બાળકૃષ્ણ માધવરાવ મૂળે

મોલોટૉવ, વી. એમ.

મોલોટૉવ, વી. એમ. (જ. 9 માર્ચ 1890, કુકાઈડા, કિરોવ પ્રાંત, રશિયા; અ. 8 નવેમ્બર 1986, મૉસ્કો) : બૉલ્શેવિક ક્રાંતિના અગ્રણી નેતા, સોવિયેત સંઘના પ્રથમ કક્ષાના રાજપુરુષ તથા તેના પૂર્વ પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી. મૂળ નામ વાચેસ્લાવ મિખાઇલોવિચ સ્ક્રિયાબિન; પરંતુ રાજકારણમાં અગ્રણી ભૂમિકા ભજવવા લાગ્યા ત્યારથી ´મોલોટૉવ´ (હથોડો) નામ ધારણ કર્યું. પિતા…

વધુ વાંચો >

મોહાડીકર, મીનલ

મોહાડીકર, મીનલ (જ. ?, મુંબઈ) : વ્યવસ્થાપનક્ષેત્રની અગ્રણી મહિલા તથા મહારાષ્ટ્ર ચેમ્બર ઑવ્ કૉમર્સ ઍન્ડ ઍગ્રિકલ્ચર ઇન્ડસ્ટ્રીઝની સર્વપ્રથમ મહિલા અધ્યક્ષા (2008–09). પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મુંબઈ ખાતે તથા ઉચ્ચ શિક્ષણ પુણે ખાતે. માઇક્રોબાયૉલૉજીમાં બી.એસસી. અને ત્યાર બાદ ડી.એમ.એલ.ટી. લૅબોરેટરી ટૅકનિશિયનનો ડિપ્લોમા પ્રાપ્ત કર્યા પછી મુંબઈ ખાતેની ટાટા કૅન્સર હૉસ્પિટલ, જસલોક…

વધુ વાંચો >

યશપાલ

યશપાલ (જ. 3 ડિસેમ્બર 1903, ફીરોઝપુર; અ. 27 ડિસેમ્બર 1976 ?) : હિંદીના જાણીતા સાહિત્યકાર અને પ્રખર સમાજવાદી ચિંતક. મૂળ હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના વતની. પિતા હીરાલાલ વતનમાં એક નાનકડી દુકાન ચલાવતા. માતા પ્રેમદેવી ફીરોઝપુર છાવણીમાં અધ્યાપિકા હતાં. તેઓ આર્યસમાજના અનુયાયી હોવાથી યશપાલનું પ્રાથમિક શિક્ષણ ગુરુકુલ, કાંગડી ખાતે અને માધ્યમિક…

વધુ વાંચો >

યાદવ, લાલુપ્રસાદ

યાદવ, લાલુપ્રસાદ (જ. 2 જૂન 1948, ફુલવારિયા, ગોપાલગંજ, જિ. બિહાર) : આધુનિક ભારતના રાજકારણમાં દાવપેચની રાજનીતિમાં માહેર બનેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી. વિદ્યાર્થી-અવસ્થામાં વિદ્યાર્થી- ચળવળમાં સક્રિય બન્યા ત્યારથી રાજકારણના રંગે રંગાયા. પટણા યુનિવર્સિટીમાંથી કાયદાશાસ્ત્રની સ્નાતક પદવી પ્રાપ્ત કર્યા બાદ લોકનાયક જયપ્રકાશ નારાયણે 1974માં શરૂ કરેલ જનઆંદોલન દ્વારા બિહાર રાજ્યમાં રાજનેતાઓનો જે…

વધુ વાંચો >

યુદ્ધ

યુદ્ધ : સાર્વભૌમ રાષ્ટ્રો વચ્ચે મહદ્અંશે રાજકીય હેતુ માટે વિશાળ ફલક પર ખેલાતો સામાન્ય રીતે સશસ્ત્ર સંઘર્ષ. રાજદ્વારી નીતિના અંતિમ સાધન તરીકે તેનો ઉપયોગ થતો હોય છે. યુદ્ધનો એકમાત્ર ઉદ્દેશ શત્રુનો નાશ કરી નિર્ણાયક વિજય મેળવવાનો હોય છે. પ્રાચીન કાળમાં પરિવારો, જ્ઞાતિઓ, કબીલાઓ તથા જુદાં જુદાં પ્રતિસ્પર્ધી ધાર્મિક જૂથો વચ્ચે…

વધુ વાંચો >

યુદ્ધ-અપરાધ

યુદ્ધ-અપરાધ : યુદ્ધને લગતાં આંતરરાષ્ટ્રીય કાયદા તથા પ્રણાલિકાનું સૈનિકો અથવા નાગરિકો દ્વારા યુદ્ધકાળ દરમિયાન થતું ઉલ્લંઘન. બીજા વિશ્વયુદ્ધ (1939–45) પહેલાં યુદ્ધ-અપરાધોની વ્યાખ્યા સચોટ પણ મર્યાદિત બાબતોને આવરી લે તેવી હતી. તે વ્યાખ્યામાં યુદ્ધને લગતા પ્રવર્તમાન કાયદાઓનો ભંગ અને તેની સાથોસાથ યુદ્ધના માન્ય રીતરિવાજોના ભંગનો જ માત્ર સમાવેશ કરવામાં આવતો હતો.…

વધુ વાંચો >

યુદ્ધનૌકા (warship)

યુદ્ધનૌકા (warship) : યુદ્ધની કામગીરી માટે ખાસ બાંધવામાં આવેલું અને લશ્કરી સરંજામ સાથે તૈયાર કરવામાં આવેલું જહાજ. તે યુદ્ધનૌકાના નામથી પણ ઓળખાય છે. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં મહદ્ અંશે પોલાદની ધાતુ દ્વારા બાંધવામાં આવતાં જહાજોના આવિષ્કારથી અગાઉની યુદ્ધનૌકાઓની સરખામણીમાં આધુનિક યુદ્ધનૌકાઓના સ્વરૂપમાં અને તેની લશ્કરી કામગીરીની અસરકારકતામાં ઘણા ફેરફારો થયા હતા.…

વધુ વાંચો >

યુદ્ધવિરામ 

યુદ્ધવિરામ  : યુદ્ધમાં સંડોવાયેલા પક્ષો વચ્ચે પરસ્પર સમજૂતી દ્વારા નિશ્ચિત સમય માટે યુદ્ધની તહકૂબી અંગે થતો કરાર. યુદ્ધવિરામથી યુદ્ધનો અંત આવતો નથી. કારણ કે યુદ્ધના પક્ષકારોમાંથી જ્યારે એક પક્ષનો વિજય થાય છે ત્યારે જ યુદ્ધનો અંત આવે છે એમ કહેવાય. પ્રથમ વિશ્વયુદ્ધ (1914–18) અને બીજા વિશ્વયુદ્ધ(1939–45)માં જર્મનીનો પરાજય થતાં યુદ્ધનો…

વધુ વાંચો >

યુ-બોટ (U-boat)

યુ-બોટ (U-boat) : જર્મનીની લડાયક પનડૂબીઓ. જર્મન ભાષામાં તે ‘Utersee boote’ નામથી ઓળખાતી હતી. તેની સહાયથી દરિયાના પાણીમાં ગહેરાઈ સુધી ગુપ્ત રીતે જઈ શકાતું અને ત્યાંથી દરિયાની  ઉપર આવાગમન કરતાં શત્રુનાં લશ્કરી જહાજો, પ્રવાસી જહાજો તથા વ્યાપારી જહાજોને નિશાન બનાવી તેમનો નાશ કરી શકાતો હતો. પ્રથમ વિશ્વયુદ્ધ (1914–18) દરમિયાન જર્મન…

વધુ વાંચો >

રકોસી, માટયાસ

રકોસી, માટયાસ (જ. 1892; અ. 1963) : હંગેરીના અગ્રણી ઉદ્દામવાદી સામ્યવાદી નેતા અને પૂર્વ પ્રધાનમંત્રી. તેઓ હંગેરીના સામ્યવાદી નેતા બાલા કૂન (1886–1939)ના રાજકીય અનુયાયી હતા. સમય જતાં તેઓ સોવિયત સંઘના સર્વેસર્વા જોસેફ સ્ટાલિન(1879–1953)ના પ્રભાવ હેઠળ આવ્યા હતા. સ્ટાલિનની દોરવણી મુજબ રકોસીએ બીજા વિશ્વયુદ્ધ (1939–45) પછીના ગાળામાં હંગેરીમાં સામ્યવાદી પક્ષને મજબૂત…

વધુ વાંચો >