બાળકૃષ્ણ માધવરાવ મૂળે
ડૉબ, મૉરિસ હર્બર્ટ
ડૉબ, મૉરિસ હર્બર્ટ (જ. 24 જુલાઈ 1900, લંડન; અ. 17 ઑગસ્ટ 1976, કેમ્બ્રિજ, ઇંગ્લૅન્ડ) : વિખ્યાત અંગ્રેજ અર્થશાસ્ત્રી અને માર્કસવાદી વિચારક. કેમ્બ્રિજ તથા લંડનમાં શિક્ષણ લીધા પછી તે 1924માં અર્થશાસ્ત્રના અધ્યાપક તરીકે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં જોડાયા. માત્ર તેમના જીવનકાળ દરમિયાન જ નહિ, પરંતુ સોવિયેત સંઘના વિઘટન (1990) સુધી તેમના વિચારોએ વિશ્વના…
વધુ વાંચો >ડ્યુના જીન-હેનરી
ડ્યુના જીન-હેનરી (જ. 8 મે 1828, જિનીવા; અ. 30 ઑક્ટોબર 1910, હેડન) : સ્વિટ્ઝર્લૅન્ડના માનવતાવાદી અગ્રણી, રેડક્રૉસ સંસ્થાના સંસ્થાપક અને 1901માં શાંતિ માટેના નોબેલ પારિતોષિકના પ્રથમ સહવિજેતા. તેમણે વિશ્વવ્યાપી સંસ્થા યંગમૅન્સ ક્રિશ્ચિયન ઍસોસિયેશન(YMCA)ની સ્થાપના કરી હતી. 24 જૂન, 1859માં ઉત્તર ઇટાલીમાં આવેલ સોલ્ફેરિનો ખાતેની લડાઈના તેઓ પ્રત્યક્ષ સાક્ષી હતા. આ…
વધુ વાંચો >ડ્યુપ્યુટ, એ. જે.
ડ્યુપ્યુટ, એ. જે. (જ. 18 મે 1804, ફોસૅનો, પિડમૉન્ટ; અ. 5 સપ્ટેમ્બર 1866, પૅરિસ) : ફ્રેન્ચ સિવિલ ઇજનેર. અર્થશાસ્ત્રીય ર્દષ્ટિકોણથી જાહેર બાંધકામના ક્ષેત્રનું ખર્ચ-લાભ-વિશ્લેષણ (cost-benefit analysis) કરવાની પહેલ કરનાર. ફ્રાન્સના જાહેર બાંધકામ વિભાગમાં અધિકારી તરીકે ફરજ બજાવતાં આ ઇજનેરને તેની વ્યાવસાયિક જવાબદારીઓ દરમિયાન જાહેર બાંધકામ પર થતા ખર્ચ અને તેના…
વધુ વાંચો >ઢસાળ, નામદેવ લક્ષ્મણ
ઢસાળ, નામદેવ લક્ષ્મણ (જ. 15 ફેબ્રુઆરી 1949, પુણેની નજીકના ખેડ તાલુકાના પુર-કાનેસર ખાતે; અ. 15 જાન્યુઆરી 2014, મુંબઈ) : માનવ-અધિકારો માટે ઝૂઝનાર મહારાષ્ટ્રના કર્મશીલ સમાજસેવક, કવિ અને લેખક. તેઓ માત્ર છ વર્ષના હતા ત્યારે એમના પિતાએ પોતાના પરિવાર સાથે વતન છોડીને મુંબઈ સ્થળાંતર કર્યું અને પછીની જિંદગી ત્યાં જ વિતાવી.…
વધુ વાંચો >ઢાલ
ઢાલ : દ્વંદ્વ યુદ્ધમાં શત્રુના હુમલાથી પોતાનું સંરક્ષણ કરવાનું સાધન. પ્રાચીન કાળમાં ગદાયુદ્ધ દરમિયાન અને ત્યારપછી તલવાર અને ભાલાના આક્રમણ સામે આત્મરક્ષણ માટે પાયદળ કે અશ્વારોહી સૈનિકો તેનો ઉપયોગ કરતા હતા. બંદૂક અને તોપ જેવાં દૂરથી મારી શકે તેવાં સાધનોની શોધ થયા પછી ઢાલ નિરુપયોગી સાધન બની ગયું, જોકે આધુનિક…
વધુ વાંચો >તલત મહેમૂદ
તલત મહેમૂદ (જ. 24 ફેબ્રુઆરી 1922, લખનૌ; અ. 9 મે 1998, મુંબઈ) : વિખ્યાત ગઝલ ગાયક. શિક્ષણ લખનૌ અને અલીગઢ ખાતે. બાળપણમાં જ ફોઈ મહલકા બેગમે તેમના જન્મજાત ગુણોની પરખ કરીને સંગીત-સાધના માટે પ્રોત્સાહન આપ્યું હતું. સત્તર વર્ષની ઉંમરે 1939માં આકાશવાણી લખનૌ કેન્દ્ર પરથી તેમનો પ્રથમ કાર્યક્રમ રજૂ થયો. 1941માં…
વધુ વાંચો >તંત્રનિયમાવલી
તંત્રનિયમાવલી (manual) : વ્યાવસાયિક વ્યવસ્થાપન કેવી રીતે કરવું તે અંગે ટૂંકાણમાં વ્યવહારુ અને સ્પષ્ટ સૂચનાઓ આપતી માર્ગદર્શક પુસ્તિકા. ધંધાકીય એકમો વિસ્તૃત બજાર માટે ઉત્પાદન કરતા હોવાથી તેમનાં કદ મોટાં થયાં છે અને તેમનાં કાર્યો અને કાર્યસંબંધો જટિલ બન્યાં છે. તેથી ઉત્પાદન એકમના આયોજનના અમલ અને મૂલ્યાંકનની પ્રક્રિયાઓ ઉપર અંકુશ અને…
વધુ વાંચો >તાના-રીરી
તાના-રીરી (ઈ. સ. 16મી સદી) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતની વિખ્યાત ગાયિકાઓ, બે બહેનો: તાના અને રીરી. શહેનશાહ અકબર(1542–1605)ના સમયમાં ગુજરાતના એક પ્રાચીન નગર વડનગરમાં તેઓ રહેતી હતી એમ કહેવાય છે. એક લોકવાયકા મુજબ નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈની દીકરી શર્મિષ્ઠાની આ બે પુત્રીઓ હતી. તે ઋતુઓ પ્રમાણે રાગ ગાતી ત્યારે…
વધુ વાંચો >તાહિતિ
તાહિતિ : ‘સોસાયટી આઇલૅન્ડ’ નામથી ઓળખાતા ચૌદ ટાપુઓમાંનો સૌથી મહત્વનો ટાપુ. તે મધ્યદક્ષિણ પૅસિફિક મહાસાગરમાં 17° 49´ દ. અ. અને 149° 25´ પ. રે. પર ઑસ્ટ્રેલિયાની પૂર્વે આશરે 5600 કિમી.ને અંતરે આવેલો છે. તેનો કુલ વિસ્તાર 1042 ચોકિમી. છે. લંબાઈ 53 કિમી. તથા પહોળાઈ 25 કિમી. જેટલી છે. તેની કુલ…
વધુ વાંચો >તાંબે, ભા. રા.
તાંબે, ભા. રા. (જ. 27 ઑક્ટોબર 1873, મુંગાવલી, મધ્ય ભારત; અ. 7 ડિસેમ્બર 1941, ગ્વાલિયર) : મરાઠી કવિ. આખું નામ ભાસ્કર રામચંદ્ર તાંબે. શિક્ષણ ઝાંસી અને દેવાસ ખાતે. 1893માં પ્રવેશ પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કરી; પરંતુ કુટુંબની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી ઉચ્ચશિક્ષણ લઈ શક્યા ન હતા. મધ્ય ભારતમાં ભિન્ન ભિન્ન…
વધુ વાંચો >