બાળકૃષ્ણ માધવરાવ મૂળે
તિમોર સમુદ્ર
તિમોર સમુદ્ર : મલેશિયા દ્વીપકલ્પના તિમોર ટાપુને ઑસ્ટ્રેલિયા ખંડના ઉત્તર-પશ્ચિમ તરફના વિસ્તારથી વિખૂટો પાડતો છીછરા પાણીનો દરિયાઈ પ્રદેશ. તે 9° 21´ દ. અ. અને 125° 08´ પૂ. રે. પર આવેલો છે. તેનું પાણી ઉષ્ણકટિબંધના પાણીની જેમ અત્યંત ગરમ છે. તેના ઉત્તર તરફના વિસ્તારમાં ઇન્ડોનેશિયા, પૂર્વ તરફના વિસ્તારમાં મેલવિલે ટાપુ, દક્ષિણ-પૂર્વ…
વધુ વાંચો >તિરિવારુર
તિરિવારુર : તમિળનાડુ રાજ્યના તાંજાવુર જિલ્લામાં આવેલું શૈવ સંપ્રદાયનું તીર્થક્ષેત્ર. તે તાંજાવુરની પૂર્વે આશરે 35 કિમી.ના અંતરે 8°.30´ ઉ. અ. અને 79°.55´ પૂ. રે. પર છે. તેની ઉત્તરમાં પુદુચેરી (પૉન્ડિચેરી), પશ્ચિમમાં તાંજાવુર તથા દક્ષિણમાં નાગપટ્ટનમ્ નગરો આવેલાં છે. ત્યાંનું શિવપાર્વતીનું મંદિર ખૂબ જાણીતું છે. ત્યાં શિવ ત્યાગરાજ તથા પાર્વતી નીલોત્પલાંબિકા…
વધુ વાંચો >તિરુનેલવેલી
તિરુનેલવેલી (તિનેવેલ્લી) : તમિળનાડુ રાજ્યનો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લાનું વહીવટી મથક. જિલ્લાનો કુલ વિસ્તાર 6810 ચોકિમી. તથા વસ્તી 30,72,880 (2011) છે. તિરુનેલવેલી નગર 8.44 ઉ. અ. અને 77.42 પૂ. રે. પર આવેલું છે. તે તામ્રપર્ણી નદીના પશ્ચિમ કાંઠા પર પાલન કોટ્ટાઈક્વિલોન રેલમાર્ગ પર શેન કોટ્ટા ખીણની અગ્નિ…
વધુ વાંચો >તુકડોજી મહારાજ, (સંત)
તુકડોજી મહારાજ, (સંત) (જ. 29 એપ્રિલ 1909, યાવલી, જિ. અમરાવતી; અ. 10 નવેમ્બર 1968, મોઝરી આશ્રમ, જિ. અમરાવતી) : સ્વાતંત્ર્યસેનાની, રાષ્ટ્રસંત, કવિ અને સમાજ-સુધારક. મૂળ નામ માણિક. પિતાનું નામ બંડોજી. અટક ઠાકુર. પંઢરપુરના વિઠોબા તેમના કુલદેવતા. મરાઠી ત્રણ ધોરણ સુધી ભણ્યા પછી શાળાનો ત્યાગ કર્યો. બાળપણમાં અત્યંત તોફાની અને કેટલીક…
વધુ વાંચો >તેનસિંગ નૉર્કે
તેનસિંગ નૉર્કે (જ. 29 મે 1914, ત્સા-ચુ, નેપાલ; અ. 9 મે 1986, દાર્જિલિંગ) : વિશ્વનું સર્વોચ્ચ શિખર માઉન્ટ એવરેસ્ટ સર્વપ્રથમ સર કરનાર પર્વતારોહક. બૌદ્ધ ધર્મનું ચુસ્તપણે પાલન કરનાર થામી ગામના એક ખેડૂત-પરિવારમાં જન્મ. નાનપણમાં તે ખેતીમાં મજૂરી ઉપરાંત યાક ચરાવવાનું કામ કરતો. તેર વર્ષની વયે તે ઘરમાંથી બે વાર ભાગી…
વધુ વાંચો >તેલંગ, કાશીનાથ ત્ર્યંબક
તેલંગ, કાશીનાથ ત્ર્યંબક (જ. 30 ઑગસ્ટ 1850, મુંબઈ; અ. 1 સપ્ટેમ્બર 1893, મુંબઈ) : સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી, પ્રાચ્યવિદ્યા વિશારદ, સમાજસુધારક તથા ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના સ્થાપક સભ્યોમાંના એક. તેમનું કુટુંબ મૂળ ગોવાનું, પરંતુ ઓગણીસમી સદીની શરૂઆતમાં તેમણે મુંબઈ સ્થળાંતર કરેલું. પિતા બાપુ સાહેબ તથા કાકા ત્ર્યંબક મુંબઈમાં ફૉર્બસ કંપનીમાં નોકરી કરતા હતા.…
વધુ વાંચો >તેલુગુ ભાષા અને સાહિત્ય
તેલુગુ ભાષા અને સાહિત્ય ભારતના સાડા ચાર કરોડ ઉપરાંત લોકોની ભાષા. ‘આંધ્ર’, ‘તેલુગુ’, ‘તેનુગુ’ નામોથી ઓળખાતી ભાષા એક જ છે. તેલુગુ ભાષા મૂળ દ્રવિડ ભાષાકુળ સાથે સંબદ્ધ પરંતુ સંસ્કૃત-પ્રાકૃતથી અત્યધિક પ્રભાવિત છે. તેલુગુ ભાષા દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશની ભાષા. દક્ષિણ ભારતની પાંચ ભાષાઓમાં તેનો સમાવેશ થાય છે. તે દ્રવિડ કુળની ભાષા…
વધુ વાંચો >ત્બિલિસિ
ત્બિલિસિ (Tbilisi) : એશિયાના કૉકેસસ પર્વતમાળાના પ્રદેશમાં આવેલ જ્યૉર્જિયા ગણરાજ્યનું પાટનગર તથા ઐતિહાસિક શહેર. રશિયન ભાષામાં તેનું નામ ‘તિફિલસ’ છે. સ્થાનિક જ્યૉર્જિયન ભાષામાં ‘ત્બિલિસિ’ એટલે ગરમ પાણીનાં ઝરણાં. તેની આજુબાજુના વિસ્તારમાં ગરમ પાણીનાં ઘણાં ઝરણાં હોવાથી શહેરને આ નામ મળ્યું છે. તે 41° 43’ ઉ. અ. તથા 44° 49’ પૂ.…
વધુ વાંચો >ત્રિચુર
ત્રિચુર (ત્રિશુર) : ભારતના કેરળ રાજ્યના 14 જિલ્લાઓમાંનો એક જિલ્લો અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા – વનસ્પતિ : તે 10 52´ ઉ. અ. અને 76 21´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે પલક્કડ (Palakkad) અને મલ્લાપ્પુરમ્, દક્ષિણે અર્નાકુલમ્ અને ઈડુક્કી, પૂર્વે કોઈમ્બતુર જ્યારે પશ્ચિમે અરબસાગર અને પશ્ચિમ…
વધુ વાંચો >ત્રોનર, ઍલેકઝાંદ્ર
ત્રોનર, ઍલેકઝાંદ્ર (જ. 3 ઑગસ્ટ 1906 બુડાપેસ્ટ, હંગેરી; અ. 6 ડિસેમ્બર 1993, ઓમનોવીય-લા-તીત) : ચલચિત્રજગતના ઑસ્કારવિજેતા ફ્રેન્ચ સન્નિવેશકાર. ફ્રેંચ કવિ તથા નાટ્યલેખક ઝાક પ્રેવર્ત અને દિગ્દર્શક માર્સે કાર્ને સાથે તેમણે 1938માં ‘હૉતેલ દ્યુ નોર્દ’ અને 1939માં ‘લ ઝુર સ લેવ’ નામનાં ચલચિત્રોનું સર્જન કરીને સન્નિવેશકાર તરીકે ખ્યાતિ મેળવી. બીજા વિશ્વયુદ્ધ…
વધુ વાંચો >