બાળકૃષ્ણ માધવરાવ મૂળે
પંડિત કૃષ્ણરાવ શંકરરાવ
પંડિત, કૃષ્ણરાવ શંકરરાવ (જ. 26 જુલાઈ 1894, ગ્વાલિયર; અ. 22 ઑગસ્ટ 1989, ગ્વાલિયર) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના વિખ્યાત ગાયક. પિતા શંકરરાવ વિષ્ણુ પંડિત ગ્વાલિયર ઘરાનાના જાણીતા ગાયક હતા અને તેથી માત્ર છ વર્ષની વયથી કૃષ્ણરાવે પિતા પાસેથી સંગીતની તાલીમ લેવાની શરૂઆત કરી. બાલ્યાવસ્થાથી તેઓ પિતાની સાથે સંગીતના કાર્યક્રમોમાં હાજરી…
વધુ વાંચો >પંડિત રામનારાયણ
પંડિત, રામનારાયણ (જ. 25 ડિસેમ્બર 1927, ઉદેપુર) : સારંગીના સરતાજ ગણાતા વિખ્યાત ભારતીય સંગીતકાર. તેમના પિતા નાથુરામ પોતે સારંગી તથા દિલરુબાના જાણીતા વાદક હતા. કુટુંબનું સંગીતમય વાતાવરણ તથા નિસર્ગદત્ત પ્રતિભાને કારણે ખૂબ નાનપણથી તેમણે સંગીતની સાધના શરૂ કરી હતી. 6-7 વર્ષની ઉંમરે પિતા પાસેથી સારંગી વગાડવાનું પ્રાથમિક જ્ઞાન મેળવ્યું. ત્યારબાદ…
વધુ વાંચો >પંડિત શંકરરાવ વિષ્ણુ
પંડિત, શંકરરાવ વિષ્ણુ (જ. 1863; અ. 1917) : ગ્વાલિયર ઘરાનાના શાસ્ત્રીય સંગીતના વિખ્યાત ભારતીય ગાયક. ખૂબ નાની વયે પિતા પાસેથી સંગીતનું શિક્ષણ લેવાની શરૂઆત કરી. ત્યારપછી બાળકૃષ્ણબુઆ ઇચલકરંજીકર, હદ્દુખાં તથા નિસારહુસેનખાં પાસેથી હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનું ઉચ્ચ પ્રકારનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. નિસારહુસેનખાં ગ્વાલિયર દરબારમાં નિયુક્ત થયા હતા. તેમણે સંગીતના એક જલસામાં…
વધુ વાંચો >પંડ્યા નિરંજન
પંડ્યા, નિરંજન (જ. 17 જૂન 1955, જેતપુર) : ગુજરાતી ભાષામાં આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યક્રમો આપતા જાણીતા કલાકાર. પાંચ ભાઈઓ અને ત્રણ બહેનોનો પરિવાર. અભ્યાસ બી.એ. અને બી.એડ. સુધીનો. થોડો સમય શિક્ષક તરીકે નોકરી પણ કરેલી. માર્ગી સંપ્રદાયના સંસારી શંકરબાપા પાસેથી નાનપણથી ભજનગાયકીના સંસ્કાર મળ્યા. આઠ વર્ષની વયે (1963-64) જિલ્લા-મહોત્સવમાં ભજન-લોકગીતનો…
વધુ વાંચો >પંડ્યા વિઠ્ઠલ કૃપારામ
પંડ્યા, વિઠ્ઠલ કૃપારામ (જ. 21 જાન્યુઆરી 1923, કાબોદરા, જિલ્લો સાબરકાંઠા; અ. 3 જુલાઈ 2008) : ગુજરાતી નવલકથાકાર અને વાર્તાકાર. માતાનું નામ મેનાબા. 1942માં મૅટ્રિકની પરીક્ષા અને ત્યારબાદ ઇન્ટર આર્ટ્સની પરીક્ષા પાસ કરી. વળી રાષ્ટ્રભાષા કોવિદની પરીક્ષામાં પણ તેઓ ઉત્તીર્ણ થયા. ગુજરાત તથા હિંદી ચલચિત્રોમાં સહાયક દિગ્દર્શક તરીકે કામગીરી કરી. લોકપ્રિય…
વધુ વાંચો >પંઢરપુર
પંઢરપુર : મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાનું નગર તથા પ્રસિદ્ધ તીર્થસ્થાન. તે સોલાપુરની પશ્ચિમે 71 કિમી. અંતરે સમુદ્ર-સપાટીથી 450 મીટરની ઊંચાઈ પર ભીમા નદીના જમણા કાંઠા પર વસેલું છે. આ તીર્થક્ષેત્ર વિશેનો જૂનામાં જૂનો ઉલ્લેખ ઈ. સ. 516નો છે, જેમાં આ નગર `પાંડરંગપલ્લી’ નામથી ઓળખાવાયેલું છે. આ નામ ઉપરાંત પણ ભૂતકાળમાં કેટલાંક…
વધુ વાંચો >પાટીલ પ્રતિભા
પાટીલ, પ્રતિભા (જ. 19 ડિસેમ્બર 1934, જળગાંવ, ખાનદેશ પ્રદેશ, મહારાષ્ટ્ર) : ભારતીય પ્રજાસત્તાકનાં 13મા અને સર્વપ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ. મહારાષ્ટ્ર રાજ્યમાંથી સર્વપ્રથમ રાષ્ટ્રપ્રમુખ બનીને બંને રીતે તેમણે ઇતિહાસ સર્જ્યો છે. તે પૂર્વે તેઓ રાજસ્થાનનાં સૌપ્રથમ મહિલા રાજ્યપાલ હતાં. પ્રાથમિક, માધ્યમિક અને એમ.એ. સુધીનું શિક્ષણ મહારાષ્ટ્રના ખાનદેશ પ્રદેશમાં આવેલ જળગાંવ ખાતે. ત્યારબાદ…
વધુ વાંચો >પાટીલ વસંતરાવ
પાટીલ, વસંતરાવ (જ. 13 નવેમ્બર 1917, કોલ્હાપુર; અ. 1 માર્ચ 1989, કોલ્હાપુર) : મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને અગ્રણી રાજકીય નેતા. ‘વસંતદાદા’ નામથી લાડીલા બનેલા આ નેતાનો જન્મ ખેડૂત કુટુંબમાં થયેલો. પિતાનું નામ બંડૂજી અને માતાનું નામ રુક્મિણીબાઈ. માત્ર સાત ધોરણ સુધીનો અભ્યાસ. 1937માં રાજકારણમાં પ્રવેશ. મહાત્મા ગાંધીની હાકલ પર 1940ના…
વધુ વાંચો >(પંડિત) પાઠક બલરામ
(પંડિત) પાઠક, બલરામ (જ. 5 નવેમ્બર 1926, બલિયા, ઉત્તરપ્રદેશ; અ. 15 ફેબ્રુઆરી 1991, ન્યૂ દિલ્હી) : વિખ્યાત સિતારવાદક. તેમના પિતા ધ્રુપદ ગાયકીના નિષ્ણાત હતા. તેમના કાકા સિતારવાદક હતા. શરૂઆતમાં બલરામ પાઠકે બંને પાસેથી શાસ્ત્રીય કંઠ્યસંગીત તથા સિતારવાદનની તાલીમ લીધી હતી. તેમણે બાર વર્ષની ઉંમરે 1938માં પ્રથમ વખત લોકો સમક્ષ સંગીતની…
વધુ વાંચો >પાડગાંવકર મંગેશ
પાડગાંવકર, મંગેશ (જ. 10 માર્ચ 1929, વેંગુર્લા; અ. 29 ડિસેમ્બર 2015, મુંબઈ, મહારાષ્ટ્ર) : મરાઠી કવિ. મૅટ્રિક સુધીનું શિક્ષણ વેંગુર્લા ખાતે અને ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં. મુંબઈ યુનિવર્સિટીની બી.એ.ની પરીક્ષા 1956માં પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાન સાથે પસાર કરી અને તર્ખડકર સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો. 1958માં તે જ યુનિવર્સિટીની એમ.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં…
વધુ વાંચો >