બાળકૃષ્ણ માધવરાવ મૂળે

જાધવ, ખાશાબા

જાધવ, ખાશાબા (જ. 14 જાન્યુઆરી 1924, કરાડ; અ. ઑગસ્ટ 1984, કરાડ) : ભારતના અગ્રણી કુસ્તીવીર અને ઑલિમ્પિક સ્પર્ધાઓમાં ભારતને હૉકીની રમત બાદ કરતાં પ્રથમ પદક મેળવી આપનાર વિજેતા. જન્મ કરાડ નજીકના ગોળેશ્વર ગામડામાં. શરૂઆતનું શિક્ષણ કરાડ ખાતે. ઑલિમ્પિક અને ભારતમાં થતી કુસ્તી-સ્પર્ધાઓમાં સતત સક્રિય હોવાને કારણે કુસ્તીમાંથી નિવૃત્ત થયા બાદ…

વધુ વાંચો >

જાલના

જાલના : મહારાષ્ટ્રના 35 જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો તથા જિલ્લાનું વહીવટી મથક. ભૌતિક સ્થળ 19° 50’ ઉત્તર અક્ષાંશ અને 75° 53’ પૂર્વ રેખાંશ મહારાષ્ટ્ર રાજ્યની સ્થાપના થઈ (1960) ત્યારે તે ઔરંગાબાદ જિલ્લાનો એક તાલુકો હતો. જિલ્લાનો કુલ વિસ્તાર 7715 ચોકિમી. તથા તેની વસ્તી 20,96,273 (2022) છે. જાલના નગર કુંડલિકા નદીના…

વધુ વાંચો >

જાવડેકર, શંકર દત્તાત્રેય

જાવડેકર, શંકર દત્તાત્રેય (જ. 26 સપ્ટેમ્બર 1894, મલકાપુર; અ. 10 ડિસેમ્બર 1955, ઇસ્લામપુર) : મહારાષ્ટ્રના દાર્શનિક વિદ્વાન તથા પ્રખર ગાંધીવાદી. પુણેની ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાંથી 1912માં મૅટ્રિકની પરીક્ષા તથા મુંબઈની વિલ્સન કૉલેજમાંથી 1917માં બી.એ.ની પરીક્ષા તત્વજ્ઞાન વિષય સાથે પાસ કરી. એમ.એ.નો અભ્યાસ પડતો મૂકીને 1920માં રાષ્ટ્રીય આંદોલનમાં જોડાયા. 1930, 1932–33 તથા…

વધુ વાંચો >

જાહેર ક્ષેત્ર

જાહેર ક્ષેત્ર : રાજ્યના અંકુશ અને સંચાલન હેઠળની ધંધાદારી અને બિનધંધાદારી પ્રવૃત્તિઓનું સંકુલ. તે ભૌતિક વસ્તુઓ ઉપરાંત સેવાઓનું પણ સર્જન કરે છે. તેમાં સરકારના વહીવટી વિભાગો, સંરક્ષણ અને તેના જેવી બિનનફાલક્ષી પ્રવૃત્તિઓ, રાષ્ટ્રીયકૃત ઔદ્યોગિક એકમો, જનઉપયોગી સેવાઓ વગેરેનો સમાવેશ થાય છે. જાહેર ક્ષેત્ર હેઠળની પ્રવૃત્તિઓ અને સેવાઓને સામાન્ય રીતે ત્રણ…

વધુ વાંચો >

જાહેર ખર્ચ

જાહેર ખર્ચ : નાગરિકોના રક્ષણ માટે તથા તેમના આર્થિક અને સામાજિક ઉત્કર્ષ માટે જાહેર સંસ્થાઓ દ્વારા કરવામાં આવતો ખર્ચ. જાહેર સંસ્થાઓમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારો અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓનો સમાવેશ થાય છે. જાહેર ખર્ચ એ જાહેર વિત્તવ્યવસ્થા કે જાહેર અર્થવિધાનનો અંતર્ગત ભાગ તો છે જ; પરંતુ જાહેર આવકના પાસા કરતાં…

વધુ વાંચો >

જાહેર દેવું

જાહેર દેવું : દેશની સરકાર દ્વારા દેશવિદેશમાંથી ઉછીનાં લીધેલાં નાણાંના કુલ બોજમાંથી પરત ચુકવણીનું બાકી રહેલ દાયિત્વ દર્શાવતી રકમ. તેમાં મૂળ રકમની ચુકવણીના દાયિત્વ ઉપરાંત વ્યાજની રકમ તથા ઋણના નિર્વાહખર્ચ પેટે આકારવામાં આવતી રકમનો પણ સમાવેશ થાય છે. કેટલાક અર્થશાસ્ત્રીઓ સરકારની આવી જવાબદારીઓમાં જાહેર ક્ષેત્રના ઋણનો તથા સ્થાનિક સંસ્થાઓના ઋણનો…

વધુ વાંચો >

જાંભેકર, હરિ ગોવિંદ

જાંભેકર, હરિ ગોવિંદ (જ. 2 ડિસેમ્બર 1914, ગણદેવી, જિલ્લો સૂરત. અ. 17 ઑગસ્ટ 2011 અમદાવાદ) : ગુજરાત અને ખાસ કરી અમદાવાદના અગ્રણી સામાજિક કાર્યકર અને સેવાભાવી મેડિકલ પ્રૅક્ટિશનર. 1941માં અમદાવાદની બી. જે. મેડિકલ કૉલેજમાંથી એલ. સી. પી. ઍન્ડ એસ. (મુંબઈ) તથા 1976માં ડિપ્લોમા ઇન સ્પૉર્ટ્સ-મેડિસિનની પરીક્ષાઓ પસાર કરી. 1942થી અમદાવાદમાં…

વધુ વાંચો >

જિજાબાઈ

જિજાબાઈ (જ. 1595, સિંદખેડરાજા, વિદર્ભ; અ. 1674) : છત્રપતિ શિવાજીનાં માતા. પિતા નિઝામશાહીના અગ્રણી સરદાર. રામાયણ, મહાભારત તથા પુરાણોની કથાઓ નાનપણમાં રસપૂર્વક સાંભળતાં, જેનાથી ભારતીય સંસ્કૃતિ તથા ધર્મ પ્રત્યેની નિષ્ઠાનાં બીજ રોપાયાં. 1605માં શાહજી ભોંસલે સાથે લગ્ન થયાં. તેમનાં 6 સંતાનોમાંથી 4 કાચી ઉંમરે મૃત્યુ પામ્યાં. જીવ્યા તે સંભાજી અને…

વધુ વાંચો >

જિનાન

જિનાન : ચીનના શાડોંગ પ્રાંતનું પાટનગર. વૅન્ગ હો નદીની દક્ષિણે બેજિંગથી 370 કિમી. દક્ષિણે આવેલું આ શહેર 36° 40’ ઉ. અ. અને 116° 57’ પૂ. રે. પર આવેલું છે. શાડોંગ પ્રાંતના મહત્વના ઉદ્યોગ-વ્યાપાર કેન્દ્રમાં તેની ગણના થાય છે. ત્યાં ખાદ્ય પદાર્થોની પ્રક્રિયા, રસાયણો, લોખંડ અને પોલાદ, મશીન ટૂલ્સ, વીજળીનાં ઉપકરણો,…

વધુ વાંચો >

જિનીવા

જિનીવા : સ્વિટ્ઝર્લૅન્ડના જિનીવા પરગણાનું પાટનગર, દેશનું ત્રીજા ક્રમનું શહેર તથા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું કેન્દ્ર. ભૌગોલિક સ્થાન 46° 12’ ઉ. અ. અને 6° 09’ પૂ. રે. તે સ્વિટ્ઝર્લૅન્ડની નૈર્ઋત્યે જિનીવા સરોવરના ખૂણા પર, હ્રોન નદીની ખીણમાં વસેલું છે. આ નદી નગરને બે ભાગમાં વહેંચી નાખે છે. મૂળ નગરનો વિસ્તાર 18…

વધુ વાંચો >