બાળકૃષ્ણ માધવરાવ મૂળે
રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ : ભારતીય સંઘરાજ્યના બંધારણીય વડા. તેમની ચૂંટણી, તેમનો કાર્યકાળ, તેમના પદ માટેની લાયકાતો તથા ભારતના બંધારણમાં તે પદ ધરાવતી વ્યક્તિને આપવામાં આવેલા વિશેષાધિકારની વિગતો ભારતીય પ્રજાતંત્રના બંધારણના અનુચ્છેદ 52થી 75માં દર્શાવવામાં આવેલી છે. દેશના જે નાગરિકની ઉંમર 35 અથવા તેના કરતાં વધારે હોય તથા જે વ્યક્તિ લોકસભાની સદસ્યતા ધરાવવાની…
વધુ વાંચો >રાષ્ટ્રપતિ-શાસન
રાષ્ટ્રપતિ-શાસન : ભારતીય સંઘના કોઈ પણ ઘટક રાજ્યનું શાસનતંત્ર દેશના બંધારણની જોગવાઈઓ મુજબ ચલાવી શકાય તેમ ન હોય ત્યારે તેના તાત્કાલિક ઉકેલ તરીકે દેશના બંધારણની કલમ 356 હેઠળ કરવામાં આવેલી જોગવાઈ. ભારતના રાષ્ટ્રપતિ આવા રાજ્યનું શાસનતંત્ર જાહેરનામું બહાર પાડીને પોતાને હસ્તક લઈ શકે, એવી જોગવાઈ ઉપર્યુક્ત કલમમાં કરવામાં આવેલી હોવાથી…
વધુ વાંચો >રાષ્ટ્રીય આવક
રાષ્ટ્રીય આવક : કોઈ પણ એક નાણાકીય વર્ષ દરમિયાન કોઈ પણ એક દેશમાં ઉપલબ્ધ વસ્તુઓ અને સેવાઓના મૂલ્યનો પ્રવાહ. બીજી રીતે કહીએ તો દેશમાં થતી વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન તે ઉત્પાદનમાં રોકાયેલાં યંત્રો, સંચા, ઓજારો, ઉપકરણો, કારખાનાનું મકાન જેવા મૂડીમાલને થતો ઘસારો (wear and tear, depreciation) બાદ કરતાં…
વધુ વાંચો >રાષ્ટ્રીયકરણ
રાષ્ટ્રીયકરણ : ખાનગી ક્ષેત્રની માલિકી હેઠળના કોઈ પણ આર્થિક ઘટકને રાજ્યની માલિકી હેઠળ મૂકવાની નીતિ અને પ્રક્રિયા. રાષ્ટ્રીયકરણ દ્વારા એક અથવા વધારે આર્થિક એકમોની માલિકીનું હસ્તાંતરણ કરવામાં આવે છે. અપવાદજનક કિસ્સાઓમાં રાજકીય હેતુ માટે રાષ્ટ્રીયકરણ કરવામાં આવતું હોય તોપણ તે મહદ્અંશે આર્થિક વિચારસરણીને અધીન હોય છે. કેટલીક વાર રાજકીય અને…
વધુ વાંચો >રાષ્ટ્રીય સલામતી રક્ષક દળ (National Security Guards)
રાષ્ટ્રીય સલામતી રક્ષક દળ (National Security Guards) : દેશમાં આતંકવાદનો અસરકારક સામનો કરવા અને તેને ખાળવા માટે ઊભું કરવામાં આવેલ પ્રમુખ સશસ્ત્ર દળ. તેની સ્થાપના નૅશનલ સિક્યૉરિટી ગાર્ડ ઍક્ટ, 1986 હેઠળ કરવામાં આવી છે. આ દળ દેશની મહત્ત્વની વ્યક્તિઓ(VIPS)ને સંરક્ષણસુરક્ષા કવચ પૂરું પાડે છે, ભાંગફોડિયા પ્રવૃત્તિઓ પર ચાંપતી નજર રાખે…
વધુ વાંચો >રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ : ભારતની રાષ્ટ્રીય અસ્મિતાને વરેલું સંગઠન. તેની સ્થાપના નાગપુર ખાતે 27 સપ્ટેમ્બર, 1925ના રોજ 26 સ્વયંસેવકોની હાજરીમાં થયેલી. વિધિની વક્રતા તો એ છે કે તેની સ્થાપના વખતે તેના સંસ્થાપક ડૉ. કેશવ બળિરામ હેડગેવાર (1889-1940) રાષ્ટ્રીય કૉંગ્રેસના સક્રિય કાર્યકર હતા અને 1925-37 વચ્ચેના ગાળામાં કૉંગ્રેસની નેતાગીરી હેઠળ દેશની…
વધુ વાંચો >રિકાર્ડો, ડૅવિડ
રિકાર્ડો, ડૅવિડ (જ. 1772, ઇંગ્લૅન્ડ; અ. 1823) : અર્થશાસ્ત્રની પ્રશિષ્ટ વિચારસરણીના પ્રખર પુરસ્કર્તા અને વિવાદાસ્પદ ચિંતક. મૂળ નેધરલૅન્ડ્ઝ(હોલૅન્ડ)ના નિવાસી યહૂદી પરિવારના નબીરા. પિતા સ્ટૉક માર્કેટમાં હૂંડીઓ અને જામીનગીરીઓના વટાવનો ધંધો કરતા. રિકાર્ડો ઓછું ભણેલા. ચૌદ વર્ષની વયે કામધંધાની શરૂઆત કરી અને ટૂંકસમયમાં ધનાઢ્ય બન્યા. તેઓ જર્મનના સોદાઓમાં માહેર હતા. ઇંગ્લૅન્ડની…
વધુ વાંચો >રિબેરો, જુલિયો ફ્રાન્સિસ
રિબેરો, જુલિયો ફ્રાન્સિસ (જ. 5 મે 1929, મુંબઈ) : ભારતના બાહોશ પોલીસ અધિકારી અને રોમાનિયા ખાતેના પૂર્વ એલચી. પિતાનું નામ ફ્રેડરિક અને માતાનું નામ મારિયા લુસિયા. બી.કૉમ., એલએલ.બી. સુધીનું સમગ્ર શિક્ષણ મુંબઈમાં. 1953માં ભારતીય પોલીસ-સેવા(IPS)માં દાખલ થયા અને ત્યારથી 1989 સુધી પોલીસ ખાતામાં વિવિધ પદો પર રહી ઉત્કૃષ્ટ કામગીરી કરી;…
વધુ વાંચો >રૂટ, ઇલિહુ
રૂટ, ઇલિહુ (જ. 15 ફેબ્રુઆરી 1845, ક્લિટંન, ન્યૂયૉર્ક; અ. 7 ફેબ્રુઆરી 1937, ન્યૂયૉર્ક) : અમેરિકાના અગ્રણી મુત્સદ્દી તથા 1912ના વર્ષ માટેના શાંતિના નોબેલ પારિતોષિકના વિજેતા. 1867માં ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાંથી કાયદાશાસ્ત્રની સ્નાતક પદવી પ્રાપ્ત કર્યા બાદ વકીલાત શરૂ કરી અને તે દરમિયાન અમેરિકાના રિપબ્લિકન પક્ષના અગ્રણી નેતા થિયોડૉર રૂઝવેલ્ટ(1858–1919)ના સંપર્કમાં આવ્યા. અમેરિકાના…
વધુ વાંચો >રૂપક/તેવરા
રૂપક/તેવરા : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનો તાલ. કેટલાક વિદ્વાનો તેવરા તાલને ‘તીવ્રા તાલ’ નામથી પણ ઓળખાવે છે. બંને તાલમાં ઘણું સામ્ય છે; દા.ત., રૂપક અને તેવરા બંને તાલમાં સાત માત્રા અને ત્રણ ખંડ હોય છે. બંને વચ્ચે તબલાના બોલનો જ તફાવત છે : બંને તાલમાં પહેલી માત્રા પર સમ અને…
વધુ વાંચો >