ભૂગોળ
બારપેટા
બારપેટા : આસામ રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 26° 19´ ઉ. અ. અને 91° 00´ પૂ. રે. ની આજુબાજુનો કુલ 3,245 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ભુતાન, પૂર્વમાં નલબારી જિલ્લો, દક્ષિણ સરહદે બ્રહ્મપુત્ર નદી તથા કામરૂપ અને…
વધુ વાંચો >બારાનગર
બારાનગર : પશ્ચિમ બંગાળ રાજ્યના ચોવીસ પરગણા જિલ્લામાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 22° 38´ ઉ. અ. અને 88° 22´ પૂ. રે. તે બારાહાનગર તરીકે પણ ઓળખાય છે. આજે આ શહેર બૃહત્ કલકત્તાના એક પરા તરીકે ગણાય છે. તે કલકત્તાની ઉત્તરે હુગલી નદીના પૂર્વ કિનારે વસેલું છે. કલકત્તાથી તે 20…
વધુ વાંચો >બારાબંકી
બારાબંકી : ઉત્તરપ્રદેશ રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક અને શહેર. ભૌગોલિક સ્થાન : તે 26° 30´ થી 27° 19´ ઉ. અ. અને 80° 58´ થી 81° 55´ પૂ. રે. વચ્ચેનો વિસ્તાર આવરી લે છે. ગોમતી નદીના દક્ષિણ તરફના થોડા નાના ભાગને બાદ કરતાં આ આખોય જિલ્લો…
વધુ વાંચો >બારામુલ્લા
બારામુલ્લા : જમ્મુ-કાશ્મીર રાજ્યનો સંવેદનશીલ જિલ્લો અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન – સીમા – વિસ્તાર : તે 34° 14´ ઉ. અ. અને 74° 34´ પૂ. રે.ની આજુબાજુ આવેલ છે. તે સમુદ્ર સપાટીથી આશરે 1,593 મીટર ઊંચાઈ ધરાવે છે. આ જિલ્લો કાશ્મીર ખીણ વિસ્તારમાં મહત્તમ વિસ્તાર ધરાવે છે. આ જિલ્લાની પૂર્વે શ્રીનગર અને ગાન્ડેરબલ જિલ્લા,…
વધુ વાંચો >બારાં
બારાં : રાજસ્થાનમાં અગ્નિકોણ તરફ આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : 25° 06´ ઉ. અ. અને 76° 31´ પૂ. રે.ની આજુબાજુનો 6,955.4 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર, વાયવ્ય અને પશ્ચિમ તરફ કોટા જિલ્લો; ઉત્તર, ઈશાન, પૂર્વ અને અગ્નિ તરફ મધ્યપ્રદેશની સીમા; તથા…
વધુ વાંચો >બારિયા
બારિયા : જુઓ દેવગઢબારિયા
વધુ વાંચો >બારીપાડા
બારીપાડા : ઓરિસા રાજ્યના મયૂરભંજ જિલ્લાનું વડું મથક તથા તે જ નામ ધરાવતું નગર. ભૌગોલિક સ્થાન : 21° 56´ ઉ. અ. અને 86° 43´ પૂ. રે. પર તે બુરહાબેલાંગ નદી પર આવેલું છે. આ નગર તેની આજુબાજુના પ્રદેશમાં થતા ડાંગર જેવા કૃષિપાકો, લાકડાં તથા વન્ય પેદાશો માટેનું મહત્વનું વેપારી મથક…
વધુ વાંચો >બાર્બાડોસ
બાર્બાડોસ : વેસ્ટ ઇન્ડિઝમાં આવેલા ટાપુઓનો દેશ. ભૌગોલિક સ્થાન : 13° 10´ ઉ. અ. અને 59° 32´ પૂ. રે.ની આજુબાજુ તે વિસ્તરેલો છે. દક્ષિણ અમેરિકાના વેનેઝુએલાથી ઈશાનમાં આશરે 402 કિમી.ને અંતરે રહેલો આ ટાપુ વેસ્ટ ઇન્ડિઝના લઘુ એન્ટિલ્સ જૂથના વિન્ડવર્ડ પેટાજૂથના છેક પૂર્વ છેડે આવેલો છે. (કેટલાક ભૂગોળવેત્તાઓ બાર્બાડોસને વિન્ડવર્ડ…
વધુ વાંચો >બાર્શિ
બાર્શિ : મહારાષ્ટ્ર રાજ્યના સોલાપુર જિલ્લાનો તાલુકો અને તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 18° ઉ. અ. અને 76° પૂ. રે.ની આજુબાજુ વિસ્તરેલો છે. તેની નૈર્ઋત્યે અને દક્ષિણે સીના નદી વહે છે. તેની ઉત્તરે બાલાઘાટની હારમાળા આવેલી છે. તાલુકાનો મોટાભાગનો વિસ્તાર પહાડી છે. અહીંનાં ઉનાળા અને શિયાળાનાં…
વધુ વાંચો >બાર્સિલોના
બાર્સિલોના : સ્પેનના આઇબેરિયન દ્વીપકલ્પના ઈશાન કિનારા પર આવેલું ઘણું મહત્વનું ઉત્પાદકીય કેન્દ્ર તથા વેપારી મથક. કેટાલોનિયા વિસ્તારનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 41° 23´ ઉ. અ. અને 2° 11´ પૂ. રે. સ્પેનનાં સારાં ગણાતાં થોડાં બારાં પૈકીનું એક. સ્પેનના પાટનગર મૅડ્રિડને બાદ કરતાં તે દેશનું બીજા ક્રમે આવતું મોટું શહેર…
વધુ વાંચો >