બાળકૃષ્ણ માધવરાવ મૂળે
રેડ ક્રૉસ
રેડ ક્રૉસ : માનવસર્જિત તથા કુદરતી આપત્તિઓના સમયમાં પીડિતોની સેવા કરતી અને રાહત આપતી આંતરરાષ્ટ્રીય સંસ્થા. તેની સ્થાપના એક દાનવીર સ્વિસ નાગરિક જીન હેન્રી ડુનાં(1828–1910)ની પહેલથી કરવામાં આવી હતી. ડુનાં પોતે ડૉક્ટર હતા. જૂન 1859માં ઇટાલીના સોલફેરિનો ખાતેની લડાઈમાં યુદ્ધભૂમિ પર 40,000 મૃતદેહો પડેલા જોઈને તેમનું હૃદય દ્રવી ઊઠ્યું હતું…
વધુ વાંચો >રેનોલ્ડ, લુઈ
રેનોલ્ડ, લુઈ (જ. 21 મે 1843, ઑટન, ફ્રાન્સ; અ. 8 ફેબ્રુઆરી 1918, બાર્બિઝિયૉન, ફ્રાન્સ) : ફ્રાન્સના પ્રખર ધારાશાસ્ત્રી અને 1907ના વર્ષ માટેના નોબેલ શાંતિ પુરસ્કારના સહવિજેતા. સમગ્ર શિક્ષણ પૅરિસમાં. 1868–73 દરમિયાન ડિજૉન યુનિવર્સિટીમાં રોમન અને વ્યાપાર-વિષયક કાયદાના અધ્યાપક તરીકે કામગીરી કર્યા બાદ 1881માં ત્યાં આંતરરાષ્ટ્રીય કાયદાના પ્રોફેસર તરીકે બઢતી મેળવી.…
વધુ વાંચો >રોકડ પુરાંત
રોકડ પુરાંત : રાષ્ટ્રની વાસ્તવિક આવકનો એ ભાગ, જે નાણાના સ્વરૂપમાં લોકો પોતાની પાસે રોકડમાં રાખતા હોય છે. રોકડ પુરાંતો એ સમાજ દ્વારા સંઘરેલી ‘તરલ ખરીદશક્તિ’(ready purchasing power)નું પ્રતિનિધિત્વ કરે છે અને તેના જથ્થામાં થતા ફેરફારો અર્થતંત્રમાં નાણાનું મૂલ્ય નક્કી કરતું અગત્યનું પરિબળ હોય છે. રોકડ પુરાંત(cash balance)નો ખ્યાલ ‘કેમ્બ્રિજ…
વધુ વાંચો >રૉબિન્સન, જૉન વાયોલેટ
રૉબિન્સન, જૉન વાયોલેટ (જ. 1903; અ. 1983) : વિખ્યાત માર્કસવાદી અર્થશાસ્ત્રી. ગર્ટન કૉલેજમાં શિક્ષણ લીધા બાદ, 1931માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં આસિસ્ટંટ લેક્ચરર તરીકે જોડાયાં. તેમના પતિ પ્રોફેસર સર ઈ. એ. જી. રૉબિન્સન નિવૃત્ત થતાં 1965માં તેમણે તેમના પતિનું સ્થાન લીધું, જ્યાં 1971 સુધી કામ કર્યું. કારકિર્દીની શરૂઆતમાં તેમના પર આલ્ફ્રેડ માર્શલનો…
વધુ વાંચો >રૉબિન્સ, લિયોનેલ
રૉબિન્સ, લિયોનેલ (જ. 1898; અ. 1984) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા અંગ્રેજ અર્થશાસ્ત્રી. તેમણે અર્થશાસ્ત્રના અધ્યાપક તરીકેની કામગીરી ન્યૂ કૉલેજ, ઑક્સફર્ડ ખાતેથી શરૂ કરેલી (1924, 1927–1929). 1929માં અર્થશાસ્ત્રના પ્રોફેસર તરીકે તેઓ લંડન સ્કૂલ ઑવ્ ઇકોનૉમિક્સમાં જોડાયા, જ્યાં તેમણે નિવૃત્તિ (1961) સુધી કામ કર્યું. બીજા વિશ્વયુદ્ધ (1939–45) દરમિયાન તેમની ઇંગ્લૅન્ડના મંત્રીમંડળમાં આર્થિક…
વધુ વાંચો >રૉબેસ્પિયરી, મૅક્સિમિલિયન ફ્રાંસ્વા
રૉબેસ્પિયરી, મૅક્સિમિલિયન ફ્રાંસ્વા (જ. 1758, અરાસ, ફ્રાન્સ; અ. 28 જુલાઈ 1794, પૅરિસ) : ફ્રેન્ચ રાજ્યક્રાંતિના વિખ્યાત અને વિવાદાસ્પદ નેતા. આખું નામ મૅક્સિમિલિયન મારી ઇસિડોર. ગરીબ પરિવારમાં જન્મ. શિષ્યવૃત્તિ મળતાં પૅરિસ ખાતે કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યો. પોતાના વતન અરાસમાં વકીલાત શરૂ કરી. દરમિયાન લોકશાહી રાજ્યવ્યવસ્થા અંગેના રૂસોના સિદ્ધાંતથી પ્રભાવિત થયા. 1789માં રાષ્ટ્રીય…
વધુ વાંચો >રોમની સંધિ (1957)
રોમની સંધિ (1957) : સહિયારા બજાર અથવા જકાત મંડળની સ્થાપના માટે પશ્ચિમ યુરોપના છ દેશોએ 1957માં રોમ ખાતે કરેલી સંધિ. સ્થાપના વખતે તેમાં ફ્રાન્સ, પશ્ચિમ જર્મની, ઇટાલી, બેલ્જિયમ, નેધરલૅન્ડ્ઝ અને લક્ઝેમ્બર્ગ – આ છ દેશો જોડાયા હતા. આ સંધિ હેઠળ 1 જાન્યુઆરી, 1958થી ‘યુરોપિયન આર્થિક સમુદાય’ (European Economic Community) નામનું…
વધુ વાંચો >રૉય, જુથિકા
રૉય, જુથિકા (જ. 20 એપ્રિલ 1920, આમટા, જિ. હાવડા, પશ્ચિમ બંગાળ; અ. 5 ફેબ્રુઆરી 2014, કૉલકાતા) : અનન્યસાધારણ અવાજ અને પ્રતિભા ધરાવતાં ભજનગાયિકા. માત્ર સાત વર્ષની ઉંમર હતી ત્યારે તેમણે ગાયન પ્રસ્તુત કરવાની શરૂઆત કરી અને માત્ર બાર વર્ષની વયે તેમનું પ્રથમ હિંદી ભજન ધ્વનિમુદ્રિત થયું. વિખ્યાત બંગાળી કવિ કાઝી…
વધુ વાંચો >રોસ્ટોવ, વૉલ્ટ વ્હિટમન
રોસ્ટોવ, વૉલ્ટ વ્હિટમન (જ. 1916) : આર્થિક વિકાસના ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન માટે જાણીતા બનેલા અર્થશાસ્ત્રી. ઉચ્ચ શિક્ષણ યેલ તથા ઑક્સફર્ડ યુનિવર્સિટીઓમાં લીધું હતું. ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં રહોડ્ઝ સ્કૉલર તરીકે દાખલ થયેલા. બીજા વિશ્વયુદ્ધ(1939–45)ના ગાળામાં વ્યૂહાત્મક સેવાઓ (strategic services) પૂરી પાડતા યુદ્ધ વિષયક કાર્યાલયમાં અને ત્યારબાદ 1945–46 વર્ષ દરમિયાન અમેરિકાના વિદેશ ખાતામાં…
વધુ વાંચો >લચ્છુ મહારાજ
લચ્છુ મહારાજ (જ. 19૦1, લખનૌ; અ. 19 જુલાઈ 1972, લખનૌ) : કથક નૃત્યશૈલીના લખનૌ ઘરાનાના શ્રેષ્ઠ જ્ઞાતા તથા સમર્થ ગુરુ. મૂળ નામ વૈજનાથ. પિતાનું નામ કાલિકાપ્રસાદ, જેઓ પોતે જાણીતા તબલાનવાઝ હતા. લચ્છુ મહારાજનું બાળપણ વતન લખનૌમાં વીત્યું. કથક નૃત્યશૈલીની પ્રાથમિક તાલીમ તેમણે તેમના કાકા અને લખનૌ ઘરાનાના પ્રતિષ્ઠાપક તથા જનક…
વધુ વાંચો >