બાળકૃષ્ણ માધવરાવ મૂળે

ઇર્શાદ હુસેન મહંમદ

ઇર્શાદ હુસેન મહંમદ (જ. 1 ફેબ્રુઆરી 1930, બ્રિટિશ શાસન દરમિયાન કૂચ બિહારના દિનહારા ખાતે; અ. 14 જુલાઈ 2019 ઢાકા, બાંગ્લાદેશ) : બાંગ્લાદેશના લશ્કરી શાસક તથા પ્રમુખ. હાલનો બાંગ્લાદેશ 1971 સુધી પૂર્વ પાકિસ્તાનના નામે ઓળખાતો હતો તે અરસામાં 1950માં  ઢાકા યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. ઇર્શાદ પાકિસ્તાનના લશ્કરમાં અધિકારી તરીકે…

વધુ વાંચો >

ઇલિઝાબેથ–II (ઇલિઝાબેથ અલેક્ઝાંડ્રા મેરી)

ઇલિઝાબેથ–II (ઇલિઝાબેથ અલેક્ઝાંડ્રા મેરી) (જ. 21 એપ્રિલ 1926, મેફેર, લંડન; અ. 8 સપ્ટેમ્બર 2022 બાલમોરલ કેસલ, એબરડીન શાયર, સ્કોટલૅન્ડ) : ગ્રેટ બ્રિટન અને ઉત્તર આયર્લૅન્ડનાં સામ્રાજ્ઞી તથા રાષ્ટ્રકુટુંબ(Commonwealth)નાં વડાં. ડ્યૂક અને ડચેસ ઑવ્ યૉર્ક(પાછળથી સમ્રાટ જ્યૉર્જ 6 તથા સામ્રાજ્ઞી ઇલિઝાબેથ)નું પ્રથમ સંતાન. 1936માં વારસ તરીકે વરણી થતાં ભવિષ્યની જવાબદારીઓ ઉપાડવા…

વધુ વાંચો >

ઇવાકુરા, ટોમોમી

ઇવાકુરા, ટોમોમી (જ. 26 ઑક્ટોબર 1825, ક્યોટો; અ. 20 જુલાઈ 1883 ટોક્યો સિટી) : ઓગણીસમી સદીના જાપાનનો અત્યંત પ્રભાવશાળી રાજનીતિજ્ઞ તથા મુત્સદ્દી. શક્તિસંપન્ન ઇવાકુરમા કુટુંબમાં દત્તકપુત્ર તથા વારસદાર તરીકે આવેલા ટોમોમીએ પોતાની આગવી પ્રતિભાને લીધે રાજદ્વારી વર્તુળોમાં ટૂંક સમયમાં પોતાનું સ્થાન જમાવ્યું. ઓગણીસમી સદીના મધ્યમાં જાપાનમાં મોટાભાગની રાજકીય સત્તા શોગુનના…

વધુ વાંચો >

ઇસિસ

ઇસિસ : પ્રાચીન ઇજિપ્તની એક મહત્વની દેવી, પ્રાચીન ચિત્રલિપિમાં જેનો અર્થ ‘સિંહાસન’ થાય છે. તેના ગ્રીક રૂપના આધારે તેનું નામ પડ્યું હોય તેવો સંભવ છે. પિરામિડના (Pyramid Texts) અભિલેખોમાં તેનો ઉલ્લેખ ‘મુખ્ય શોક પાળનાર’ તરીકે કરવામાં આવ્યો છે. ઓસિરિસ નામના દેવતાની તે પત્ની તથા હોરસ નામના પુત્રની તે માતા છે.…

વધુ વાંચો >

ઇસ્તંબુલ

ઇસ્તંબુલ : તુર્કસ્તાનનું મોટામાં મોટું નગર, મુખ્ય બંદર તથા ઉદ્યોગ, વ્યાપાર અને પ્રાચીન સંસ્કૃતિનું કેન્દ્ર. સ્થાપના ઈ. સ. પૂ. આશરે 660. તે 1930 સુધી કૉન્સ્ટૅન્ટિનોપલ નામથી ઓળખાતું હતું. ભૌગોલિક સ્થાન. : 41o 01´ ઉ. અ. અને 28o 58´ પૂ. રે.. તે બાઇઝેન્ટાઇન તથા ઑટોમન સામ્રાજ્યોનું અને તે પછી તુર્કસ્તાન પ્રજાસત્તાકનું…

વધુ વાંચો >

ઇસ્લામાબાદ

ઇસ્લામાબાદ : પાકિસ્તાનનું પાટનગર. ભૌગોલિક સ્થાન. : 33o 42´ ઉ. અ., 73o 10´ પૂ. રે.. 1974માં પાકિસ્તાનની સ્થાપના સાથે કરાંચી પાટનગર બન્યું. પછી કામચલાઉ ધોરણે પાટનગરને રાવલપિંડી ખાતે ખસેડવામાં આવ્યું (1959-67). કાયમી પાટનગર તરીકે રાવલપિંડીથી 14 કિમી. દૂર આવેલ સ્થળની પસંદગી 1959માં થઈ. 1961માં તેનું બાંધકામ શરૂ થયું. ‘ઇસ્લામાબાદ’ (‘શાંતિનું…

વધુ વાંચો >

ઈથિયોપિયા

ઈથિયોપિયા દક્ષિણ-પૂર્વ આફ્રિકામાં રાતા સમુદ્રને અડીને આવેલો પ્રાચીન પહાડી દેશ. આશરે 2oથી 18o ઉ. અક્ષાંશવૃત્ત અને 33oથી 48o પૂ. રેખાંશવૃત્ત વચ્ચે વિસ્તરેલા આ દેશનું કુલ ક્ષેત્રફળ લગભગ 12,21,905 ચોકિમી. જેટલું છે. તેને પશ્ચિમમાં સુદાન, પૂર્વમાં સોમાલી અને દક્ષિણમાં કેન્યાની સીમાઓ સ્પર્શે છે, જ્યારે તેની ઉત્તરની સીમા પર જીબુટી નામનો નાનકડો…

વધુ વાંચો >

ઈરાનનો અખાત

ઈરાનનો અખાત (Persian gulf) : ઈરાન અને અરબી દ્વીપકલ્પ વચ્ચેનો જમીનથી ઘેરાયેલો જળપ્રદેશ. ભૌગોલિક સ્થાન : 24o.00´ થી 30o.00´ ઉ. અ. અને 48o.00´ થી 56o.00´ પૂ. રે. તે અરબી અખાત તરીકે પણ ઓળખાય છે. અરબી ભાષામાં તેને ‘બહર ફારિસ’ કહે છે. તેની ઉત્તરના અંતિમ છેડા પર ઇરાક છે. હોરમુઝની સાંકડી…

વધુ વાંચો >

ઈરોડ

ઈરોડ : દક્ષિણ ભારતના તમિળનાડુ રાજ્યના પેરિયાર જિલ્લાનું મથક. ભૌગોલિક સ્થાન : 11o 27´ ઉ. અ., 77o 44´ પૂ. રે.. તે કાવેરી નદી પર વસેલું છે. વિસ્તાર : 8209 ચોકિમી.. વસ્તી : આશરે 22,59,608 (2011). આ સ્થળનું નામ પ્રસિદ્ધ કોલા મંદિર (907-1279) સાથે ઐતિહાસિક રીતે સંકળાયેલું છે. ત્યાંનાં મંદિરોના શિલાલેખો…

વધુ વાંચો >

ઈલોરા

ઈલોરા (ઈ. સ. પાંચમી-છઠ્ઠીથી નવમી-દશમી સદી) : મહારાષ્ટ્ર રાજ્યમાં ઔરંગાબાદ જિલ્લામાંનું ભારતનાં પ્રાચીન શિલ્પસ્થાપત્ય માટે જગવિખ્યાત બનેલું પ્રવાસધામ. ઔરંગાબાદથી 29 કિમી. ઇશાન ખૂણે આવેલા આ સ્થળનું મૂળ નામ વેરુળ છે. ખડકોને કંડારીને કરેલી સ્થાપત્યરચના શૈલસ્થાપત્ય કે ગુફાસ્થાપત્ય તરીકે ઓળખાય છે. ગુપ્તકાળમાં પશ્ચિમ ઘાટના પહાડો પર કોતરાયેલાં શિલાસર્જનો ધરાવતી હિંદુ, બૌદ્ધ…

વધુ વાંચો >