ભૂગોળ
આરકાન્સાસ (નદી)
આરકાન્સાસ (નદી) : યુ. એસ.માં આવેલી મિસિસિપી નદીને મળતી મોટી નદી. ભૌગોલિક સ્થાન : 340 00´ ઉ. અ. અને 910 00´ પ. રે. (સંગમસ્થળ). તે મધ્ય કૉલોરાડોમાં રૉકી પર્વતમાળામાંથી લીડવીલ નજીકની સવૉચ (Sawatch) હારમાળામાંથી નીકળે છે. ત્યાંથી તે અગ્નિ (પૂર્વ-અગ્નિ) તરફ 2,330 કિમી.ના અંતર માટે વહે છે. તે કૉલોરાડો, કાન્સાસ,…
વધુ વાંચો >આરકાન્સાસ (રાજ્ય)
આરકાન્સાસ (રાજ્ય) : યુ. એસ.નું દક્ષિણમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : 330 થી 360 30૦’ ઉ. અ. અને 900 થી 940 30′ પ. રે.. તેની ઉત્તરે મિસુરી, દક્ષિણે લુઇઝ્યિાના, ઉત્તર-પૂર્વમાં ટેનિસી અને મિસિસિપી, પશ્ચિમે ટેક્સાસ અને ઓક્લાહોમા આવેલાં છે. લિટલ રૉક શહેર આ રાજ્યનું પાટનગર છે. રાજ્યનો વિસ્તાર 1,37,754 ચોકિમી. તથા…
વધુ વાંચો >આરાકાન યોમા
આરાકાન યોમા : મ્યાનમારની પશ્ચિમ સરહદે ઉત્તરથી દક્ષિણ વિસ્તરેલી આશરે 1,100 પર્વતમાળા. એ ઉત્તરમાં પહોળી છે અને 3,000 મીટરથી પણ વધુ ઊંચાઈ ધરાવે છે; પરંતુ તે દક્ષિણમાં જતાં સાંકડી અને નીચી બનતી જાય છે. છેક દક્ષિણે આરાકાન યોમાની ઊંચાઈ ફક્ત 300 મીટર જ રહે છે. તે આગળ જતાં સાગરજળમાં મગ્ન…
વધુ વાંચો >આરાફુરા સમુદ્ર
આરાફુરા સમુદ્ર : પ્રશાંત મહાસાગરમાં પશ્ચિમે ઑસ્ટ્રેલિયાના ઉત્તર કિનારા તથા કાર્પેન્ટરિયાના અખાત અને ન્યૂગિનીના દક્ષિણ કિનારા વચ્ચે આવેલો આશરે 6,50,000 ચોકિમી.નો વિસ્તાર ધરાવતો સમુદ્ર. ભૌગોલિક સ્થાન : 90 00´ દ. અ. અને 1350 00´ પૂ. રે.ની આજુબાજુનો વિસ્તાર. તેની પશ્ચિમે તિમોર સમુદ્ર, વાયવ્યમાં બાંદા સમુદ્ર અને પૂર્વ તરફ કૉરલ સમુદ્ર…
વધુ વાંચો >આરાસુર
આરાસુર : ગુજરાતના ઈશાન ખૂણામાં બનાસકાંઠા જિલ્લામાં આવેલી ડુંગરમાળા. અરવલ્લી પર્વતની હારમાળાનો તે એક ભાગ છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર દાંતા તાલુકામાં તેની સૌથી ઊંચી જેસોરની ટેકરીઓ આવી છે, જે 1,067 મીટરની ઊંચાઈ ધરાવે છે. આરાસુરની ટેકરીઓ અંબાજીથી ખેડબ્રહ્મા, ઈડર અને શામળાજી સુધી વિસ્તરેલી છે તેમજ ટેકરીઓનો એક ભાગ મહેસાણા…
વધુ વાંચો >આર્કટ
આર્કટ : ભારતના તમિળનાડુ રાજ્યમાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 120 50´ ઉ. અ. અને 790 16´ પૂ. રે. તે રાજ્યના ઈશાન ભાગમાં વેલ્લોર જિલ્લાના આર્કટ તાલુકામાં પાલાર નદી પર આવેલું છે. જે સમુદ્રની સપાટીથી 164 મી. જળ ઊંચાઈએ સ્થિતિ છે. જેનો વિસ્તાર 13.64 ચો. કિ. મી. છે. કોરોમાંડલ કિનારાનો…
વધુ વાંચો >આર્કટિક મહાસાગર
આર્કટિક મહાસાગર : પૃથ્વીના ઉત્તર ધ્રુવ વિસ્તાર પર પથરાયેલો વિશ્વનો નાનામાં નાનો મહાસાગર. તે યુરોપ, એશિયા તથા ઉત્તર અમેરિકાની ઉત્તરે આવેલો છે. તેનો કુલ વિસ્તાર 14,090,000 ચોરસ કિમી. છે. ઉત્તર દિશાના છેક છેડા પર આવેલા આ મહાસાગરને સૂર્યની ઉષ્મા ખૂબ જ અલ્પ પ્રમાણમાં મળતી હોવાથી સમગ્ર વર્ષ દરમિયાન તે બરફના…
વધુ વાંચો >આર્ગૉસ
આર્ગૉસ : દક્ષિણ ગ્રીસમાં પેલોપોનેસસના નામથી ઓળખાતા પ્રદેશમાં આવેલું નગર. ગ્રીસના જૂનામાં જૂના શહેર તરીકે તે જાણીતું છે. હોમરના ઇલિયડમાં આર્ગીવ્ઝના મેદાનમાં આવેલી બધી વસાહતો આર્ગૉસના નામથી ઓળખાતી બતાવી છે. આ નગરને મુખ્ય મથક તરીકે રાખી, ડોરિયનોએ પેલોપોનેસસના પ્રદેશ ઉપર પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું. ઈ. પૂ. સાતમી સદીમાં આર્ગૉસના રાજા ફેઇડનના…
વધુ વાંચો >આર્જેન્ટીના
આર્જેન્ટીના : દક્ષિણ અમેરિકામાં અગ્નિખૂણે ઍટલાન્ટિક મહાસાગરને કિનારે આવેલો બીજા ક્રમે મોટો દેશ. તે આશરે 220 00´થી 550 00´ દ. અ. અને 560 30´થી 730 30´ પ. રે. વચ્ચે આશરે 27,66,654 ચોકિમી. વિસ્તાર આવરી લે છે. 9 જુલાઈ 1816ના રોજ સ્વતંત્ર થયેલ આ દેશ બે ધારાગૃહો ધરાવે છે. તેનું સમવાહી પ્રજાસત્તાક…
વધુ વાંચો >આર્ડેનનું જંગલ (ફ્રાંસ)
આર્ડેનનું જંગલ (ફ્રાંસ) : ફ્રાન્સની ઈશાન બાજુએ અને અગ્નિ બેલ્જિયમના લક્ઝમ્બર્ગ પ્રાંતમાં મ્યુસ નદીની ખીણમાં આવેલો જંગલાચ્છાદિત ઉચ્ચપ્રદેશ. બેલ્જિયમની બાજુએ તે 694 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે. આ વિસ્તાર પશ્ચિમ યુરોપના માર્ગ પર આવેલો હોવાથી અહીં ઘણાં ખૂનખાર યુદ્ધો થયેલાં છે. અહીં રેતીખડકો, સ્લેટ, ચૂનાખડકો અને ક્વાર્ટ્ઝ-શિરાઓ આવેલી હોવાથી જમીન…
વધુ વાંચો >