બાળકૃષ્ણ માધવરાવ મૂળે
મતંગ
મતંગ : ભારતીય સંગીતના અગ્રણી શાસ્ત્રકાર અને કિન્નરી વીણાવાદ્યના સર્જક. તેમનો સમયગાળો વિવાદાસ્પદ છે. કિંવદંતી મુજબ તેમનો જીવનકાળ છઠ્ઠી શતાબ્દી ગણાય છે; પરંતુ પ્રો. રામકૃષ્ણ કવિ નામના વિદ્વાનના મતે તેમનો જીવનકાળ નવમી સદીનો મધ્યભાગ છે. તેમના ગ્રંથનું નામ ‘બૃહદ્દેશીય’ છે, જેના આઠ અધ્યાયોમાં શાસ્ત્રીય સંગીતનાં વિવિધ પાસાંઓની છણાવટ કરવામાં આવી…
વધુ વાંચો >મનરંગ (અઢારમી સદીમાં હયાત)
મનરંગ (અઢારમી સદીમાં હયાત) : શાસ્ત્રીય ગાયક. સદારંગના પુત્ર અને શિષ્ય. તેમનું સાચું નામ ભૂપતખાં હતું, પરંતુ ‘મનરંગ’ના ઉપનામથી તેઓ સંગીતના ક્ષેત્રમાં વધુ જાણીતા બન્યા છે. તેમના જીવનકાળ વિશે આધારભૂત માહિતી ઉપલબ્ધ નથી; પરંતુ ઇતિહાસકારોના મત મુજબ, તેઓ દિલ્હીના બાદશાહ મુહમ્મદશાહના જમાના(1719–48)માં થઈ ગયા છે. આ અભિપ્રાય અનુસાર ‘મનરંગ’ અઢારમી…
વધુ વાંચો >મનાઈહુકમ
મનાઈહુકમ (injunction, stay) : અન્યાયી અથવા ગેરકાયદેસરનું કૃત્ય થતું અટકાવવા અથવા કાયદાની ર્દષ્ટિએ અયોગ્ય ગણાય તેવી ત્રુટિ કે ભૂલ યથાવત્ ચાલુ ન રહે તે માટે ન્યાયાલય દ્વારા આપેલ આજ્ઞા અથવા ચુકાદો. મનાઈહુકમ એ એક ન્યાયિક પ્રક્રિયા છે, જેના દ્વારા ન્યાયાલય કોઈ વ્યક્તિ કે નાગરિક દ્વારા થતા ગેરકાયદેસરના કૃત્યને અટકાવી શકે…
વધુ વાંચો >મરાઠી ભાષા અને સાહિત્ય
મરાઠી ભાષા અને સાહિત્ય મહારાષ્ટ્ર પ્રદેશના લોકોની ભાષા તથા તેમનું સાહિત્ય. મરાઠી ઇન્ડો-યુરોપિયન ભાષાકુળની ભારતીય આર્ય શાખાની એક ભાષા છે. કેટલાક વિદ્વાનોના મત મુજબ તે મહારાષ્ટ્રી પ્રાકૃતમાંથી ઉદભવી છે. ઈ. સ. 778માં ઉદ્યોતનસૂરિ નામના જૈન સાધુના ‘કુવલયમાલા’ ગ્રંથમાં મરાઠીનો ઉલ્લેખ છે. તેવી જ રીતે ઈ. સ. 1129માં સોમેશ્વર નામના વિદ્વાને…
વધુ વાંચો >મરાઠ્યાંચ્યા ઇતિહાસાચી સાધને
મરાઠ્યાંચ્યા ઇતિહાસાચી સાધને : મહારાષ્ટ્રના પ્રસિદ્ધ ઇતિહાસકાર વિશ્વનાથ કાશીનાથ રાજવાડે લિખિત ગ્રંથશ્રેણી. તેના બાવીસ ખંડોમાં લેખકે મરાઠાઓના ઇતિહાસને લગતાં સાધનોનું વિવરણ કર્યું છે. આ ગ્રંથશ્રેણી માટે તેમણે મરાઠાઓના ઇતિહાસને લગતું સમગ્ર દફતર વાંચ્યું હતું, જેમાંથી પહેલા ગ્રંથમાં 1750થી 1761ના સમયગાળાની ભારતના ઇતિહાસની વિગતો આપવામાં આવી છે. તે માટે તેમણે 304…
વધુ વાંચો >મર્ચન્ટ, અજિત
મર્ચન્ટ, અજિત (જ. 15 ઑગસ્ટ 1922, મુંબઈ) : ગુજરાતી ચલચિત્રક્ષેત્રના અગ્રણી સ્વરનિયોજક. પિતા રતનશી જેઠા ધારાશાસ્ત્રી તથા વ્યાપારી હતા. આ ઉપરાંત ભારતીય શાસ્ત્રીય તથા પાશ્ચાત્ય સંગીતના તેઓ મર્મજ્ઞ પણ હતા. માતાનું નામ ગુણવંતીબહેન. જુનિયર બી.એ. સુધીનું શિક્ષણ મુંબઈમાં. તેમની સંગીતની કેળવણી તથા અંગ્રેજી અને ગુજરાતી સાહિત્ય પ્રત્યેના શોખમાં પિતાની દોરવણી…
વધુ વાંચો >મશીનગન
મશીનગન : એક યાંત્રિક શસ્ત્ર. તે જલદ ગતિએ ગોળાબારુદ છોડીને દુશ્મન પર સતત મારો કરી શકે છે. જ્યાં સુધી આ શસ્ત્રમાંનો ઘોડો દબાવી રાખવામાં આવે ત્યાં સુધી તેમાંથી ગોળીઓ છૂટ્યા જ કરે છે. એક કરતાં વધુ નાળ ધરાવતી મશીનગનની સર્વપ્રથમ શોધ 1718માં ઇંગ્લૅન્ડમાં થઈ હતી. ત્યારબાદ 1862માં રિચર્ડ ગૅટલિંગ જે…
વધુ વાંચો >મહમ્મદ રફી
મહમ્મદ રફી (જ. 4 ડિસેમ્બર 1924, કોટા સુલતાનસિંહ – હવે પાકિસ્તાનમાં; અ. 3 જુલાઈ 1980, મુંબઈ) : ભારતીય ચલચિત્ર-જગતના વિખ્યાત પાર્શ્વગાયક. પિતાનું નામ હાજી અલીમહમ્મદ તથા માતાનું નામ અલ્લારખી. ચૌદ વર્ષની વયે 1938માં લાહોર ગયા અને ત્યાં ખાન અબ્દુલ વહીદખાં, જીવણલાલ મટ્ટો અને ગુલામઅલીખાં પાસેથી સંગીતની તાલીમ લેવાની શરૂઆત કરી.…
વધુ વાંચો >મહાપાત્ર, કેલુચરણ
મહાપાત્ર, કેલુચરણ (જ. 1 ઑગસ્ટ 1925; રઘુરાજપુર, ઓરિસા) : ઑડિસી નૃત્યશૈલીના વિખ્યાત કલાકાર તથા અગ્રણી કલાગુરુ. સંગીત, નૃત્ય અને ચિત્રકલાને વરેલા પરિવારમાં જન્મ. પિતા ઓરિસાના વિશિષ્ટ ચર્મવાદ્ય ખોલા(drum)ના નિષ્ણાત વાદક હતા અને પ્રવાસી નાટ્યમંડળીઓમાં વાદક તરીકે સેવાઓ આપી પોતાની આજીવિકા મેળવતા હતા. બાલ્યાવસ્થામાં જ કેલુચરણને આવી નાટ્યમંડળીઓ દ્વારા પ્રસ્તુત થતી…
વધુ વાંચો >મહારાષ્ટ્ર સાહિત્ય પરિષદ
મહારાષ્ટ્ર સાહિત્ય પરિષદ : મરાઠી ભાષા અને સાહિત્યના સંવર્ધન અને વિકાસાર્થે સ્થાપવામાં આવેલ મહારાષ્ટ્ર રાજ્યની કેન્દ્રીય સાહિત્યિક સંસ્થા. તેની સ્થાપના 1906માં લોકમાન્ય ટિળક દ્વારા કરવામાં આવી હતી. સન 2001માં તેના આજીવન સભ્યોની સંખ્યા 7,000 જેટલી હતી તથા તેની શાખાઓની સંખ્યા 35 જેટલી હતી. પરિષદનું કાર્ય મુખ્યત્વે સાહિત્યવિષયક હોવાથી વર્ષ દરમિયાન…
વધુ વાંચો >