બાળકૃષ્ણ માધવરાવ મૂળે

જોગ ધોધ

જોગ ધોધ : કર્ણાટક રાજ્યના જોગ ગામની નજીક (શરાવતી નદી) આવેલો જગવિખ્યાત ધોધ. ભૌગોલિક સ્થાન : 14° 15´ ઉ. અ. 4° 45´ પૂ. રે.. શરાવતી નદીના કાંઠા પરના ગેરસપ્પા ગામથી 19 કિમી.ને પર અંતરે તથા જોગ ગામથી 2.5 કિમી.ને અંતરે તેનું સ્થળ પર્યટનસ્થળ તરીકે વિકસેલું છે. ધોધના સ્થળે નદીનો પટ…

વધુ વાંચો >

જૉન્સ, નૉરા

જૉન્સ, નૉરા (જ. 30 માર્ચ 1979, ન્યૂયૉર્ક) : પાશ્ચાત્ય જૅઝ સંગીતનાં અગ્રણી ગાયિકા તથા 2003 વર્ષ માટેના ગ્રામી ઍવૉર્ડ-વિજેતા કલાકાર. તેઓ વિશ્વવિખ્યાત સિતારવાદક પંડિત રવિશંકરનાં અનૌરસ પુત્રી છે. માતાનું નામ સ્યૂ જૉન્સ, જે વ્યવસાયે પરિચારિકા છે. નૉરાને સંગીતની પ્રેરણા અને પ્રોત્સાહન માતા પાસેથી પ્રાપ્ત થયાં હતાં. જન્મ પછી ઘણા લાંબા…

વધુ વાંચો >

જૉર્ડન

જૉર્ડન : અરબી દ્વીપકલ્પના વાયવ્ય કિનારા પર હાશેમી વંશના રાજ્યકર્તાઓની હકૂમત હેઠળનો અરબ દેશ. ભૌગોલિક સ્થાન  31° ઉ. અ. અને 36° પૂ. રે.. મહંમદ પયગંબરના દાદા હાશેમના વંશના નામ પરથી તે હાશેમી રાજ્ય તરીકે ઓળખાય છે. મધ્યપૂર્વ વિસ્તારમાં વચ્ચોવચ આવેલો આ દેશ જૉર્ડન નદીના પૂર્વ તથા પશ્ચિમ કિનારા પર વસેલો…

વધુ વાંચો >

જોશી, અનંત મનોહર

જોશી, અનંત મનોહર (જ. 8 માર્ચ 1881, કિનહાઈ અ. 12 સપ્ટેમ્બર 1967) : ઉત્તર હિંદુસ્તાની સંગીતના ગ્વાલિયર ઘરાનાના ગાયક. સંગીતનું શરૂઆતનું શિક્ષણ પિતા પાસેથી લીધું; પરંતુ નાની ઉંમરે પિતાનું અવસાન થતાં મિરજના વિખ્યાત સંગીતકાર બાળકૃષ્ણબુવા ઇચલકરંજીકર પાસે 6 વર્ષ સુધી ઘનિષ્ઠ તાલીમ લીધી. સાંગલીના ગણપતિ-દેવસ્થાનમાં રાજગાયક તરીકે તેમણે સેવા આપી,…

વધુ વાંચો >

જોશી, મહાદેવશાસ્ત્રી

જોશી, મહાદેવશાસ્ત્રી (જ. 12 જાન્યુઆરી 1906, અંબેડે, ગોવા; અ. ડિસેમ્બર 1992, પુણે) : ભારતીય સંસ્કૃતિકોશના સંપાદક અને સંકલનકર્તા. તેમનું મૂળ વતન કોંકણ વિસ્તારના દેવગડના પરિસરમાં. તેમના દાદા કીર્તનકાર હતા અને કીર્તન કરવાના હેતુથી એક વાર તેઓ ગોમાંતકના પ્રવાસે ગયા હતા ત્યારે તેમને તે પ્રદેશનું સૃષ્ટિ-સૌંદર્ય એટલું બધું ગમી ગયું કે…

વધુ વાંચો >

જોશી, લક્ષ્મણશાસ્ત્રી

જોશી, લક્ષ્મણશાસ્ત્રી (જ. 27 જાન્યુઆરી 1901, પિંપળનેર; અ. 27 મે 1992, મહાબળેશ્વર) : મહારાષ્ટ્રના અગ્રણી ચિંતક, સંસ્કૃતના પ્રકાંડ પંડિત તથા મરાઠી વિશ્વકોશના આદ્ય સંપાદક. પિતાનું નામ બાળાજી તથા માતાનું નામ ચંદ્રભાગા. 1915માં તેઓ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના વાઈ ગામની પ્રજ્ઞા પાઠશાળામાં દાખલ થયા, જ્યાં તેમને શ્રેષ્ઠ કોટિના સંસ્કૃતના વિદ્વાન કેવલાનંદ સરસ્વતી(1877–1955)નું…

વધુ વાંચો >

જોશી, શરદ

જોશી, શરદ (જ. 3 સપ્ટેમ્બર 1935, સાતારા  મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્રના અગ્રણી ખેડૂત નેતા. શરૂઆતનું શિક્ષણ સાતારામાં. પુણે યુનિવર્સિટીમાંથી વાણિજ્ય વિષયમાં સ્નાતક અને અનુસ્નાતક પદવીઓ પછી બે વર્ષ કોલ્હાપુર ખાતે પ્રાધ્યાપક રહ્યા. ત્યાર પછી ઇન્ડિયન ઍડમિનિસ્ટ્રેટિવ સર્વિસ(IAS)ની પરીક્ષામાં અખિલ ભારતીય સ્તરે ત્રીજો ક્રમ પ્રાપ્ત કરી કેન્દ્ર સરકારના ટપાલ ખાતામાં જોડાયા (1958–67).…

વધુ વાંચો >

જોહાનિસબર્ગ

જોહાનિસબર્ગ : દક્ષિણ આફ્રિકાનું મોટામાં મોટું નગર, ભૌગોલિક સ્થાન 26° 12´ દ. અ. અને 28° 05´ પૂ. રે.. સમૃદ્ધ ઔદ્યોગિક કેન્દ્ર. સોનાની ખાણો પર આધારિત ઉદ્યોગોનું મથક. તે ટ્રાન્સવાલ પ્રાંતના દક્ષિણે, સોનાનો જથ્થો ધરાવતી ટેકરીઓની હાર વચ્ચે, સમુદ્ર સપાટીથી 1,756 મી. ઊંચાઈ પર વસેલું છે. તેનું ક્ષેત્રફળ 443 ચોકિમી. તથા…

વધુ વાંચો >

જૉહૉક્સ લિયોન

જૉહૉક્સ લિયોન (જ. 1 જુલાઈ 1879, પૅરિસ; અ. 28 એપ્રિલ 1954, પૅરિસ) : ફ્રાન્સના સમાજવાદી મજૂર-નેતા તથા શાંતિ માટેના નોબેલ પુરસ્કાર વિજેતા (1951). સોળમા વર્ષે દીવાસળીના કારખાનામાં કામદાર તરીકે દાખલ થયા. 1906માં દીવાસળીના કામદારોના રાષ્ટ્રીય સ્તરના મજૂરમંડળના મંત્રી બન્યા. 1909માં કૉન્ફેડરેશન જનરલ દ ટ્રાવલના મહામંત્રી નિમાયા. પ્રથમ વિશ્વયુદ્ધ (1914–18) પૂર્વે…

વધુ વાંચો >

જ્ઞાનેશ્વર, સંત

જ્ઞાનેશ્વર, સંત (જ. 1275, આળંદી, મહારાષ્ટ્ર; અ. 1296, આળંદી, મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્રના ભક્તિ-સંપ્રદાયના પ્રખર પ્રવર્તક તથા ભાગવત ધર્મના પ્રવક્તા. પિતાનું નામ વિઠ્ઠલપંત તથા માતાનું નામ રખુમાબાઈ. 4 સંતાનોમાં જ્ઞાનદેવ બીજા ક્રમના. નિવૃત્તિ નામના મોટા ભાઈ જ્ઞાનેશ્વરના આધ્યાત્મિક અને પારમાર્થિક ગુરુ. પિતા વિઠ્ઠલપંતે વિશ્વંભરે સ્વપ્નામાં આપેલી આજ્ઞાનું પાલન કરવા ઇન્દ્રાયણી નદીના…

વધુ વાંચો >