ભૂગોળ
બલ્ગેરિયા
બલ્ગેરિયા અગ્નિ યુરોપના બાલ્કન દ્વીપકલ્પ પર આવેલો, બાલ્કન દેશો પૈકીનો એક દેશ. આ દેશ આશરે 41° 15´થી 44° 10´ ઉ. અ. અને 22° 20´થી 28° 25´ પૂ. રે. વચ્ચે વિસ્તરેલો છે. તેનો કુલ વિસ્તાર 1,10,912 ચોકિમી. જેટલો છે. તેનું પૂર્વ-પશ્ચિમ મહત્તમ અંતર 492 કિમી. અને ઉત્તર-દક્ષિણ મહત્તમ અંતર 274 કિમી.…
વધુ વાંચો >બવેરિયા
બવેરિયા : દક્ષિણ જર્મનીના અગ્નિકોણમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 49° 0´ ઉ. અ. અને 12° 0´ પૂ. રે.ની આજુબાજુ વિસ્તરેલું છે. તેનો વિસ્તાર 70,456 ચોકિમી. જેટલો છે અને વસ્તી આશરે 1,08,31,400 (1991) જેટલી છે. રાજ્યનો મોટો ભાગ પર્વતોથી ઘેરાયેલો છે. દક્ષિણ બવેરિયામાં બવેરિયન આલ્પ્સ ઑસ્ટ્રિયાની સરહદ પર તિરોલીઝ…
વધુ વાંચો >બસરા
બસરા : ‘અલ બસરા’ નામથી ઓળખાતું ઇરાકનું બીજા ક્રમે આવતું મોટામાં મોટું શહેર તેમજ મુખ્ય બંદર. ભૌગોલિક સ્થાન : 30° 25´ ઉ. અ. અને 47° 35´ પૂ. રે. તે ઈરાની અખાતના કિનારેથી આશરે 130 કિમી.ને અંતરે વહેતી શત-અલ-અરબ નદીને પશ્ચિમ કિનારે નજીકમાં વસેલું છે. શત-અલ-અરબ નદી ટાઇગ્રિસ અને યુફ્રેટીસ નદીઓ…
વધુ વાંચો >બસીરહાટ
બસીરહાટ : પશ્ચિમ બંગાળ રાજ્યના ‘ચોવીસ પરગણાં’ જિલ્લાનો તાલુકો, તાલુકામથક તથા જિલ્લાના મધ્ય-પૂર્વ ભાગમાં આવેલું તે જ નામ ધરાવતું નગર. ભૌગોલિક સ્થાન : તે લગભગ 22° 40´ ઉ. અ. અને 88° 50´ પૂ. રે. પર પશ્ચિમ બંગાળમાં વહેતી જમુના નદીના ઉપરવાસમાં આવેલી ઇચ્છામતી નદીના દક્ષિણ કાંઠા નજીકના ભાગમાં વસેલું છે.…
વધુ વાંચો >બસ્તર
બસ્તર : મધ્ય ભારતના છત્તીસગઢ રાજ્યમાં આવેલો જિલ્લો. જે આ રાજ્યમાં વિસ્તારની દૃષ્ટિએ ત્રીજા ક્રમે આવતો જિલ્લો છે. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ : તે 19 10´ ઉ. અ. અને 81 95´ પૂ. રે. ઉપર આવેલો છે. આ જિલ્લો સમુદ્રસપાટીથી 700 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે. આ જિલ્લાની વાયવ્યે નારાયણપુર જિલ્લો, ઉત્તરે કોન્ડાગોન જિલ્લો,…
વધુ વાંચો >બસ્તી
બસ્તી (જિલ્લો) : ઉત્તરપ્રદેશ રાજ્યના ઈશાન ભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 26 23´ ઉ. અ.થી 27 30´ ઉ. અ. તેમજ 82 17´ પૂ. રે.થી 83 20´ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. આ જિલ્લાની મહત્તમ ઉત્તર-દક્ષિણ લંબાઈ 75 કિમી. અને પહોળાઈ પૂર્વ-પશ્ચિમ 70 કિમી. છે. આ જિલ્લાની પૂર્વે…
વધુ વાંચો >બહરાઇચ
બહરાઇચ : ઉત્તરપ્રદેશ રાજ્યનો વિસ્તારની દૃષ્ટિએ ચોથા ક્રમે આવતો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 27 58´ ઉ. અ. અને 81 59´ પૂ. રે. પર આવેલો છે. તેમજ ઘાઘરા અને સરયૂ નદી વચ્ચે આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે નેપાળ દેશની સીમા (નેપાળની સીમા સાથે જોડાયેલો છેલ્લો…
વધુ વાંચો >બહામા
બહામા : વેસ્ટ ઇન્ડિઝમાં આવેલો ટાપુસમૂહ, તથા ‘કૉમનવેલ્થ ઑવ્ બહામા’ના સત્તાવાર નામથી ઓળખાતો સ્વતંત્ર દેશ. ભૌગોલિક સ્થાન : આ ટાપુસમૂહ આશરે 20° 55´થી 27° 0´ ઉ. અ. અને 72° 30´થી 79° 30´ પ. રે. વચ્ચે પથરાયેલો છે. બહામા ટાપુ 26° 40´ ઉ. અ. અને 78° 30´ પ. રે. પર આવેલો…
વધુ વાંચો >બહુચરાજી
બહુચરાજી : ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં આવેલું પ્રસિદ્ધ તીર્થસ્થાન અને શક્તિપીઠ. બહુચરાજી ગુજરાતના ચુંવાળ પ્રદેશનું મુખ્ય કેન્દ્ર ગણાય છે. ભૌગોલિક સ્થાન : 23° 30´ ઉ. અ. અને 72° 03´ પૂ. રે. તે કડી–ચાણસ્મા રેલમાર્ગ પર આવેલું રેલમથક પણ છે. ઇતિહાસ : આજના યાત્રાધામ બહુચરાજીથી એક કિમી. દૂર બેચર…
વધુ વાંચો >બહેરામપુર
બહેરામપુર : પશ્ચિમ બંગાળ રાજ્યના ઈશાન ભાગમાં આવેલા મુર્શિદાબાદ જિલ્લાનું વહીવટી તથા વેપારી મથક. ભૌગોલિક સ્થાન : તે 24° 06´ ઉ. અ. અને 88° 15´ પૂ. રે. પર ભાગીરથી નદીના પૂર્વ ભાગમાં વસેલું છે. તે સમુદ્રથી દૂર આવેલું હોવાથી તેની આબોહવા વિષમ રહે છે, વરસાદનું પ્રમાણ 2,500 મિમી. જેટલું રહે…
વધુ વાંચો >