બાળકૃષ્ણ માધવરાવ મૂળે
મેહદી હસન
મેહદી હસન (જ. 1927, લુના, રાજસ્થાન; અ. 13 જૂન 2012, કરાંચી, પાકિસ્તાન) : વિખ્યાત પાકિસ્તાની ગઝલગાયક, સ્વરકાર અને પાર્શ્વગાયક. સદીઓથી પરંપરાગત સંગીતકળાને વરેલા પરિવારમાં જન્મ. ‘કલાવંત’ નામથી જાણીતી બનેલી સંગીત પરંપરાની સોળમી પેઢીના ઉત્તરાધિકારી. પિતાનું નામ આઝિમખાન, જેમની પાસેથી મેહદી હસને શાસ્ત્રીય સંગીતની શિક્ષા પ્રાપ્ત કરી. તેમના કાકા ઉસ્તાદ ઇસ્માઇલખાન…
વધુ વાંચો >મોઇત્ર, રાધિકામોહન
મોઇત્ર, રાધિકામોહન (જ. 13 ફેબ્રુઆરી 1917, તાલંડ હાલ બાંગ્લાદેશમાં; અ. 15 ઑક્ટોબર 1981, કૉલકાતા) : ભારતના અગ્રણી સરોદવાદક. સમગ્ર શિક્ષણ કૉલકાતામાં. કૉલકાતા યુનિવર્સિટીમાંથી તત્વજ્ઞાન વિષય સાથે બી.એ. અને એમ.એ.ની પદવીઓ પ્રાપ્ત કર્યા પછી રાજશાહી ખાતેની શાસકીય કૉલેજમાં તત્વજ્ઞાન વિષયના અધ્યાપક તરીકે જોડાયા. દરમિયાન કૉલકાતા યુનિવર્સિટીની એલએલ.બી.ની પદવી પણ પ્રાપ્ત કરી…
વધુ વાંચો >મોડિગ્લિયાની, ફ્રાંકો
મોડિગ્લિયાની, ફ્રાંકો (જ. 18 જૂન 1918, રોમન; અ. 25 સપ્ટેમ્બર 2003 કેમ્બ્રિજ) : ઇટાલીમાં જન્મેલા પરંતુ અમેરિકાના કાયમી વસવાટ માટે સ્થળાંતર કરી ગયેલા અગ્રણી અર્થશાસ્ત્રી. તેમને અર્થશાસ્ત્રીઓના અર્થશાસ્ત્રી તરીકે ઓળખવામાં આવે છે. 1939 તેમણે ફૅસિસ્ટ સત્તા હેઠળના ઇટાલીનો ત્યાગ કરી અમેરિકા જતા રહ્યા હતા. તે પૂર્વે 1939માં તેમણે રોમ યુનિવર્સિટીમાંથી…
વધુ વાંચો >મૉડેલ, વાલ્ટર
મૉડેલ, વાલ્ટર (જ. 1891; અ. 21 એપ્રિલ 1945) : જર્મનીના નાઝી લશ્કરના બાહોશ સેનાપતિ અને હિટલરના વિશ્વાસુ સાથી. નાઝી શાસન હેઠળ લશ્કરના જે અધિકારીઓને ઉચ્ચ હોદ્દાઓ પર વિશેષ બઢતીઓ આપવામાં આવી હતી તેમાં જનરલ મૉડેલનો સમાવેશ થયો હતો. લશ્કરના વરિષ્ઠ અધિકારી તરીકે તેમની કારકિર્દી બીજા વિશ્વયુદ્ધ (1939–45) દરમિયાન ધ્યાનાર્હ રહી…
વધુ વાંચો >મોદી, ઇન્દ્રવદન
મોદી, ઇન્દ્રવદન (જ. 18 ફેબ્રુઆરી 1926, હાંસોટ, જિ. ભરૂચ, દક્ષિણ ગુજરાત; અ. 26 નવેમ્બર 2012, અમદાવાદ) : ભારતના ફાર્માસ્યૂટિકલ ક્ષેત્રના અગ્રણી ઉદ્યોગપતિ. પિતા અંબાલાલ રેલવેમાં નોકરી કરતા હતા અને માતા કલાબા ગૃહકામમાં વ્યસ્ત રહેતાં. બાળપણમાં માતાનું અકાળ અવસાન થતાં દાદીમાએ તેમનો ઉછેર કર્યો અને તે જ તેમના ત્યારપછી માર્ગદર્શક રહ્યાં.…
વધુ વાંચો >મોદી, મનહર
મોદી, મનહર (જ. 15 એપ્રિલ 1937, અમદાવાદ; અ. 23 એપ્રિલ, 2003, અમદાવાદ) : જાણીતા પ્રયોગશીલ ગુજરાતી ગઝલકાર. કબીરપંથી પરિવારમાં જન્મ. પિતા શાંતિલાલ અમદાવાદમાં કરિયાણાની દુકાન ચલાવતા. માતા ગજીબહેન. મનહર મોદીનું સમગ્ર શિક્ષણ અમદાવાદમાં. 1962માં અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર સાથે અને બીજી વાર 1964માં ગુજરાતી અને સંસ્કૃત સાથે બી.એ. 1966માં ગુજરાતી વિષય…
વધુ વાંચો >મોદી, રુસી
મોદી, રુસી (જ. 17 જાન્યુઆરી 1918, મુંબઈ; અ. 16 મે 2014 કૉલકાતા) : ભારતમાં ઔદ્યોગિક વ્યવસ્થાપનક્ષેત્રના નિષ્ણાત, ‘ટિસ્કો’ના નિવૃત્ત ચૅરમૅન તથા ‘મૅન મૅનેજર’(‘Man Manager’)નું બિરુદ પ્રાપ્ત કરનાર કુશળ સંચાલક. પિતા સર હોમી પી. મોદી વાઇસરૉયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના પૂર્વ સભ્ય, જાણીતા ઉદ્યોગપતિ, સેન્ટ્રલ બૅંક ઑવ્ ઇન્ડિયાના પૂર્વ ચૅરમૅન તથા મુંબઈ અને…
વધુ વાંચો >મૉન્ટગોમરી, બર્નાર્ડ લૉ
મૉન્ટગોમરી, બર્નાર્ડ લૉ (જ. 17 નવેમ્બર 1887, લંડન; અ. 24 માર્ચ 1976, ઍલ્ટન, ઇંગ્લૅન્ડ) : બીજા વિશ્વયુદ્ધ (1939–45) દરમિયાન શરૂઆતમાં બ્રિટિશ લશ્કરને અને ત્યારબાદ મિત્રરાષ્ટ્રોના સંયુક્ત કમાન્ડને સફળ નેતૃત્વ પૂરું પાડનાર બાહોશ બ્રિટિશ સેનાપતિ. બીજા વિશ્વયુદ્ધમાં ઇજિપ્તના નગર અલ અલામીન ખાતે મિત્રરાષ્ટ્રોના સેના અને જર્મન સેના વચ્ચે થયેલા ભીષણ યુદ્ધમાં…
વધુ વાંચો >મૉરિસ, ‘પ્રિન્સ ઑવ્ ઑરેન્જ’ અને ‘કાઉન્ટ ઑવ્ નાસાઉ’
મૉરિસ, ‘પ્રિન્સ ઑવ્ ઑરેન્જ’ અને ‘કાઉન્ટ ઑવ્ નાસાઉ’ (Nassau) (જ. 13 નવેમ્બર 1567, ડિલેન્બર્ગ; અ. 23 એપ્રિલ 1625, ધ હેગ) : નેધરલૅન્ડ્ઝના વિખ્યાત લશ્કરી નેતા અને બાહોશ જનરલ. પિતા વિલિયમ સ્વાધીન નેધરલૅન્ડ્ઝના સ્વાતંત્ર્યસંગ્રામના જનક ગણાય છે. માતાનું નામ ઍન. જર્મનીના હાઇડલબર્ગમાં અભ્યાસ કર્યા પછી મૉરિસ પોતાના પિતા સાથે રહેવા નેધરલૅન્ડ્ઝ…
વધુ વાંચો >મૉર્ગેન્સ્ટર્ન, ઑસ્કર
મૉર્ગેન્સ્ટર્ન, ઑસ્કર (જ. 1902; અ. 1977) : અર્થશાસ્ત્રમાં રમતનો સિદ્ધાંત દાખલ કરનાર અર્થશાસ્ત્રી. 1933માં ડૉક્ટરેટની પદવી મેળવ્યા પછી તેઓ તરત જ વિયેના યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપકના પદ પર નિમાયા, જ્યાં તેમણે ત્રણ વર્ષ કામ કર્યું. ત્યારબાદ રજા લઈને તેઓ અમેરિકા જતા રહ્યા. વિયેના પર નાઝી જર્મનીએ સત્તા સ્થાપ્યા પછી રાજકીય કારણોસર…
વધુ વાંચો >