બાળકૃષ્ણ માધવરાવ મૂળે
સ્રાફા પિયરો
સ્રાફા, પિયરો (જ. 1898, તુરિન; અ. 1983, કેમ્બ્રિજ, ઇંગ્લૅન્ડ) : ઇટાલિયન સોશિયાલિસ્ટ જે સ્થળાંતર કરીને વીસમી સદીના ત્રીજા દાયકામાં ઇંગ્લૅન્ડના કેમ્બ્રિજ નગરમાં કાયમી ધોરણે વસ્યા. સામાન્ય રીતે એકાકી જીવન પસંદ કરનાર આ વિચારકને બુદ્ધિજીવીઓની સંગાથમાં રહેવાનું ગમતું; જેમાં ઇંગ્લૅન્ડના અર્થશાસ્ત્રી જૉન મેનાર્ડ કેઇન્સ તથા જર્મનીના દાર્શનિક લુડ્વિગ વિટ્ગેન્સ્ટાઇનનો ખાસ સમાવેશ…
વધુ વાંચો >સ્વર (સંગીત)
સ્વર (સંગીત) : નાદસ્વરૂપે કરવામાં આવતું શબ્દનું ઉચ્ચારણ, જે રણકાર કે અનુરણન મારફત વ્યક્ત થતું હોય છે. જે નાદ થોડાક લાંબા સમય સુધી ટકે છે, અમુક સમય સુધી લહેરોની જેમ ગુંજતો હોય છે, જે ફરી ફરીને ઉચ્ચારવામાં આવે છે અને જે કર્ણપ્રિયતાનું લક્ષણ ધરાવતો હોય છે તે નાદ એટલે સ્વર.…
વધુ વાંચો >સ્વરૂપાનંદ સ્વામી
સ્વરૂપાનંદ સ્વામી (જ. ? ; અ. 15 ઑગસ્ટ 1974, પાવસ, જિલ્લો રત્નાગિરિ, મહારાષ્ટ્ર) : પ્રખર રાષ્ટ્રભક્ત, સ્વાતંત્ર્યસેનાની અને નાથસંપ્રદાયની પરંપરામાં ઊછરેલા મહારાષ્ટ્રના સંત. મૂળ વતન પાવસ, જે રત્નાગિરિથી 14 કિમી. અંતર પર આવેલું નાનું ગામ છે. સ્વામી સ્વરૂપાનંદે ત્યાં આશ્રમની સ્થાપના કરી છે. ગોડબોલે પરિવારમાં જન્મેલા આ સંતની આઠ પેઢીઓ…
વધુ વાંચો >સ્વર્ણસિંગ
સ્વર્ણસિંગ (જ. 19 ઑગસ્ટ 1907; અ. 30 ઑક્ટોબર 1994, નવી દિલ્હી) : સ્વાતંત્ર્યસેનાની તથા સ્વાતંત્ર્યોત્તર કાળના ભારતના રાજદ્વારી મુત્સદ્દી. 1926માં મૅટ્રિકની પરીક્ષા પાસ કર્યા પછી લાહોરની સરકારી કૉલેજમાં વિજ્ઞાન વિદ્યાશાખામાં ઉચ્ચ અભ્યાસાર્થે દાખલ થયા. 1930માં બી.એસસી.ની સ્નાતક પદવી, 1932માં ભૌતિકશાસ્ત્ર સાથે એમ.એસસી.ની અનુસ્નાતક પદવી પ્રાપ્ત કર્યા પછી કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યો…
વધુ વાંચો >સ્વાઇત્ઝર આલ્બર્ટ
સ્વાઇત્ઝર, આલ્બર્ટ (જ. 14 જાન્યુઆરી 1875, કૈસરબર્ગ, જર્મની; અ. 4 સપ્ટેમ્બર 1965, લૅમ્બારેને, આફ્રિકા) : વિશ્વવિખ્યાત માનવતાવાદી ડૉક્ટર, સમાજસેવક અને વર્ષ 1952ના નોબેલ શાંતિ પુરસ્કારના વિજેતા. પિતા લૂઈ (Louis) ધર્મોપદેશક હતા જેમની પ્રેરણાથી આલ્બર્ટમાં સંગીત પ્રત્યેની રુચિ જાગી, તેઓ બાળપણમાં જ ઑર્ગન વાદ્ય વગાડવાનું શીખ્યા અને આઠ વર્ષની ઉંમરે 1883માં…
વધુ વાંચો >સ્વાવલંબન
સ્વાવલંબન : દેશની જનતાની મોટા ભાગની જરૂરિયાતો આંતરિક ઉત્પાદન દ્વારા જ પૂરી કરવાની વ્યૂહરચના. મૂળભૂત રીતે સ્વાવલંબન એટલે વિદેશી મદદ પર આધાર ઘટાડી તેમાંથી ઉદભવતી સમસ્યાઓમાંથી દેશને મુક્ત કરવાની પ્રક્રિયા. અલબત્ત, તેનો અર્થ એ નથી કે ગમે તે થાય પણ વિદેશો સાથે આર્થિક કે અન્ય પ્રકારનો કોઈ વ્યવહાર ન જ…
વધુ વાંચો >હજારે અણ્ણા
હજારે, અણ્ણા (જ. 15 જાન્યુઆરી 1940, ભિંગર, અહમદનગર, જિ. મહારાષ્ટ્ર) : ભારતના અગ્રણી સામાજિક કાર્યકર અને આદર્શ ગ્રામવ્યવસ્થાના શિલ્પી. મૂળ નામ કિસન બાબુરાવ હજારે. અણ્ણાનું પ્રાથમિક શિક્ષણ રાળેગાંવ સિદ્ધિમાં થયું. પરિવારની આર્થિક હાલાકીને કારણે તથા તેમનાં ફોઈને પોતાનું સંતાન ન હોવાથી તેઓ અણ્ણાને મુંબઈ લઈ ગયાં, જ્યાં સાત ધોરણ સુધી…
વધુ વાંચો >હદ્દુખાં
હદ્દુખાં (જ. ?; અ. 1875, ગ્વાલિયર) : ગ્વાલિયર ઘરાનાના શ્રેષ્ઠ ગાયક અને ઉસ્તાદ હસ્સુખાંના નાના ભાઈ. હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના મોટા ભાગના ઘરાનાનું ઊગમસ્થાન આ બે ભાઈઓના યોગદાનને આભારી છે. મૂળભૂત રીતે તેઓ લખનૌના નિવાસી હતા. તેમના દાદા નથ્થન પીરબખ્શ અને પિતા કાદિરબખ્શ બંને હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના ગાયકો હતા. હદ્દુખાં અને…
વધુ વાંચો >હમ્પી કોનેરુ
હમ્પી, કોનેરુ (જ. 1987, સ્થળ ગુડી, જિલ્લો વિજયવાડા, આંધ્ર-પ્રદેશ) : શેતરંજની રમતમાં માત્ર ચૌદ વર્ષની ઉંમરે વિશ્વસ્તરનું વિજેતાપદ હાંસલ કરનાર ભારતની સૌથી નાની ઉંમરની મહિલા ગ્રાન્ડમાસ્ટર. પિતાનું નામ અશોક કોનેરુ જેઓ રસાયણશાસ્ત્રના પ્રાધ્યાપક હતા અને માતાનું નામ લતા. તેલુગુ ભાષામાં હમ્પી એટલે વિજેતા. તે નાની હતી ત્યારથી જ ભવિષ્યમાં શેતરંજની…
વધુ વાંચો >હરસાન્યિ જૉન ચાર્લ્સ
હરસાન્યિ, જૉન ચાર્લ્સ (જ. 29 મે 1920, બુડાપેસ્ટ, હંગેરી; અ. 9 ઑગસ્ટ 2000, બર્કલે, કૅલિફૉર્નિયા, અમેરિકા) : હંગેરિયન–ઑસ્ટ્રેલિયન અર્થશાસ્ત્રી અને વર્ષ 1994 માટેના અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કારના સહવિજેતા. તેમણે હાઈસ્કૂલ-શિક્ષણ જન્મસ્થાન બુડાપેસ્ટ ખાતેના લુથેરાન જિમ્નેશિયમમાં લીધું હતું. હાઈસ્કૂલ-શિક્ષણ દરમિયાન તેમણે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ માટેના ગણિત વિષયને વરેલા સામયિક ‘કોમલ’ (KOMAL) (સ્થાપના :…
વધુ વાંચો >