયા પરના વ્યવસ્થિત અને સુંદર આયોજન માટે દુનિયાભરમાં પ્રથમ સ્થાને મુકાતું ઉદાહરણરૂપ શહેર. તે આજેય તેના ભવ્ય આધુનિક સ્થાપત્ય માટે દુનિયામાં ખૂબ જ જાણીતું છે. ભૌગોલિક સ્થાન : 15° 47´ દ. અ. 47° 55´ પૂ. રે. તે જૂના પાટનગર રિયો-દ-જાનેરોથી વાયવ્યમાં આશરે 970 કિમી.…
વધુ વાંચો >બ્રાહ્મણી (નદી)
બ્રાહ્મણી (નદી) – (1) : સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાની નદી. તે ચોટીલા તાલુકાની ટેકરીઓમાંથી નીકળી મૂળી તાલુકાની પશ્ચિમ સરહદે વહે છે. ત્યારબાદ તે હળવદ તાલુકામાં પ્રવેશે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં તેની લંબાઈ 65.6 કિમી. છે અને કચ્છના નાના રણમાં તે સમાઈ જાય છે. આ નદી જિલ્લાના દક્ષિણ ભાગમાંથી નીકળી ઉત્તર તરફ…
વધુ વાંચો >બ્રિજટાઉન
બ્રિજટાઉન : ઉત્તર આટલાન્ટિક મહાસાગરના નૈર્ઋત્ય ભાગમાં આવેલા બાર્બાડોસ ટાપુનું પાટનગર તથા મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 13° 06´ ઉ. અ. અને 59° 37´ પ. રે. તે બાર્બાડોસના નૈર્ઋત્ય ભાગમાં આવેલા કાર્લિસલ ઉપસાગર પરનું મુખ્ય બંદર પણ છે. બ્રિજટાઉનની મુખ્ય આર્થિક પ્રવૃત્તિઓમાં પ્રવાસન, માછીમારી, જથ્થાબંધ તથા છૂટક વેપાર, નાના…
વધુ વાંચો >બ્રિટન
બ્રિટન સ્થાન-સીમા-વિસ્તાર : યુરોપના વાયવ્ય ભાગમાં આવેલા બ્રિટિશ ટાપુઓ. ભૌગોલિક સ્થાન : 50°થી 60° ઉ. અ. અને 10° 30´ પૂ. રે. થી 1° 45´ પ. રે. વચ્ચેનો આશરે 2,44,050 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. અર્થાત્ તે ફ્રાંસ કે જર્મનીથી અડધો અથવા યુ.એસ.ના 40મા ભાગ જેટલો છે. બ્રિટિશ ટાપુઓ હેઠળ…
વધુ વાંચો >બ્રિટાની
બ્રિટાની (Bretagne) : વાયવ્ય ફ્રાન્સનો પ્રદેશ. તે બીસ્કેના ઉપસાગરને ઇંગ્લિશ ખાડીથી અલગ પાડતા દ્વીપકલ્પને આવરી લે છે. બ્રિટાની તેનાં રમણીય ભૂમિર્દશ્યો તથા સુંદર નગરો અને નાનાં નાનાં શહેરો માટે જાણીતું બનેલું છે. બ્રેટન તરીકે ઓળખાતા અહીંના નિવાસીઓ તેમનાં આત્મગૌરવ, સ્વતંત્ર મિજાજ અને જાળવી રાખેલી જૂની સ્થાનિક પરંપરાને કારણે અન્ય ફ્રેન્ચ…
વધુ વાંચો >બ્રિટિશ કોલંબિયા
બ્રિટિશ કોલંબિયા : કૅનેડાનો ત્રીજા ક્રમે આવતો પ્રાંત. તે કૅનેડાના પશ્ચિમ ભાગમાં પૅસિફિક મહાસાગરને કિનારે આવેલો છે. તેમાં વાનકુંવર ટાપુઓ તથા ક્વીન શાર્લોટ ટાપુઓનો સમાવેશ થાય છે. આખોય પ્રાંત રૉકીઝ હારમાળા તથા કોસ્ટ રેઇન્જના ભવ્ય પર્વતો અને ખાંચાખૂંચીવાળા દરિયાઈ કંઠાર પ્રદેશથી રમણીય બની રહેલો છે. ગરમ પાણીના ઝરા આ પ્રદેશને…
વધુ વાંચો >બ્રિટિશ ટાપુઓ
બ્રિટિશ ટાપુઓ : ઉત્તર સમુદ્ર, ડોવરની સામુદ્રધુની, ઇંગ્લિશ ખાડી અને આટલાન્ટિક મહાસાગરની સીમાઓ વચ્ચે આવેલા પશ્ચિમ યુરોપીય ટાપુઓ. તેમાં ઇંગ્લૅન્ડ, સ્કૉટલૅન્ડ અને વેલ્સથી બનેલા ગ્રેટબ્રિટનનો; પ્રજાસત્તાક આર્યર્લૅન્ડ અને ઉત્તર આયર્લૅન્ડથી બનેલા આયર્લૅન્ડ ટાપુનો; આયરિશ સમુદ્રસ્થિત આઇલ ઑવ્ મૅન; આઇલ ઑવ્ વ્હાઇટ; અંદર અને બહાર તરફના હેબ્રાઇડ્સ ટાપુઓ; ઑર્કની ટાપુઓ તથા…
વધુ વાંચો >