બાળકૃષ્ણ માધવરાવ મૂળે
એસેક્સ
એસેક્સ : ઇંગ્લૅન્ડનું પરગણું. ભૌગોલિક સ્થાન : 510 48’ ઉ. અ. અને 00 40’ પૂ. રે.. તે ઇંગ્લૅન્ડની પૂર્વે અને લંડનથી સહેજ ઉત્તરે દરિયાકાંઠા પર આવેલું છે. તેની દક્ષિણે ટેમ્સ નદી તથા પૂર્વ તરફ ઉત્તર સમુદ્ર છે. દસમી સદીમાં ડેન્માર્કના વર્ચસ્માંથી મુક્ત કરી ઇંગ્લૅન્ડે તે પરત મેળવ્યું હતું. તેનો કુલ…
વધુ વાંચો >ઍસોસિયેશન ઑવ્ સાઉથ ઈસ્ટ એશિયન નૅશન્સ (ASEAN)
ઍસોસિયેશન ઑવ્ સાઉથ ઈસ્ટ એશિયન નૅશન્સ (ASEAN) : દક્ષિણ પૂર્વ એશિયાના પાંચ દેશોએ પરસ્પર સહકાર દ્વારા આર્થિક, સામાજિક તથા સાંસ્કૃતિક વિકાસ સાધવા 1967માં ઊભું કરેલું આંતરરાષ્ટ્રીય સંગઠન. તે પૂર્વે 1961માં ત્રણ દેશો – મલેશિયા, ફિલિપાઇન્સ અને થાઇલૅન્ડ દ્વારા ઍસોસિયેશન ઑવ્ સાઉથ ઈસ્ટ એશિયા (ASA) નામનું જે સંગઠન ઊભું કર્યું હતું…
વધુ વાંચો >એસ્તુરનેલ દ કૉન્સ્ટન્ટ-પૉલ-હેન્રી
એસ્તુરનેલ દ કૉન્સ્ટન્ટ-પૉલ-હેન્રી (જ. 22 નવેમ્બર 1852, લા ફલેચે, ફ્રાન્સ; અ. 15 મે 1924, પૅરિસ) : 1909ના શાંતિ માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા. રાજદ્વારી કાર્યોની ખાસ તાલીમ પામેલા આ મુત્સદ્દીએ 1890-95ના ગાળામાં ફ્રાન્સની લંડન ખાતેની રાજદૂતની કચેરીમાં કાઉન્સિલર તરીકે સેવાઓ આપી હતી; પરંતુ તે દરમિયાન તેમના કાર્યાનુભવ પરથી તેમને ખાતરી થઈ…
વધુ વાંચો >એંજલનો નિયમ
એંજલનો નિયમ : ઓગણીસમી સદીના જર્મન આંકડાશાસ્ત્રી એંજલે (Christian Lorenz Ernst Engel) વ્યક્તિની આવક અને તેમાંથી કરવામાં આવતી જુદા જુદા સ્વરૂપની વપરાશ વચ્ચેના પ્રમાણ અંગે તારવેલો સામાન્ય નિયમ. 1857માં એંજલે જર્મનીના સેક્સની પરગણાના ત્રણ વર્ગો – શ્રમિકો, મધ્યમ વર્ગ તથા ધનિક વર્ગ-ની આવક તથા વપરાશી ખર્ચની વિગતોને આધારે કૌટુંબિક અંદાજપત્રોના…
વધુ વાંચો >ઍંજલ્સ, ફ્રેડરિક
ઍંજલ્સ, ફ્રેડરિક (જ. 28 નવેમ્બર 1820, બાર્મેન, પ્રુશિયા; અ. 5 ઑગસ્ટ 1895, લંડન) : જર્મન સમાજવાદી ચિંતક, કાર્લ માર્કસનો નિકટનો સાથી તથા ક્રાંતિકારી માર્કસવાદી વિચારસરણીના ઘડતરમાં પાયાનું યોગદાન આપનાર સુવિખ્યાત દાર્શનિક. ઇંગ્લૅન્ડના ઔદ્યોગિક નગર માન્ચેસ્ટર ખાતે પિતાનું કારખાનું હોવાથી ફ્રેડરિકનું મોટાભાગનું જીવન ઇંગ્લૅન્ડમાં પસાર થયું હતું. 1844માં પૅરિસ ખાતે માકર્સ…
વધુ વાંચો >ઍંડિયન ગ્રૂપ
ઍંડિયન ગ્રૂપ : દક્ષિણ અમેરિકાના દેશોનું પ્રાદેશિક આર્થિક સંગઠન. કાર્ટેજેના કરાર હેઠળ 1969માં તેની સ્થાપના. બોલિવિયા, કોલંબિયા, પેજુ, ઇક્વેડોર તથા ચિલી – આ પાંચ સ્થાપક સભ્ય દેશો. 1973માં વેનેઝુએલા જોડાયું. 1976માં ચિલીએ પોતાનું સભ્યપદ પાછું ખેંચી લીધેલું. 1997માં પેરુએ પછીનાં પાંચ વર્ષ માટે પોતાનું સભ્યપદ મોકૂફ રખાવ્યું હતું. તે જ…
વધુ વાંચો >ઑકલૅન્ડ
ઑકલૅન્ડ : ન્યૂઝીલૅન્ડના ઉત્તર ટાપુનો વાયવ્યમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : 360 52′ દ. અ. અને 1740 46′ પૂ. રે.. આ વિસ્તાર હવે ચાર પેટાવિભાગોમાં વહેંચી નાખેલ છે : ઉત્તર ઑકલૅન્ડ, મધ્ય ઑકલૅન્ડ, પશ્ચિમ ઑકલૅન્ડ તથા દક્ષિણ ઑકલૅન્ડ. કુલ વિસ્તાર 42,400 ચોરસ કિમી. તથા કુલ વસ્તી આશરે 17.20 લાખ (2020).…
વધુ વાંચો >ઓકિનાવા
ઓકિનાવા : નૈર્ઋત્ય પૅસિફિકમાં, જાપાનની મુખ્ય ભૂમિથી આશરે 560 કિમી. અંતરે તેની દક્ષિણે છેડા પર આવેલો જાપાનના વહીવટી પ્રભુત્વ હેઠળનો વિસ્તાર. ભૌગોલિક સ્થાન : 260 31′ ઉ. અ. અને 1270 59′ પૂ. રે. તે જાપાન અને તાઇવાન(ફૉર્મોસા)ની વચ્ચે આવેલા રિઊક્યૂ દ્વીપસમૂહમાંનો મોટામાં મોટો ટાપુ છે. તેનો કુલ વિસ્તાર 2,267 ચોકિમી.,…
વધુ વાંચો >ઓકુન, આર્થર એમ.
ઓકુન, આર્થર એમ. (જ. 28 નવેમ્બર 1928, જર્સી સિટી, ન્યૂજર્સી, યુ. એસ.; અ. 23 માર્ચ 1980, વોશિંગ્ટન ડી. સી., યુ. એસ.) : વિખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી. કોલંબિયા યુનિવર્સિટીમાંથી 1956માં અર્થશાસ્ત્રમાં પદવી પ્રાપ્ત કર્યા પછી થોડાક સમય માટે યેલ યુનિવર્સિટીમાં સંશોધનકાર્ય કર્યું. 1964-69 દરમિયાન અમેરિકન સરકારના કાઉન્સિલ ઑવ્ ઇકૉનૉમિક ઍડવાઇઝરના સભ્ય તથા…
વધુ વાંચો >ઓક્લાહોમા (રાજ્ય)
ઓક્લાહોમા (રાજ્ય) : અમેરિકાનાં સંયુક્ત રાજ્યોમાંનું દક્ષિણ-મધ્ય ભાગમાં આવેલું રાજ્ય. તે 330 35′ ઉ. અ. અને 370 ઉ. અ. અને 940 29′ પ. રે.થી 1030 પ. રે.ની વચ્ચે આવેલું છે. 1907માં છેંતાલીસમા રાજ્ય તરીકે અમેરિકાના સંઘમાં તેને પ્રવેશ મળ્યો હતો. આ રાજ્યની ઉત્તરે કાન્સાસ, ઈશાનમાં મીસૂરી, પૂર્વ તરફ આરકાન્સાસ, દક્ષિણે…
વધુ વાંચો >