બાળકૃષ્ણ માધવરાવ મૂળે
ગાડગે મહારાજ, સંત
ગાડગે મહારાજ, સંત (જ. 23 ફેબ્રુઆરી 1876, શેણગાંવ, જિ. અમરાવતી, મહારાષ્ટ્ર; અ. 2૦ ડિસેમ્બર 1956, પ્રવાસ દરમિયાન) : મહારાષ્ટ્રના અગ્રણી સંતપુરુષ અને સમાજસુધારક. ધોબી જ્ઞાતિમાં જન્મ. પિતાનું નામ ઝિંગરાજી અને માતાનું નામ સખુબાઈ. અટક જાણોરકર. મૂળ નામ ડેબુજી. તદ્દન નિરક્ષર, છતાં મરાઠી ભાષા સુબોધ અને પ્રભાવી. ખભા પર લટકાવેલો ફાટેલો…
વધુ વાંચો >ગારડી, દીપચંદ
ગારડી, દીપચંદ (જ. 25 એપ્રિલ 1915, પડધરી, સૌરાષ્ટ્ર; અ. 6 જાન્યુઆરી 2014, મુંબઈ) : અગ્રણી સમાજસેવક અને જાણીતા દાનવીર. જૈન પરિવારમાં જન્મ. પિતાનું નામ સવરાજ, માતાનું નામ કપૂરબહેન. ચાર વર્ષની કાચી ઉંમરે પિતાનું અવસાન થયું. સમયાંતરે મુંબઈ આવ્યા, જ્યાં તેમની પ્રામાણિકતાથી અંજાઈ ગયેલા એક જણે તેમને બક્ષિસરૂપે જમીન આપી. તેમણે…
વધુ વાંચો >ગાર્બો, ગ્રેટા
ગાર્બો, ગ્રેટા (જ. 18 સપ્ટેમ્બર 1905, સ્ટૉકહોમ, સ્વીડન; અ. 15 એપ્રિલ 1990, ન્યૂયૉર્ક, યુ.એસ.) : પાશ્ચાત્ય ચલચિત્રજગતની વિખ્યાત અભિનેત્રી. ગરીબ કુટુંબમાં જન્મેલી આ સ્વીડિશ કલાકારનું મૂળ નામ ગ્રેટા લોવિસા ગુસ્ટાફસન હતું, પરંતુ વિખ્યાત સ્વીડિશ દિગ્દર્શક મૉરિઝ સ્ટિલરે તેને ‘ગાર્બો’ તખલ્લુસ બક્ષ્યું (1924) અને તે જ નામથી તે સિનેજગતમાં વિખ્યાત બની.…
વધુ વાંચો >ગાલબ્રેથ, જ્હૉન કેનેથ
ગાલબ્રેથ, જ્હૉન કેનેથ (જ. 15 ઑક્ટોબર 1908, ઓન્ટારિયો, કૅનેડા; અ. 29 એપ્રિલ 2006 કેમ્બ્રિજ, મૅસેચૂસેટ્સ) : પ્રસિદ્ધ અમેરિકન અર્થશાસ્ત્રી, મુત્સદ્દી તથા લેખક. સ્નાતક કક્ષા સુધીનું શિક્ષણ કૅનેડામાં. 1931માં ટૉરન્ટો યુનિવર્સિટીમાંથી પશુસંવર્ધન વિષય સાથે સ્નાતક થયા પછી, 1931–34 દરમિયાન કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં અધ્યાપન કર્યું. 1934માં કૅલિફૉર્નિયા વિશ્વવિદ્યાલયમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં પીએચ.ડી. પ્રાપ્ત કર્યા…
વધુ વાંચો >ગાંધી (ચિત્રપટ)
ગાંધી (ચિત્રપટ) : કોલંબિયા પિક્ચર્સ દ્વારા 1981–82માં નિર્મિત આઠ ઑસ્કર ઍવૉર્ડ વિજેતા વિશ્વવિખ્યાત રંગીન ચલચિત્ર. તે અંગ્રેજી અને હિંદી ભાષામાં તૈયાર કરવામાં આવ્યું છે. તેના દિગ્દર્શક પ્રસિદ્ધ બ્રિટિશ ચલચિત્રનિર્માતા રિચાર્ડ ઍટનબરો છે. આ ચલચિત્ર ગાંધીજી(1869–1948)ના જીવનનાં 79 વર્ષમાંથી 56 વર્ષની જાહેર કારકિર્દી આવરી લે છે. તેમાં મહાત્મા ગાંધીજીની મુખ્ય ભૂમિકામાં…
વધુ વાંચો >ગાંધીધામ
ગાંધીધામ : કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં આવેલું મહત્વનું વ્યાપારી કેન્દ્ર. ભૌગોલિક સ્થાન : 23° 04’ ઉ. અ. અને 70° 08’ પૂ. રે.. તે ભૂજથી 50 કિમી., આદિપુરથી 8 કિમી. અને કંડલા બંદરેથી 16 કિમી.ને અંતરે આવેલું છે. ભારતના ભાગલાને કારણે પાકિસ્તાનથી ભારતમાં મોટી સંખ્યામાં દાખલ થયેલા વિસ્થાપિતોના પુનર્વસવાટ માટે આ…
વધુ વાંચો >ગાંધી, રામચંદ્ર
ગાંધી, રામચંદ્ર (જ. 9 જૂન 1937, ચેન્નાઇ; અ. 13 જૂન 2007, નવી દિલ્હી) : અગ્રણી દાર્શનિક અને આજન્મ શિક્ષક. પિતાનું નામ દેવદાસ (ગાંધી) અને માતાનું નામ લક્ષ્મી જે ચક્રવર્તી રાજગોપાલાચારીનાં પુત્રી હતાં. તેમનું સ્નાતક સુધીનું શિક્ષણ દિલ્હીમાં અને ઉચ્ચ શિક્ષણ સેન્ટ સ્ટીવન્સ કૉલેજ, દિલ્હી અને ઇંગ્લૅન્ડની ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં થયેલું. તેમણે…
વધુ વાંચો >ગિફિન, રૉબર્ટ (સર)
ગિફિન, રૉબર્ટ (સર) (જ. 12 એપ્રિલ 1837, સ્ટ્રેધાવન, લેન્કેશાયર; અ. 12 એપ્રિલ 1910, સ્કૉટલૅન્ડ) : વિખ્યાત બ્રિટિશ અર્થશાસ્ત્રી. માગના નિયમને અનુરૂપ ન હોય તેવી વસ્તુઓનો નિર્દેશ કરી તેની કિંમતોમાં થતા ફેરફારોની તે વસ્તુઓની માગ પર થતી અનુકૂળ અસરનું વિશ્લેષણ ગિફિનના નિરીક્ષણને આભારી છે. ફ્રેન્ચ યાંત્રિકી ગણિતજ્ઞ આંત્વાન-ઑગસ્તીન કૂર્નોની પ્રાથમિક રજૂઆતને…
વધુ વાંચો >ગિરિ, વી. વી.
ગિરિ, વી. વી. [જ. 10 ઑગસ્ટ 1894, બેહરામપુર; અ. 23 જૂન 1980, બેંગલોર (બેંગાલૂરુ)] : ભારતના વિખ્યાત મજૂર નેતા તથા દેશના ચોથા રાષ્ટ્રપતિ (1969–’74). આખું નામ વરાહગિરિ વેંકટગિરિ. પિતા તે વખતના મદ્રાસ પ્રાંતના બેહરામપુર ખાતે વકીલાત કરતા. ઉપરાંત સ્થાનિક વકીલ મંડળના નેતા હતા. આઝાદીની લડત દરમિયાન તેઓ સ્વરાજ પાર્ટીના, કેન્દ્રીય…
વધુ વાંચો >ગિલ, કે. પી. એસ.
ગિલ, કે. પી. એસ. (જ. 29 ડિસેમ્બર 1934, લુધિયાના; અ. 26 મે 2017, દિલ્હી) : પંજાબ રાજ્યના પૂર્વ પોલીસ વડા તથા ઇન્ડિયન હૉકી ફેડરેશનના પૂર્વ અધ્યક્ષ. આખું નામ કંવરપાલ સિંગ ગિલ. ઇન્ડિયન પોલીસ સર્વિસ(IPS)માં તેમણે તેમની કારકિર્દી આસામ રાજ્યમાંથી શરૂ કરી અને પ્રારંભથી જ એક ચુસ્ત અને કડક અધિકારી તરીકે…
વધુ વાંચો >