બાળકૃષ્ણ માધવરાવ મૂળે

ઑપેક

ઑપેક (Organisation of Petroleum Exporting Countries – OPEC) : ખનિજ-તેલનું ઉત્પાદન તથા તેની કિંમતોનું નિયમન કરવાના હેતુથી ખનિજ-તેલ નિકાસ કરતા દેશોએ 1960માં સ્થાપેલી આંતરરાષ્ટ્રીય સંસ્થા. જાન્યુઆરી, 1961થી સંસ્થાએ ઔપચારિક રીતે કાર્યારંભ કર્યો હતો. પૂરતા પ્રમાણમાં ખનિજ-તેલનો ચોખ્ખો નિકાસયોગ્ય જથ્થો ધરાવતા તથા સમાન આર્થિક હિતોને વરેલા દેશો તેના સભ્ય થઈ શકે…

વધુ વાંચો >

ઑફિશિયલ રિસીવર

ઑફિશિયલ રિસીવર : દેવાદારની અથવા વિવાદગ્રસ્ત મિલકતની કાયદેસર માલિકીનો નિકાલ ન થાય ત્યાં સુધી તેનો કામચલાઉ વહીવટ કરવા માટે અદાલત દ્વારા નિમાયેલ અધિકારી અથવા નાદાર જાહેર થનાર વ્યક્તિ, પેઢી કે અન્ય એકમ પાસેથી વસૂલ કરવા લાયક નાણાનું હિત ધરાવનાર પક્ષકારોએ અથવા અદાલતે નાદારની મિલકતો અને દેવાંની કાર્યવિધિ માટે નિયુક્ત કરેલી…

વધુ વાંચો >

ઓબોટે, ઍપોલો મિલ્ટન

ઓબોટે, ઍપોલો મિલ્ટન (જ. 28 ડિસેમ્બર 1924, યુગાન્ડા; અ. 10 ઑક્ટોબર 2005, જોહાનીસબર્ગ, દક્ષિણ આફ્રિકા) : યુગાન્ડાના રાષ્ટ્રવાદી નેતા, સ્વાધીનતા સેનાની, પ્રધાનમંત્રી તથા રાષ્ટ્રપ્રમુખ. તેમની રાજકીય પ્રવૃત્તિઓને લીધે કૉલેજમાંથી બરતરફ થયા. 1950માં કેન્યામાં જઈ કેનિયા આફ્રિકન યુનિયનના સ્થાપક સભ્ય બન્યા. 1952માં નૅશનલ કૉંગ્રેસ પાર્ટીની સ્થાપના થતાં તેમાં જોડાયા. 1957માં યુગાન્ડા…

વધુ વાંચો >

ઓમાન

ઓમાન : અરબી દ્વીપકલ્પના અગ્નિખૂણામાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : 220 00′ ઉ. અ. અને 580 00′ પૂ. રે.. ભૂતકાળમાં તે મસ્કત અને ઓમાનના સંયુક્ત નામથી ઓળખાતું હતી. હોરમુઝની સામુદ્રધુનીમાં તે વ્યૂહાત્મક સ્થાને છે. તેની નૈર્ઋત્યે યેમેન (એડન), પશ્ચિમમાં સાઉદી અરેબિયા, વાયવ્યમાં સંયુક્ત આરબ અમીરાત (UAE), ઉત્તરમાં ઓમાનનો અખાત તથા…

વધુ વાંચો >

ઓમાન, રૉબર્ટ જે.

ઓમાન, રૉબર્ટ જે. (જ. 8 જૂન 1930, ફ્રેન્કફર્ટ, જર્મની) : વર્ષ 2005 માટેના અર્થશાસ્ત્રના નોબેલ પારિતોષિકના સહવિજેતા ગણિતજ્ઞ. તેઓ વર્ષ 1956થી જેરૂસલેમ ખાતેની હિબ્રૂ યુનિવર્સિટીના ગણિત વિભાગમાં અધ્યાપન કરી રહ્યા છે (1956–2005). વિખ્યાત ગણિતજ્ઞ હોવા છતાં તેમણે અર્થશાસ્ત્રના રમતના સિદ્ધાંત(Theory of Games)માં જે સંશોધન કર્યું છે અને નવા અભિગમ દ્વારા…

વધુ વાંચો >

ઓમ્સ્ક (Omsk) (નગર)

ઓમ્સ્ક (Omsk) (નગર) : રશિયામાં પશ્ચિમ સાઇબીરિયાના નીચાણવાળા પ્રદેશની દક્ષિણે આવેલું ઓમ્સ્ક પ્રાંત(oblast)નું મુખ્ય વહીવટી મથક તથા ઔદ્યોગિક કેન્દ્ર. ભૌગોલિક સ્થાન : 550 00′ ઉ. અ. અને 7૩0 24′ પૂ. રે.. ઓમ્સ્કના રક્ષણાર્થે 1716માં ત્યાં કિલ્લો બાંધવામાં આવતાં આ નગરની સ્થાપના થઈ હતી. તે રશિયન સોવિયેત ફેડરેટેડ સોશ્યાલિસ્ટ પ્રજાસત્તાકમાં આવેલું…

વધુ વાંચો >

ઓમ્સ્ક પ્રાંત

ઓમ્સ્ક પ્રાંત : સ્થાપના 1934. કુલ વિસ્તાર આશરે 1,40,000 ચોરસ કિમી. વસ્તી : આશરે 21,74,000. તેમાં રશિયન, કઝાકસ, યુક્રેનિયન તથા તાતાર પ્રજાનો સમાવેશ થાય છે. તેની મુખ્ય નદી ઇર્ટિશ વ્યાપારી ચીજવસ્તુઓના જળવાહન માટેનું મથક છે. આ પ્રાંત જંગલ તથા ઘાસના વિસ્તીર્ણ મિશ્ર પ્રદેશમાં આવેલો છે. ત્યાં દીર્ઘસમયનો તીવ્ર શિયાળો તથા…

વધુ વાંચો >

ઓરાઈ

ઓરાઈ : ભારતના ઉત્તરપ્રદેશ રાજ્યના જાલોન જિલ્લાનું મુખ્ય વહીવટી મથક. ભૌગોલિક સ્થાન : 250 59′ ઉ. અ. અને 790 28′ પૂ. રે.. જાલૌન ગામથી ઓરાઈ 18 કિમી. અંતરે છે. તે કાનપુરથી 105 કિમી. નૈર્ઋત્યમાં છે. ઓરાઈ અને કાનપુર રસ્તા તથા રેલમાર્ગ દ્વારા તેમજ હમીરપુર અને ભીંડ સાથે પાકા માર્ગે સાંકળી…

વધુ વાંચો >

ઓરાન (Oran)

ઓરાન (Oran) : ઉત્તર આફ્રિકાના અલ્જિરિયા પ્રજાસત્તાકનું બીજા ક્રમનું અગત્યનું બંદર તથા ઓરાન પ્રાંતનું પાટનગર. ભૌગોલિક સ્થાન : ૩50 4૩’ ઉ. અ. અને 00 4૩’ પ. રે. અલ્જિરિયા બંદરની પશ્ચિમે ૩60 કિમી. અંતરે ભૂમધ્ય સાગર પર તે આવેલું છે. ઘણા પ્રાચીન સમયમાં ત્યાં વસવાટ થયેલો હોવા છતાં, દસમી સદીમાં સ્પેનથી…

વધુ વાંચો >

ઓરેગોન

ઓરેગોન : સંયુક્ત અમેરિકાના વાયવ્ય ખૂણે પૅસિફિક સમુદ્રના કિનારે આવેલું રાજ્ય. તે 440 00′ ઉ. અ. અને 1210 00′ પ. રે.ની આજુબાજુ વિસ્તરેલ છે. બીવર રાજ્ય (Beaver state) તરીકે જાણીતા થયેલા આ રાજ્યનું નામ ફ્રેંચ શબ્દ ‘Ouragan’ એટલે ‘પ્રચંડ તોફાન’ પરથી પડ્યું હોય તેવો સંભવ છે. તે પૂર્વથી પશ્ચિમ તરફ…

વધુ વાંચો >