બાળકૃષ્ણ માધવરાવ મૂળે

કારા, મણિબહેન

કારા, મણિબહેન (જ. 1905, મુંબઈ; અ. 1979) : ભારતનાં અગ્રણી મજૂરનેતા. કાપડનો વ્યાપાર કરતા ઉચ્ચ મધ્યમવર્ગી પરિવારમાં જન્મ. પિતા આર્યસમાજના સભ્ય અને પ્રગતિશીલ વિચારસરણી ધરાવતા હતા. સમાજસુધારણાના તેઓ પ્રખર હિમાયતી હતા. માધ્યમિક શિક્ષણ મુંબઈની સેન્ટ કોલંબા હાઈસ્કૂલમાં લીધું હતું. મેટ્રિકની પરીક્ષામાં નપાસ થવાથી પિતાએ મણિબહેનને આગળ ભણવા ઇંગ્લૅન્ડ મોકલ્યાં, જ્યાં…

વધુ વાંચો >

કાર્ટેલ

કાર્ટેલ : બજારનો ઇજારો પ્રાપ્ત કરવા માટે ઉત્પાદક પેઢીઓ દ્વારા રચાતું સંગઠન (syndicate). સામાન્ય રીતે તે વેચાણકરારમાં પરિણમે છે. સરખી વસ્તુનું ઉત્પાદન કરતી સ્વતંત્ર પેઢીઓ વિધિસરની સંધિ દ્વારા પોતાનું મંડળ રચે છે. તેની મારફત વસ્તુની સમાન કિંમત નક્કી કરે છે અને કેટલીક વાર દરેક ઉત્પાદક માટે મૂડીરોકાણ અને ઉત્પાદનનું કદ…

વધુ વાંચો >

કાર્ડિગન ઉપસાગર

કાર્ડિગન ઉપસાગર : ઇંગ્લૅન્ડના પરગણા વેલ્સની પશ્ચિમે આવેલી આયરિશ સમુદ્રની સૃષ્ટિસૌંદર્યથી ભરપૂર નયનરમ્ય ખાડી. દક્ષિણી નૈર્ઋત્યથી ઉત્તર ઈશાન સુધી તે આશરે 105 કિમી. લાંબી છે. ઉત્તરે તે લીન દ્વીપકલ્પથી તથા દક્ષિણે સેન્ટ ડેવિડના દ્વીપકલ્પથી ઘેરાયેલી છે. તેના ઉત્તર છેડે ટ્રેમેડૉગનો અખાત અને પશ્ચિમ તરફ સેન્ટ જ્યૉર્જની ખાડી આવેલાં છે. એડન…

વધુ વાંચો >

કાર્પેન્ટરિયાનો અખાત

કાર્પેન્ટરિયાનો અખાત : ઑસ્ટ્રેલિયાની ઉત્તરે પૅસિફિક મહાસાગરનો ભાગ ગણાતી અરાફુરા સમુદ્રની છીછરી ચતુષ્કોણીય ખાડી. ભૌ. સ્થાન : 140 00’ દ. અ. અને 1390 00’ પૂ. રે.. તેનો કુલ વિસ્તાર 3,10,000 ચોકિમી. તથા તેની મહત્તમ ઊંડાઈ 70 મીટર છે. પૂર્વથી પશ્ચિમ તરફ તે આશરે 600 કિમી. લાંબી તથા ઉત્તરથી દક્ષિણ તરફ…

વધુ વાંચો >

કાર્ય અને રોજગારી

કાર્ય અને રોજગારી : વળતરની અપેક્ષાએ કરવામાં આવતું કાર્ય. તેને રોજગારી તરીકે પણ ઓળખવામાં આવે છે. કાર્ય એ સવેતન કે અવેતન ઉદ્યમ હોઈ શકે, પરંતુ રોજગારી અનિવાર્ય રીતે એવા કાર્યનો સંકેત આપે છે જેના બદલામાં નાણાં અથવા અન્ય પ્રકારનું વળતર ચૂકવવામાં આવે. કેટલાંક કાર્યો શારીરિક કે માનસિક મહેનત માગી લેતાં…

વધુ વાંચો >

કાર્લોફ, બોરિસ

કાર્લોફ, બોરિસ (જ. 23 નવેમ્બર 1887, લંડન; અ. 2 ફેબ્રુઆરી 1969, મીડહર્સ્ટ, સસેક્સ, ઇંગ્લૅન્ડ) : હૉલીવુડના વિખ્યાત ચલચિત્રઅભિનેતા તથા રંગમંચકલાકાર. મૂળ નામ વિલિયમ હેન્રી પ્રૅટ અથવા ચાર્લ્સ એડ્વર્ડ પ્રૅટ. શિક્ષણ ઓપિંગહામ અને લંડન યુનિવર્સિટી ખાતે. ઇંગ્લૅન્ડના રાજદ્વારી ક્ષેત્રે કારકિર્દી ઘડવાની ઇચ્છા ધરાવતા હતા, પરંતુ 1909માં 21 વર્ષની વયે પ્રથમ કૅનેડા…

વધુ વાંચો >

કાલિનીન, મિખાઇલ ઇવાનોવિચ

કાલિનીન, મિખાઇલ ઇવાનોવિચ (જ. 19 નવેમ્બર, 1875, વરખનયાયા, ટ્રૉઇટસા; અ. 3 જૂન 1945, મૉસ્કો) : રશિયાના ક્રાંતિકારી નેતા અને રાજદ્વારી મુત્સદ્દી. ગામડાની પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યા પછી 1893માં સેન્ટ પિટર્સબર્ગ ખાતેના ધાતુના કારખાનામાં તાલીમાર્થી કામદાર તરીકે જોડાયા. 1898માં રિવૉલ્યૂશનરી સોશિયલ ડેમોક્રેટિક વર્કર્સ પાર્ટીના પ્રથમ ટેકેદારોમાં તે પણ હતા. 1899માં દસ…

વધુ વાંચો >

કાલ્ડોર, નિકોલસ

કાલ્ડોર, નિકોલસ (જ.12 મે 1908, બુડાપેસ્ટ, હંગેરી; અ. 30 સપ્ટેમ્બર 1986, લંડન) : અર્થશાસ્ત્રમાં કેમ્બ્રિજ વિચારધારા સાથે સંકળાયેલા અગ્રણી અર્થશાસ્ત્રી તથા કરવેરાના નિષ્ણાત. તેમણે 1930માં લંડન સ્કૂલ ઑવ્ ઇકોનૉમિક્સ સંસ્થામાંથી અર્થશાસ્ત્ર વિષયમાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી તથા 1930-47ના ગાળા દરમિયાન તે જ સંસ્થામાં અર્થશાસ્ત્ર વિષયનું અધ્યાપનકાર્ય કર્યું. દરમિયાન 1943-45ના બે…

વધુ વાંચો >

કાવેરી

કાવેરી : દક્ષિણ ભારતની નદી. તે દક્ષિણની ગંગા તરીકે ઓળખાય છે. દક્ષિણ ભારતની મોટી નદીઓમાં ગોદાવરી અને કૃષ્ણા પછી તેનો ક્રમ આવે છે. તેની લંબાઈ 764 કિમી. તથા તેનું જલસ્રાવ ક્ષેત્ર 72,500 ચોકિમી. છે. કર્ણાટક રાજ્યના કૂર્ગ જિલ્લાના બ્રહ્મગિરિ ડુંગરની 1,425 મી. ઊંચાઈ પર તેનું ઉદગમસ્થાન છે, જે અરબી સમુદ્રથી…

વધુ વાંચો >

કાહનેમન, ડૅનિયલ

કાહનેમન, ડૅનિયલ (જ. 5 માર્ચ 1934, તેલ અવીવ; અ. 27 માર્ચ 2024) : અર્થશાસ્ત્રનું નોબેલ પારિતોષિક મેળવનાર પ્રથમ મનોવૈજ્ઞાનિક. વતન ઇઝરાયલ, પરંતુ અમેરિકન નાગરિકત્વ ધરાવનાર પ્રિન્સ્ટન યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના પ્રોફેસર. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓના બધા જ સિદ્ધાંતો એવા મૂળભૂત અનુમાન પર રચાયેલા હોય છે કે દરેક અર્થપરાયણ માનવી (economic man) મહત્તમ લાભ મેળવવા…

વધુ વાંચો >