બાળકૃષ્ણ માધવરાવ મૂળે

પિઠોરાગઢ

પિઠોરાગઢ : ઉત્તરાખંડના 13 જિલ્લાઓમાંનો એક જિલ્લો. ભૌગોલિક સ્થાન : આ જિલ્લો 29 58´ ઉ. અ. અને 80 22´ પૂ. રે.ની આજુબાજુ આવેલ છે. તે સૌર ખીણ(Saur Vally)ના લગભગ પશ્ચિમ ભાગમાં આવેલ છે. આ ખીણ લગભગ 50 ચો.કિમી. વિસ્તારમાં ફેલાયેલી છે. આ જિલ્લાનો સમાવેશ કુમાઉં મહેસૂલી વિભાગમાં આવે છે, જે નૈનિતાલથી ઈશાને…

વધુ વાંચો >

પિસ્તોલ

પિસ્તોલ : નજીકથી પ્રહાર કરી શકાય તેવું સુવાહ્ય હથિયાર. વજનમાં તે હલકું (આશરે 907 ગ્રા.) હોવાથી માત્ર એક હાથમાં પકડીને નિશાન પર તે તાકી શકાય છે. નિશાનબાજીનું ક્ષેત્ર નાનું કે મર્યાદિત હોય અથવા નજીકમાં હોય કે સ્થિર હોય તો જ તેનો અસરકારક ઉપયોગ કરી શકાય છે. નિશાનબાજ નિષ્ણાત હોય તો…

વધુ વાંચો >

પીછેહઠ

પીછેહઠ : યુદ્ધના મોરચા પરથી સૈનિકોની ટુકડીઓ પાછી ખેંચી લઈ તેમનું સુરક્ષિત પ્રદેશમાં સ્થળાંતર કરવા અંગેની રણનીતિ. તે ફરજિયાત પણ હોઈ શકે અથવા તે વ્યૂહાત્મક પણ હોઈ શકે છે. નિકટવર્તી અથવા આસન્ન પરાજયથી બચવા માટે જ્યારે લશ્કર પીછેહઠ કરે છે ત્યારે તેને ફરજિયાત પીછેહઠ કહેવાય; પરંતુ તે સિવાય કેટલાક અન્ય…

વધુ વાંચો >

પીણાં-ઉદ્યોગ

પીણાં–ઉદ્યોગ : ઉત્તેજના અને તાજગી પ્રાપ્ત કરવા માટે ઉપભોક્તા દ્વારા ઉપયોગમાં લેવાતા પેય પદાર્થો તૈયાર કરવાનો અને તેનું વિતરણ કરવાનો ઉદ્યોગ. પીણાંના બિનનશાકારક અને નશાકારક/માદક – એમ બે પ્રકારો છે. ચા, કૉફી, કોકો અને અન્ય હળવાં પીણાં જેવાં કે કોકાકોલા, ફૅન્ટા, ગોલ્ડસ્પૉટ, રસના, સોડાવૉટર, લેમન, જિંજર વગેરે બિનનશાકારક અને વાઇન,…

વધુ વાંચો >

પીળો સમુદ્ર

પીળો સમુદ્ર : ચીન અને કોરિયા વચ્ચે આવેલો વાયવ્ય પૅસિફિક મહાસાગરનો દરિયાઈ વિભાગ. તેની ઉત્તરે અને પશ્ચિમે ચીન તથા તેની પૂર્વે કોરિયા દ્વીપકલ્પ આવેલો છે. તેની લંબાઈ 800 કિમી., પહોળાઈ 700 કિમી. અને ઊંડાઈ 91 મીટર જેટલી છે તથા તેનું કુલ ક્ષેત્રફળ આશરે 4,04,000 ચોકિમી. જેટલું છે. હુઆંગ હો નદી…

વધુ વાંચો >

પુણે (જિલ્લો)

પુણે (જિલ્લો) : મહારાષ્ટ્ર રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : જિલ્લો 17o 54’થી 19o 24′ ઉ. અ. અને 73o 19’થી 75o 10′ પૂ. રે. વચ્ચેનો વિસ્તાર આવરી લે છે. તેનું કુલ ક્ષેત્રફળ આશરે 15,642 ચોકિમી. જેટલું છે અને તેની કુલ વસ્તી 94,26,959…

વધુ વાંચો >

પુરી અમરીષ

પુરી, અમરીષ (જ. 22 જૂન 1932, નવાનશહર, જલંધર, પંજાબ; અ. 12 જાન્યુઆરી 2005, મુંબઈ) : હિંદી ચલચિત્રજગતના કલાકાર. ધારદાર અને ઘેરો અવાજ, લોખંડી દેહયષ્ટિ અને વિચક્ષણ અદાકારીને કારણે છેલ્લા લગભગ અઢી દાયકાથી ભારતના રૂપેરી પડદા પર લોકચાહના મેળવનાર આ કલાકારને 40 વર્ષની ઉંમર સુધી નિર્ણયાત્મક ક્ષણ માટે રાહ જોવી પડી…

વધુ વાંચો >

પૂછવાલે, રાજાભૈયા

પૂછવાલે, રાજાભૈયા (જ. 12 ઑગસ્ટ 1882, લશ્કર–ગ્વાલિયર; અ. 1 એપ્રિલ 1956, લશ્કર–ગ્વાલિયર) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના ગ્વાલિયર ઘરાનાના વિખ્યાત ગાયક. મૂળ નામ બાળકૃષ્ણ આનંદરાવ અષ્ટેકર. રાજાભૈયાના પિતા આનંદરાવ સારા સિતારવાદક હતા તથા તેમના કાકા નિપુણ ગાયક હતા, જેને લીધે રાજાભૈયાને ગળથૂથીથી જ સંગીતનું શિક્ષણ મળ્યું હતું. તે જમાનાના વિખ્યાત…

વધુ વાંચો >

પૅન્કહર્સ્ટ એમેલિન

પૅન્કહર્સ્ટ, એમેલિન (જ. 15 જુલાઈ 1858, મૅન્ચેસ્ટર, યુ. કે.; અ. 14 જૂન 1928 લંડન, યુ. કે.) : ઇંગ્લૅન્ડમાં નારીદાસ્યનિષેધ માટે સત્યાગ્રહ કરનાર તથા તે દેશમાં સ્ત્રીઓને મતદાનનો હક પ્રાપ્ત થાય તે માટે સફળ લડત આપનાર અગ્રણી મહિલા નેતા. તેને પ્રજાના ન્યાયી હકો માટે સંઘર્ષ કરવાની તાલીમ વારસામાં મળી હતી. વિખ્યાત…

વધુ વાંચો >

પેન્સિલવેનિયા

પેન્સિલવેનિયા : યુ.એસ.નાં સંલગ્ન રાજ્યોમાંનાં મૂળ તેર રાજ્યો પૈકીનું એક રાજ્ય તથા દેશનું ઐતિહાસિક અને ઔદ્યોગિક મહત્ત્વ ધરાવતું ઘટક રાજ્ય. દેશના ઉત્તર ભાગમાં ઈશાન તરફ આવેલું આ મધ્ય ઍટલાન્ટિક રાજ્ય ‘પેન્સ વૂડ્ઝ’ (Penns Woods) નામથી પણ ઓળખાય છે. ભૌગોલિક સ્થાન : તે લગભગ 39o 43’થી 42o 30′ ઉ.અ. અને 74o…

વધુ વાંચો >