બાળકૃષ્ણ માધવરાવ મૂળે
બેકર, ગૅરી સ્ટૅન્લે
બેકર, ગૅરી સ્ટૅન્લે (જ. 2 ડિસેમ્બર 1930, પૉટ્સવિલે, પેનસિલ્વાનિયા, યુનાઇટેડ સ્ટેટ્સ) : અર્થશાસ્ત્ર માટેના 1992ના નોબેલ પારિતોષિકના વિજેતા. તેઓ 1951માં પ્રિન્સટન યુનિવર્સિટીમાંથી બી.એ., 1953માં શિકાગો યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર વિષય સાથે એમ.એ. તથા બે વર્ષ બાદ 1955માં તે જ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. થયા. ત્યારબાદ તેમણે અધ્યાપન અને સંશોધનક્ષેત્રે મહત્વનાં સ્થાનોએ કામ કર્યું છે;…
વધુ વાંચો >બેટૅલિયન
બેટૅલિયન : પાયદળનું પાયાનું સશસ્ત્ર વ્યૂહાત્મક તથા વહીવટી ઘટક. ચારથી પાંચ કંપનીઓ ધરાવતું લશ્કરી સંગઠન બેટૅલિયન કહેવાય તથા ઓછામાં ઓછી બે પણ ક્યારેક ચારથી પાંચ બેટૅલિયન ધરાવતા સશસ્ત્ર લશ્કરી સંગઠનને બ્રિગેડ કહેવામાં આવે છે, જેમાં આશરે પાંચ હજાર જેટલા સૈનિકો હોય છે. બેટૅલિયનમાં કેટલા સૈનિકો રાખવા તેનો નિર્ણય તેને યુદ્ધના…
વધુ વાંચો >બેડેકર, માલતી
બેડેકર, માલતી (જ. 1 ઑક્ટોબર 1905, આવાસ, જિલ્લો રાયગડ) : ભારતીય સમાજની પછાત સ્ત્રીઓની સમસ્યાઓને વાચા આપનાર મરાઠીનાં અગ્રણી લેખિકા. મધ્યમવર્ગના એક પરિવારમાં જન્મ. શિક્ષણ ઘોડનદી, હિંગણે અને મુંબઈ ખાતે. એસ.એન.ડી.ટી. વિશ્વવિદ્યાલયની એમ.એ.ની સમકક્ષ ગણાતી પદવી ‘પ્રદેયાગમા’ (પી.એ.) તેમણે મેળવી હતી. 1923થી 1933 દરમિયાન હિંગણે ખાતેની કન્યાશાળામાં પ્રથમ શિક્ષિકા અને…
વધુ વાંચો >બેદી, પ્રતિમાગૌરી
બેદી, પ્રતિમાગૌરી (જ. 12 ઑક્ટોબર 1948, દિલ્હી; અ. 17 ઑગસ્ટ 1998, માલપા, ઉત્તરપ્રદેશ) : ઓડિસી નૃત્યશૈલીનાં વિખ્યાત નૃત્યાંગના. મૂળ નામ પ્રતિમા ગુપ્તા. પિતાનું નામ લક્ષ્મીચંદ. તેઓ વેપારી હતા. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ દિલ્હી ખાતે લીધું. 1966માં પિતાનું ઘર છોડી મુંબઈ આવી તેમણે મૉડલિંગનો વ્યવસાય અપનાવ્યો. તે દરમિયાન તે જમાનાના…
વધુ વાંચો >બેયોનેટ
બેયોનેટ : પાયદળ સૈનિકની બંદૂકની નળીના મોઢા પર બેસાડવામાં આવતું ખંજર જેવું હથિયાર. સામસામી લડાઈ દરમિયાન તેનો ઉપયોગ થાય છે. બંદૂકની સાથે હોવાથી બેયોનેટ એ એક વધારાનું હથિયાર ગણવામાં આવે છે. 1490માં ફ્રાન્સના બાયોને નગરમાં તેનો આવિષ્કાર થયેલો હોવાથી આ હથિયાર બાયોનેટ નામથી જાણીતું થયું છે. મૂળ તેની લંબાઈ એક…
વધુ વાંચો >બેલવલકર, શ્રીપાદ કૃષ્ણ
બેલવલકર, શ્રીપાદ કૃષ્ણ (જ. 10 ડિસેમ્બર 1880, નરસોબાચી વાડી, જિ. કોલ્હાપુર; અ. 8 જાન્યુઆરી 1967, પુણે) : વિખ્યાત પ્રાચ્યવિદ્યાનિષ્ણાત. પ્રાથમિક શિક્ષણ કોલ્હાપુર નજીકના હેર્લે ખાતે. માધ્યમિક શિક્ષણ રાજારામ હાઈસ્કૂલ, કોલ્હાપુર તથા ઉચ્ચશિક્ષણ રાજારામ કૉલેજ, કોલ્હાપુર અને ડેક્કન કૉલેજ, પુણે ખાતે. 1902માં અંગ્રેજી અને સંસ્કૃત વિષયો સાથે બી.એ. થયા. 1902–04 દરમિયાન…
વધુ વાંચો >બૅંક ખાતાં
બૅંક ખાતાં : બૅંકિંગ સેવા પ્રાપ્ત કરવા માટે ઇચ્છુક હોય તેવા સમાજના વિવિધ આર્થિક સ્તરના ગ્રાહકોની જરૂરિયાતને અનુરૂપ બૅંકના હિસાબી ચોપડામાં ખોલવામાં આવતાં ખાતાં. બૅંકો સમાજના જુદા જુદા વર્ગોમાંથી થાપણો એકત્રિત કરીને તેમાંથી ધિરાણ કરે છે. બૅંકે થાપણો ઉપર ચૂકવેલા વ્યાજ કરતાં લોન લેનાર ગ્રાહકો પાસેથી તેને મળેલા વ્યાજનો તફાવત…
વધુ વાંચો >બૅંક ડ્રાફ્ટ
બૅંક ડ્રાફ્ટ : કોઈ એક બૅંકની એક શાખાએ તે જ બૅંકની બીજી શાખાને લેખિત સૂચના દ્વારા તેમાં જણાવેલી નિશ્ચિત રકમ નિશ્ચિત વ્યક્તિને ચૂકવી આપવા માટે કરેલો આદેશ. કોઈ એક વ્યક્તિ અન્ય સ્થળે રહેતી બીજી વ્યક્તિને સહેલાઈથી નાણાં મોકલવા માગે તો તે વ્યક્તિ કાં તો પોતાનું ખાતું હોય તે બૅંકમાં અથવા…
વધુ વાંચો >બૅંક-ધિરાણ
બૅંક-ધિરાણ : નફો કરવાના હેતુથી ઓવરડ્રાફ્ટ, કૅશ-ક્રેડિટ, લોન ઇત્યાદિ સ્વરૂપમાં બૅંક દ્વારા તેના ગ્રાહકોને કરવામાં આવતું ધિરાણ. સમાજના બચત કરનાર વર્ગ પાસેથી વિવિધ સ્વરૂપની થાપણો સ્વીકારીને અને તેમના આધારે ધિરાણ કરીને બૅંક નફો કમાતી હોય છે. જ્યાં સુધી બૅંક થાપણ સ્વીકારીને પોતે દેવાદાર બનતી નથી ત્યાં સુધી તે ધિરાણ દ્વારા…
વધુ વાંચો >બૅંકિંગ
બૅંકિંગ : ધિરાણ કરવાના અથવા રોકાણ કરવાના હેતુથી લોકો પાસેથી નાણાંના રૂપમાં થાપણો સ્વીકારવાનો અને આવી થાપણો મૂકનાર દ્વારા પરત માગવામાં આવે ત્યારે ચેક, ડ્રાફ્ટ અથવા અન્ય માન્ય રીતે તુરત જ અથવા નિશ્ચિત તારીખે પરત કરવાનો વ્યવસાય. નાણાંના રૂપમાં થાપણો સ્વીકારવી અને તેમાંથી ધિરાણ કરવું આ બે પ્રવૃત્તિઓને સામાન્ય અર્થમાં…
વધુ વાંચો >