ભૂગોળ

આસામ

આસામ: જુઓ અસમ

વધુ વાંચો >

આસ્વાન

આસ્વાન : ઇજિપ્તની નૈઋત્યમાં કેરોથી 700 કિમી. દૂર આવેલો પ્રદેશ. મુખ્ય શહેરનું નામ આસ્વાન, જે નાઇલ નદીના પૂર્વકાંઠે વસેલું છે. ભૌગોલિક સ્થાન : તે 240 05´ ઉ. અ. અને 320 53´ પૂ. રે. આજુબાજુનો 678.5 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. આ શહેર સમુદ્રની સપાટીથી 194 મી. પર સ્થિત છે. એનું…

વધુ વાંચો >

આહડ

આહડ : રાજસ્થાનમાં ઉદયપુરની ઈશાન તરફ આશરે ચાર કિમી. દૂર આવેલી મહત્વની પ્રાચીન વસાહત. અહીં ઐતિહાસિક યુગનાં ઘણાં મંદિરો, શિલ્પો આદિ મળી આવે છે. આ નગરની સ્થાપના ઘણા પ્રાચીન સમયમાં થઈ હોવાનું અહીંના પુરાવસ્તુ અવશેષો દર્શાવે છે. આ વિસ્તારમાં તાંબાની ખાણો આવેલી છે. આ ખાણોમાંથી કાચો માલ કાઢીને તે શુદ્ધ…

વધુ વાંચો >

આંતરખંડીય પ્રક્ષેપાસ્ત્રો

આંતરખંડીય પ્રક્ષેપાસ્ત્રો (ICBM) : જુઓ પ્રક્ષેપાસ્ત્ર.

વધુ વાંચો >

આંદામાન અને નિકોબાર ટાપુઓ

આંદામાન અને નિકોબાર ટાપુઓ : બંગાળના ઉપસાગરની દક્ષિણ પૂર્વમાં આવેલા ટાપુઓનો એક દ્વીપસમૂહ. તેના 3000 જેટલા ટાપુઓમાં 365 મુખ્ય છે. ભૌ. સ્થાન તે 120.00 ઉ. અ. અને 120 45´ પૂ. રે. આજુબાજુનો 8249 ચો. કિમી. જેટલો વિસ્તાર તે આવરી લે છે. આ ટાપુસમૂહ ભારતના પૂર્વ કિનારાથી 1,200 કિમી. જેટલો દૂર…

વધુ વાંચો >

આંધ્રપ્રદેશ

આંધ્રપ્રદેશ ભારતમાં દક્ષિણ-મધ્યપૂર્વમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન આશરે 16 15´ ઉ. અ. અને 80 64´ પૂ. રે.ની આજુબાજુ રહેલું છે. આ રાજ્યની વાયવ્યે તેલંગણા, ઉત્તરે છત્તીસગઢ, ઈશાને ઓડિશા, દક્ષિણે તમિળનાડુ, પશ્ચિમે કર્ણાટક અને પૂર્વ બંગાળનો ઉપસાગર આવેલાં છે. ભારતમાં ગુજરાત પછી દરિયાકિનારાની લંબાઈ(974 કિમી.)ની દૃષ્ટિએ આ રાજ્ય દ્વિતીય ક્રમ ધરાવે છે. આ…

વધુ વાંચો >

ઇક્વેટોરિયલ ગિની

ઇક્વેટોરિયલ ગિની : મધ્ય આફ્રિકાના પશ્ચિમ કિનારે ગિનીના અખાતમાં આવેલા કેટલાક ટાપુઓનો સ્વતંત્ર દેશ. ભૌગોલિક સ્થાન : 20 00´ ઉ. અ. અને 90 00´ પૂ. રે.. દેશની મુખ્ય નદીના નામ પરથી મુખ્ય પ્રદેશ રિઓ મુની અથવા મ્બિની(mbini)નામે ઓળખાય છે. ઇક્વેટોરિયલ ગિનીનો વિસ્તાર 28,051 ચોકિમી. છે. તેમાંથી 2,034 ચોકિમી.માં બિયોકો અને…

વધુ વાંચો >

ઇક્વેડૉર

ઇક્વેડૉર (Republic of Ecuador) : દક્ષિણ અમેરિકાના નાના દેશોમાં ચોથા ક્રમે આવતો દેશ. ભૌ. સ્થા. : 20 00´ દ. અ. અને 770 30´ પ. રે. વિસ્તાર આશરે 2,83,561 ચોકિમી. ઉત્તરમાં કોલંબિયા તથા પૂર્વ અને દક્ષિણમાં પેરુ દેશો આવેલા છે. વિષુવવૃત્તીય આબોહવા, ક્વિટોનું જાન્યુઆરીનું તાપમાન 150 સે. અને જુલાઈનું 140. વાર્ષિક…

વધુ વાંચો >

ઇચલકરંજી

ઇચલકરંજી : મહારાષ્ટ્ર રાજ્યના કોલ્હાપુર જિલ્લામાં, કર્ણાટક રાજ્યની સરહદે આવેલું જૂના રજવાડાનું કેન્દ્ર. મરાઠા શાસનકાળ દરમિયાન આ શહેર જાણીતું હતું. ત્યાંના પેશવાઈ શાસનમાં ઘોરપડે કુળના આગેવાનોએ રાજ્યશાસનમાં પંતસચિવો તરીકેની ઉમદા કામગીરી નોંધાવી હતી. તે જમીનમાર્ગે સાંગલી સાથે જોડાયેલું છે. આસપાસના શેરડીના પાકના વિસ્તારોને કારણે ખેતઉત્પાદન બજાર માટે પણ તે શહેર…

વધુ વાંચો >