બાળકૃષ્ણ માધવરાવ મૂળે
ઠાકરે, કેશવ સીતારામ
ઠાકરે, કેશવ સીતારામ (જ. 17 સપ્ટેમ્બર 1885, પનવેલ, જિલ્લો કુલાબા; અ. 20 નવેમ્બર 1973, મુંબઈ) : મહારાષ્ટ્રના સમાજસુધારક, ઇતિહાસકાર અને જહાલ પત્રકાર. ‘પ્રબોધનકાર ઠાકરે’ નામથી તે વધુ જાણીતા બન્યા છે. શિક્ષણ પનવેલ અને મધ્યભારતના દેવાસ રિયાસત ખાતે. મૅટ્રિક સુધી જ ભણ્યા; પરંતુ ખાનગી રાહે સ્વયંસ્ફૂર્તિથી અંગ્રેજી અને મરાઠી ભાષાઓ પર…
વધુ વાંચો >ઠાકરે, બાળ
ઠાકરે, બાળ (જ. 23 જાન્યુઆરી 1927; અ. 17 નવેમ્બર 2012, મુંબઈ) : ભારતમાં શિવસેનાના સ્થાપક-પ્રમુખ અને ભારતના અગ્રણી હિંદુત્વવાદી નેતાઓમાંના એક. તેમના પિતા કેશવ મહારાષ્ટ્રમાં ‘પ્રબોધનકાર’ તરીકે જાણીતા હતા. શિક્ષણ મુખ્યત્વે મુંબઈ શહેરમાં. શરૂઆતમાં કેન્દ્રસરકારની નોકરીમાં હતા; પરંતુ તે દરમિયાન બઢતીની બાબતમાં તેમને અન્યાય થયો હોવાની લાગણીને કારણે નોકરીમાંથી રાજીનામું…
વધુ વાંચો >ઠાકોર, ઇલાક્ષી
ઠાકોર, ઇલાક્ષી (જ. 12 એપ્રિલ 1936, પુણે) : ભરતનાટ્યમનાં વિખ્યાત નૃત્યાંગના. પિતા ઠાકોરદાસ જયકિસનદાસ. તેઓ નામાંકિત હસ્તાક્ષરનિષ્ણાત હતા. તેમની તથા બહેન જયબાળાની પ્રેરણાથી તેમણે શાસ્ત્રીય નૃત્યક્ષેત્રમાં નાની ઉંમરે પદાર્પણ કર્યું. માતાનું નામ ધનલક્ષ્મી. તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પુણે ખાતે થયું હતું. કથક નૃત્યની પ્રારંભિક તાલીમ તેમણે 6–7 વર્ષ સુધી…
વધુ વાંચો >ઠાકોર, જે. એમ.
ઠાકોર, જે. એમ. (જ. 23 નવેમ્બર 1914, મુંબઈ; અ. 27 નવેમ્બર 2000, અમદાવાદ) : અગ્રણી ધારાશાસ્ત્રી અને ગુજરાત રાજ્યના વરિષ્ઠ ઍડ્વોકેટ જનરલ. આખું નામ જયેન્દ્ર મણિલાલ ઠાકોર. જાણીતા ધારાશાસ્ત્રીઓના પરિવારમાં જન્મ. પિતા ઍડ્વોકેટ હતા. માતાનું નામ પદ્માદેવી. ભારતના પ્રખર ધારાશાસ્ત્રી સર ચીમનલાલ સેતલવાડ તેમના નાના તથા સ્વતંત્ર ભારતના પ્રથમ ઍટર્ની…
વધુ વાંચો >ડગ્લાસ, કર્ક
ડગ્લાસ, કર્ક (જ. 9 ડિસેમ્બર 1916, ઍમ્સ્ટરડૅમ, ન્યૂયૉર્ક, યુ.એસ.; અ. 5 ફેબ્રુઆરી 2020, એવર્લી હિલ્સ) : ચલચિત્રક્ષેત્રે અસાધારણ કારકિર્દી માટે 1996માં ઑસ્કારથી સન્માનિત અમેરિકન અભિનેતા. પિતાનું નામ હર્ષલ ડૅનિયલોવિચ અને માતાનું નામ બ્રાયના. આ કામદાર દંપતીનાં સાત સંતાનોમાં ચોથું સંતાન અને એકમાત્ર પુત્ર તે કર્ક ડગ્લાસ, જેનું મૂળ નામ ઈશ્યૂર…
વધુ વાંચો >ડન્ડૉલ્કનો ઉપસાગર
ડન્ડૉલ્કનો ઉપસાગર : ઇંગ્લૅન્ડની પશ્ચિમે તથા આયર્લૅન્ડ પ્રજાસત્તાકની પૂર્વે આવેલા આઇરિશ સમુદ્રનો એક ભાગ. તે આશરે 53° 45´ થી 54° ઉત્તર અક્ષાંશ અને 6°થી 6° 15´ પશ્ચિમ રેખાંશ વચ્ચે આવેલો છે. તેની વધુમાં વધુ ઊંડાઈ 90 મી. છે. તેના કાંઠાનો પ્રદેશ વિશાળ અને સમતલ છે. આ ઉપસાગરમાં ચાર નદીઓનાં પાણી…
વધુ વાંચો >ડલાસ
ડલાસ : યુ.એસ.ના ટૅક્સાસ રાજ્યમાં આવેલું મહત્ત્વનું ઔદ્યોગિક અને વ્યાપારી નગર તથા સાંસ્કૃતિક કેન્દ્ર. ભૌગોલિક સ્થાન : 32o 46’ ઉ. અ. અને 96o 47’ પ. રે.. ટૅક્સાસ રાજ્યની ઈશાનમાં આવેલું આ નગર ડલાસ પરગણાનું મુખ્ય વહીવટી મથક છે. મેક્સિકોના અખાતથી આશરે 400 કિમી. અંતરે આવેલું આ શહેર સમુદ્રસપાટીથી 132–216 મી.…
વધુ વાંચો >ડેનવર
ડેનવર : યુ.એસ.ના કૉલોરાડો રાજ્યનું પાટનગર તથા મહત્વનું વ્યાપારી મથક. ભૌ. સ્થાન : 39o 44’ ઉ.અ. અને 104o 59’ પ.રે. રૉકી પર્વતમાળાની પૂર્વે 16 કિમી. અંતરે સાઉથ પ્લૅટ નદી પર તે વસેલું છે. સમુદ્રની સપાટીથી 16 કિમી. ઊંચાઈ પર હોવાથી ‘હાઈ સિટી’ તરીકે તે ઓળખાય છે. નગરનો કુલ વિસ્તાર 155…
વધુ વાંચો >ડેબ્રો, જિરાર્ડ
ડેબ્રો, જિરાર્ડ (જ. 4 જુલાઈ 1921, કૅલે, ફ્રાન્સ; અ. 31 ડિસેમ્બર, 2004, પૅરિસ) : 1983નું અર્થશાસ્ત્રનું નોબેલ પારિતોષિક મેળવનાર વિખ્યાત ફ્રેન્ચ અર્થશાસ્ત્રી. પૅરિસ યુનિવર્સિટીમાંથી ડૉક્ટર ઑવ્ સાયન્સની ઉપાધિ 1949માં મેળવ્યા બાદ પોસ્ટ-ડૉક્ટોરલ સ્કૉલર તરીકે વધુ સંશોધનાર્થે અમેરિકા ગયા. 1950–55 દરમિયાન શિકાગો યુનિવર્સિટી સાથે સંલગ્ન કાઉલ્સ ફાઉન્ડેશન ફૉર ઇકૉનૉમિક રિસર્ચ ખાતે…
વધુ વાંચો >ડોગરા, ગિરધારીલાલ
ડોગરા, ગિરધારીલાલ (જ. 13 જુલાઈ 1915, ભાઇયા, જમ્મુ) : ભારતના સ્વાતંત્ર્યસેનાની તથા જમ્મુ-કાશ્મીર રાજ્યના અગ્રણી રાજનીતિજ્ઞ. ખેડૂત-કુટુંબમાં જન્મ. શરૂઆતનું શિક્ષણ વતનમાં લીધું. સાંબાની માધ્યમિક શાળામાંથી મૅટ્રિક પાસ થયા પછી 1939માં અમૃતસરની હિંદુ કૉલેજમાંથી સ્નાતકની પદવી તથા 1942માં લાહોરની લૉ કૉલેજમાંથી એલએલ.બી.ની ઉપાધિ પ્રાપ્ત કરી. કાયદાશાસ્ત્રના અભ્યાસ દરમિયાન રાજકીય પ્રવૃત્તિ પ્રત્યે…
વધુ વાંચો >