બાળકૃષ્ણ માધવરાવ મૂળે
પાધ્યે પ્રભાકર આત્મારામ
પાધ્યે, પ્રભાકર આત્મારામ (જ. 4 જાન્યુઆરી 19૦9, લાંગે, જિલ્લો રત્નાગિરિ; અ. 1984 પૂણે) : મરાઠી પત્રકાર, વિવેચક અને સૌંદર્યશાસ્ત્રના જ્ઞાતા. શિક્ષણ રત્નાગિરિ, મુંબઈ અને પુણે ખાતે. 1932માં મુંબઈ યુનિવર્સિટીની બી.એ.ની પદવી અર્થશાસ્ત્ર સાથે મેળવી. શિક્ષણકાળથી જ મરાઠી સામયિકોમાં લેખો લખવાની શરૂઆત કરી. 1939માં મરાઠી પત્રકારત્વક્ષેત્રમાં પદાર્પણ કર્યું. 1939-45 દરમિયાન ‘ધનુર્ધારી’…
વધુ વાંચો >પાધ્યે પ્રભાકર નારાયણ (ભાઉપાધ્યે)
પાધ્યે, પ્રભાકર નારાયણ (ભાઉપાધ્યે) (જ. 29 નવેમ્બર 1926; અ. 1996) : મરાઠી લેખક, પત્રકાર તથા મજૂરનેતા. સમગ્ર શિક્ષણ મુંબઈ ખાતે. 1942માં મુંબઈ યુનિવર્સિટીની મૅટ્રિકની પરીક્ષા તથા 1946માં તે જ યુનિવર્સિટીની બી.એ.ની પરીક્ષા પસાર કરી. થોડાક સમય સુધી શિક્ષકની નોકરી કર્યા પછી પત્રકારત્વનો વ્યવસાય પસંદ કર્યો. સાથોસાથ મજૂર ચળવળમાં સક્રિય રહ્યા.…
વધુ વાંચો >પાનગૉંગ ત્સો (પૅન્ગૉગ)
પાનગૉંગ ત્સો (પૅન્ગૉગ) : ભારતના લડાખ પ્રદેશમાં આવેલ ખારા પાણીનું સરોવર. તે લડાખના પાટનગર લેહની પૂર્વે 12૦ કિમી. અંતરે 33.45o ઉ. અ. અને 78.43o પૂ. રે. પર આવેલું છે. તેની કુલ લંબાઈ 147 કિમી. અને પહોળાઈ 5થી 7 કિમી. જેટલી છે. આ સરોવરનો ભાગ ભારતની સીમામાં અને બાકીનો ભાગ ચીનના…
વધુ વાંચો >પાનસરે ગોવિંદ પી. (‘કૉમરેડ’)
પાનસરે, ગોવિંદ પી. (‘કૉમરેડ’) (જ. 26 નવેમ્બર 1933, કોલ્હાર, મહારાષ્ટ્ર; અ. 21 ફેબ્રુઆરી 2૦15, મુંબઈ) : મહારાષ્ટ્રના અગ્રણી સામ્યવાદી (CPI) નેતા, વિચારક તથા નીડર લેખક. પિતાનું નામ પંઢરીનાથ, જે પરિવારના ભરણપોષણ માટે સામાન્ય કક્ષાની રોજગારીમાં વ્યસ્ત રહેતા. માતાનું નામ હરણાબાઈ, જે પાંચ સંતાનોના ઉછેર માટે ખેતીમાં મજૂરી કરતાં. અગાઉ દેવાના…
વધુ વાંચો >પાપુઆ ન્યૂ ગિની
પાપુઆ ન્યૂ ગિની : ઑસ્ટ્રેલિયાની ઉત્તરે પૅસિફિક મહાસાગરના પશ્ચિમ ભાગમાં આવેલા ટાપુસમૂહોથી બનેલું સ્વતંત્ર રાષ્ટ્ર. તે 0oથી દક્ષિણ 11o 40′ અક્ષાંશ, 130o પૂ.થી 160o પૂ. રે. વચ્ચે આવેલું છે. તે પાપુઆ ન્યૂ ગિનીમાં ન્યૂ ગિની ટાપુનો પૂર્વ તરફનો વિસ્તાર તથા બિસ્માર્ક લુસીઆડી અને દ – ઑન્ત્રેકાસ્ટા દ્વીપસમૂહો તેમજ સૉલોમન ટાપુઓના…
વધુ વાંચો >પાબ્ના
પાબ્ના : બાંગ્લાદેશનો એક જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. 4,936 ચોકિમી. ક્ષેત્રફળ ધરાવતો, ‘રાજશાહી’ વહીવટી વિભાગમાં આવેલો આ જિલ્લો પદ્મા (ગંગા નદીનો વિભાગ) અને જમુના (બ્રહ્મપુત્ર નદીનો વિભાગ) નદીના સંગમથી રચાતા ખૂણા પર વિસ્તરેલો છે. આ જિલ્લામાં ઘણી નદીઓ જાળ રૂપે ફેલાયેલી હોવાથી વર્ષાઋતુમાં અહીંનાં ઘણાં ગામો વચ્ચે…
વધુ વાંચો >પાયદળ
પાયદળ : પગપાળા સૈનિકોવાળી લશ્કરની પાંખ. સદીઓ સુધી વિશ્વના દરેક દેશના લશ્કરમાં આ પાંખમાં ભરતી કરાયેલા સૈનિકોની સંખ્યા અન્ય પાંખોના સૈનિકોની સંખ્યા કરતાં ઘણી વધારે રાખવામાં આવતી. યુદ્ધની ભૂમિ પર તેમનું સ્થાન પ્રથમ હરોળમાં હોવાને કારણે દુશ્મનના આક્રમણનો પહેલો આઘાત તેમના પર પડતો હોય છે અને તેને લીધે સૌથી વધારે…
વધુ વાંચો >પાલખીવાલા નાની
પાલખીવાલા, નાની (જ. 16 જાન્યુઆરી 1920, મુંબઈ; અ. 11 ડિસેમ્બર 2002, મુંબઈ) : વિચક્ષણ બુદ્ધિમત્તા ધરાવતા કાયદાશાસ્ત્રી, બંધારણ-નિષ્ણાત, કરવેરાતજ્જ્ઞ તથા અર્થશાસ્ત્રી. પિતાનું નામ અરદેશર, માતાનું નામ શેહરબાનુ. સમગ્ર શિક્ષણ મુંબઈમાં. અર્થશાસ્ત્ર વિષય સાથે 1942માં એમ. એ. તથા 1944માં એલએલ.બી.ની પદવી પ્રથમ વર્ગમાં મેળવ્યા પછી મુંબઈમાં વકીલાત શરૂ કરી અને ટૂંકસમયમાં…
વધુ વાંચો >પાલના
પાલના : રશિયાના કોર્યાક સ્વાયત્ત પ્રદેશનું નગર તથા પ્રમુખ કેન્દ્ર. તે પાલના નદીના મુખપ્રદેશથી 8 કિમી. અંતરે કામચાટકા દ્વીપકલ્પના પશ્ચિમ કિનારા પર વસેલું છે. તે રશિયાના દૂર પૂર્વના પ્રજાસત્તાકનું મુખ્ય કેન્દ્ર છે. તેની પશ્ચિમે ઓખૉત્સ્ક સમુદ્ર, છેક ઉત્તરે કામેનકોજ નગર, ઈશાન દિશામાં ઓસોરા બંદર, અગ્નિ દિશામાં ઉકા બંદર તથા દક્ષિણે…
વધુ વાંચો >પિગુ આર્થર સેસિલ
પિગુ, આર્થર સેસિલ (જ. 18 નવેમ્બર 1877, રાઇડ આઇલ ઑવ્ વાઇટ; અ. 7 માર્ચ 1959, કેમ્બ્રિજ, ઇંગ્લૅન્ડ) : અર્થશાસ્ત્રમાં કેમ્બ્રિજ-વિચારસરણીના નામે પ્રચલિત થયેલી વિચારસરણીના અગ્રણી પુરસ્કર્તા તથા કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રની શાખાના પ્રવર્તક વિખ્યાત બ્રિટિશ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રી. ઇંગ્લૅન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીની ઉચ્ચ શિક્ષણની જાણીતી કિંગ્ઝ કૉલેજમાં પ્રોફેસર ઑવ્ પોલિટિકલ ઇકૉનૉમીનું જે પદ પિગુના…
વધુ વાંચો >