બાળકૃષ્ણ માધવરાવ મૂળે
ઘોષ, રાસબિહારી
ઘોષ, રાસબિહારી (જ. 23 ડિસેમ્બર 1845, ટોરકોના, જિ. બર્દવાન; અ. 28 ફેબ્રુઆરી 1921) : ગાંધીજીના આગમન પહેલાંની કૉંગ્રેસના અગ્રગણ્ય નેતા, તેના સૂરત અધિવેશનના પ્રમુખ, બંગાળના પ્રખર શિક્ષણકાર તથા ધારાશાસ્ત્રી. સ્થાનિક પાઠશાળામાં પ્રાથમિક શિક્ષણ બાદ માધ્યમિક શિક્ષણ બર્દવાનમાં. 1862માં કૉલકાતાની પ્રેસિડેન્સી કૉલેજમાંથી સ્નાતક. 1867માં કૉલકાતા વિશ્વવિદ્યાલયમાંથી અંગ્રેજી સાથે અનુસ્નાતક થઈ 1871માં…
વધુ વાંચો >ઘોષ, લાલમોહન
ઘોષ, લાલમોહન (જ.1 જાન્યુઆરી 1849, કૃષ્ણનગર, પશ્ચિમ બંગાળ; અ. 18 ઑક્ટોબર 1909, કૉલકાતા) : અગ્રણી દેશસેવક અને રાજકીય નેતા. તથા કૉંગ્રેસપ્રમુખ (1903). ઉચ્ચ મધ્યમ વર્ગમાં જન્મ. પિતા રામમોહન બંગાળ પ્રાંતમાં ન્યાય ખાતામાં નોકરી કરતા. શરૂઆતનું શિક્ષણ વતનમાં કૃષ્ણનગર ખાતે. કાયદાની પ્રવેશપરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કર્યા પછી 1869માં ઇંગ્લૅન્ડ ગયા, જ્યાંથી…
વધુ વાંચો >ચક્રવર્તી, મિથુન
ચક્રવર્તી, મિથુન (જ. 16 જૂન 1950, કોલકાતા) : હિંદી તથા બંગાળી ચલચિત્રનો મશહૂર અભિનેતા. ‘દો અંજાને’(1976)માં હિંદી ચલચિત્રથી તેણે પોતાની અભિનેતા તરીકેની કારકિર્દીની શરૂઆત કરી અને અત્યાર સુધીની (1976–93) કારકિર્દી દરમિયાન તેણે કુલ 168 ચલચિત્રોમાં અભિનય કર્યો છે. શરૂઆતનાં વર્ષો દરમિયાન તેણે વાસ્તવવાદી રાજકીય ચલચિત્રોમાં ભૂમિકા ભજવી હતી. દા.ત., મૃણાલ…
વધુ વાંચો >ચક્રવર્તી, સુખમય
ચક્રવર્તી, સુખમય (જ. 26 જુલાઈ 1934, મૈમનસિંગ, બાંગ્લાદેશ; અ. 22 ઑગસ્ટ 1990, ન્યૂદિલ્હી) : ભારતના વિખ્યાત અર્થશાસ્ત્રી. વિદ્યાકીય સિદ્ધિઓ અને પાંડિત્ય માટે જાણીતા કુટુંબમાં જન્મ. પિતા ભૂતપૂર્વ બંગાળ રાજ્યમાં ન્યાયાધીશ હતા. શરૂઆતનું શિક્ષણ ઢાકા ખાતે. કલકત્તાની પ્રેસિડેન્સી કૉલેજમાંથી અર્થશાસ્ત્ર સાથે બી.એ. તથા કલકત્તા યુનિવર્સિટીમાંથી તે જ વિષય સાથે એમ.એ. થયા.…
વધુ વાંચો >ચતુરલાલ
ચતુરલાલ (જ. 16 એપ્રિલ 1925, ઉદયપુર; અ. 14 ઑક્ટોબર 1965, નવી દિલ્હી) : વિખ્યાત ભારતીય તબલાવાદક. તેમના પિતા નાથુરામ પણ સારા સંગીતકાર હતા. માત્ર આઠ વર્ષની ઉંમરે તેમણે નાથુપ્રસાદ પાસેથી તબલાવાદનની તાલીમ લેવાની શરૂઆત કરી જે 12 વર્ષ (1933–45) સુધી ચાલુ રહી. 1945માં તેમણે તબલાવાદક ઉસ્તાદ હાફિઝમિયાં સાહેબ પાસેથી પ્રશિક્ષણ…
વધુ વાંચો >ચતુરંગ
ચતુરંગ : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનો પ્રાચીન ગાયનપ્રકાર. સોમેશ્વર દ્વારા લિખિત ‘માનસોલ્લાસ’ અથવા ‘અભિલાષિતાર્થ-ચિંતામણિ’(1127)માં તેનો ‘ચતુર્મુખ’ નામથી ઉલ્લેખ છે. આ ગાયનપ્રકારમાં અસ્તાઈ અને અંતરા એ બે વિભાગ ધ્રુપદ ગાયનપ્રકારની જેમ બંદિસ્ત કરેલા, રાગદારીમાં ઢાળેલા હોય છે, ત્રીજો વિભાગ ‘સા, રે, ગ, મ’ ઇત્યાદિ સ્વરનામોથી ગૂંથેલો હોય છે તથા છેલ્લા એટલે…
વધુ વાંચો >ચલચિત્ર
ચલચિત્ર વિદેશી ચલચિત્રો : લોકરંજન અને લોકશિક્ષણને લગતું કચકડામાં મઢાતું દૃશ્ય-શ્રાવ્ય માધ્યમ. જગતની પહેલી ફિલ્મ બનાવનાર અને બતાવનાર લૂઈ લૂમિયેની વાત, ફક્ત કેડી કંડારનાર તરીકે જ નહિ, પણ ફિલ્મના માધ્યમનાં ઘણાં મહત્ત્વનાં પાસાં પ્રયોજનાર તરીકે પણ વિગતે કરવી પડે. 28 ડિસેમ્બર 1895ને દિવસે ફ્રાન્સમાં એણે પહેલી જ વાર ફિલ્મ બતાવી…
વધુ વાંચો >ચલણી નોટ
ચલણી નોટ : આધુનિક જમાનામાં વૈશ્વિક સ્તરે વ્યાપક રીતે અમલમાં આવેલું વિનિમયનું માધ્યમ. તે બિલ, કાગદી ચલણ અથવા નોટ સ્વરૂપમાં હોય છે. તે એક પરક્રામ્ય વટાઉ ખતપત્ર હોય છે. તે વચનચિઠ્ઠી (પ્રૉમિસરી નોટ) તરીકે પણ ઓળખાય છે. ઓછા મૂલ્યવાળા નાણાકીય એકમો માટે હવે સિક્કાઓ ચલણમાં રાખવામાં આવે છે જ્યારે વધુ…
વધુ વાંચો >ચલીહા, બિમલાપ્રસાદ
ચલીહા, બિમલાપ્રસાદ (જ. 26 માર્ચ 1912, શિવસાગર; અ. 8 ફેબ્રુઆરી 1971, ગુવાહાટી) : અસમના અગ્રણી રાજનીતિજ્ઞ તથા સ્વાધીનતાસેનાની. પિતા કાલીપ્રસાદ જાણીતા વકીલ તથા ચાના બગીચાના માલિક. શિક્ષણ વતનમાં તથા કોલકાતામાં. આઝાદીની લડતમાં સક્રિય બનતાં શિક્ષણ પડતું મૂક્યું. સવિનય કાનૂનભંગની ચળવળમાં ભાગ લેવા બદલ કારાવાસ ભોગવ્યો (1921). સ્વયંચાલિત ચરખાની શોધ કરી;…
વધુ વાંચો >ચવાણ, યશવંતરાવ બળવંતરાવ
ચવાણ, યશવંતરાવ બળવંતરાવ (જ. 12 માર્ચ 1914, દેવરાષ્ટ્રે, જિલ્લો સાતારા; અ. 25 નવેમ્બર 1984, નવી દિલ્હી) : મહારાષ્ટ્રના અગ્રણી મુત્સદ્દી, રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી (1960) તથા ભારતના સંરક્ષણપ્રધાન. સામાન્ય ખેડૂત કુટુંબમાં જન્મ. પ્રાથમિક શિક્ષણ કરાડમાં લીધું. ઉચ્ચ શિક્ષણ કોલ્હાપુર તથા પુણેમાં લીધું. બી.એ.; એલએલ.બી. સુધી અભ્યાસ કર્યો. 1930માં સવિનય કાનૂનભંગની ચળવળ…
વધુ વાંચો >