બાળકૃષ્ણ માધવરાવ મૂળે
સેન અમર્ત્ય
સેન, અમર્ત્ય (જ. 3 નવેમ્બર 1933, શાંતિનિકેતન, પશ્ચિમ બંગાળ) : વર્ષ 1998ના અર્થશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના વિજેતા ભારતીય અર્થશાસ્ત્રી. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રની વિચારસરણીના નિષ્ઠાવાન સમર્થક, પ્રખર માનવતાવાદી તથા ધર્મનિરપેક્ષ અને બહુવાદી (pluralist) વિચારક. પિતાનું નામ આશુતોષ, જેઓ કૃષિવૈજ્ઞાનિક હતા અને માતાનું નામ અમિતા, જેઓ બાણું વર્ષની વયે આજે પણ શાંતિનિકેતનના પરિસરમાં…
વધુ વાંચો >સેનગુપ્તા પ્રીતિ
સેનગુપ્તા, પ્રીતિ (જ. 17 મે 1944, અમદાવાદ) : પૃથ્વી પરના બધા જ ખંડોનો સફળતાથી પ્રવાસ ખેડનાર સાહસિક ગુજરાતી નારી. મૂળ નામ પ્રીતિ શાહ. પિતાનું નામ રમણલાલ અને માતાનું નામ કાંતાગૌરી. સમગ્ર શિક્ષણ અમદાવાદમાં. અહીંની જાણીતી શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાલયમાંથી 1961માં એસ.એસ.સી.ની પરીક્ષા, સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી 1965માં અંગ્રેજી મુખ્ય અને સંસ્કૃત…
વધુ વાંચો >સેન તાપસ
સેન, તાપસ (જ. 1924; અ. 28 જૂન 2006) : રંગભૂમિના વિખ્યાત રંગકર્મી, પ્રકાશઆયોજનના પ્રયોગશીલ નિષ્ણાત. મૂળ બંગાળી; પરંતુ દેશના વિવિધ પ્રદેશોના નાટ્યપ્રયોગો સાથે પ્રકાશઆયોજનના દિગ્દર્શક તરીકે ખ્યાતિ પામેલા. અંગત વર્તુળમાં તાપસદા તરીકે ઓળખાતા. કૉલેજકાળથી જ ‘ઇપ્ટા’ અર્થાત્ ઇન્ડિયન પીપલ્સ થિયેટર ઍસોસિયેશનના દિલ્હી એકમ સાથે સંકળાયેલા જ્યાં તેમણે નાટકોમાં પ્રકાશ અને…
વધુ વાંચો >સેન મૃણાલ
સેન, મૃણાલ (જ. 14 મે 1923, ફરીદપુર, બંગાળ) : બંગાળી-ઊડિયા-હિંદી ચલચિત્રોના વિખ્યાત સર્જક-નિર્દેશક તથા વર્ષ 2004ના બહુપ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડના વિજેતા. પિતાનું નામ દિનેશચંદ્ર જેઓ વ્યવસાયે વકીલ પણ મૂળભૂત રીતે દેશભક્ત અને સ્વાતંત્ર્યસેનાની હતા. માતાનું નામ સરજૂ. માતા-પિતા ઉપરાંત પરિવારમાં સાત ભાઈઓ અને પાંચ બહેનો જેટલું વિશાળ કુટુંબ હોવાથી અને…
વધુ વાંચો >સેન સોસાયટી ધ
સેન સોસાયટી, ધ : એરિક ફ્રોમ (1900-1980) નામના જર્મનીમાં જન્મેલા પણ અમેરિકામાં કાયમી વસવાટ કરવા સ્થળાંતર કરી ગયેલા મનોવૈજ્ઞાનિક અને સામાજિક દાર્શનિકે 1955માં પ્રકાશિત કરેલો વિખ્યાત ગ્રંથ. આ ગ્રંથમાં લેખકે એવી દલીલ કરી છે કે આધુનિક જમાનાના ગ્રાહકપ્રણીત ઔદ્યોગિક સમાજમાં માણસ પોતાનાથી વિખૂટો પડી ગયેલો છે. તેના ઉપાય તરીકે તેમણે…
વધુ વાંચો >સેનાનિર્વાહ-તંત્ર
સેનાનિર્વાહ–તંત્ર : દેશના લશ્કરનો બિનલડાયક વિભાગ, જે યુદ્ધ દરમિયાન લડાયક વિભાગ(combatants)ને તેની જરૂરિયાતો પૂરી પાડવાનું કામ કરતો હોય. ફ્રાન્સમાં 1789માં રાજ્યક્રાંતિ થઈ ત્યાં સુધી વિશ્વના કોઈ પણ દેશમાં તેના લશ્કરના લડાયક અને બિનલડાયક એવા કોઈ વિભાગ પાડવાની પ્રથા ન હતી; પરંતુ ત્યારબાદ યુદ્ધના યોગ્ય સંચાલન માટે તેમજ દેશના લશ્કરનું તર્કશુદ્ધ…
વધુ વાંચો >સેમ્મનગુડી શ્રીનિવાસ ઐયર
સેમ્મનગુડી શ્રીનિવાસ ઐયર (જ. 25 જુલાઈ 1908, તિરુક્કોડિકાવલ, જિલ્લો તંજાવૂર, તામિલનાડુ; અ. 31 ઑક્ટોબર 2003) : કર્ણાટકી સંગીતના પિતામહ તરીકે ઓળખાતા દક્ષિણ ભારતીય સંગીતના પ્રયોગશીલ સંગીતકાર. માતાપિતા વતનમાં ખેતી કરતા તથા પ્રસંગોપાત્ત, પિતા મંદિરમાં ભજનો ગાતા. વતનના ગામમાં કે તેની આજુબાજુના દસ કિમી. વિસ્તારમાં શાળા ન હોવાથી તથા દૂરની શાળામાં…
વધુ વાંચો >સૅમ્યુલ્સન પૉલ એન્થની
સૅમ્યુલ્સન, પૉલ એન્થની (જ. 15 મે 1915, ગૅરી, ઇન્ડિયાના, અમેરિકા) : વિચક્ષણ બુદ્ધિમત્તા ધરાવતા અમેરિકન અર્થશાસ્ત્રી અને 1970ના અર્થશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના વિજેતા. અર્થશાસ્ત્રનું નોબેલ પારિતોષિક મેળવનાર તેઓ વિશ્વમાં બીજા અને અમેરિકાના પ્રથમ અર્થશાસ્ત્રી હતા. શિકાગો યુનિવર્સિટીમાંથી 1935માં બી.એ. અને 1937માં એમ.એ.ની પદવી અર્થશાસ્ત્ર વિષય પૉલ એન્થની સૅમ્યુલ્સન સાથે પ્રાપ્ત…
વધુ વાંચો >સેલ્ટન રીનહાર્ડ
સેલ્ટન, રીનહાર્ડ (જ. 5 ઑક્ટોબર 1930, બ્રેસલૉ, જર્મની) : વિખ્યાત જર્મન ગણિતજ્ઞ તથા 1994ના વર્ષ માટેના અર્થશાસ્ત્રના નોબેલ પારિતોષિકના સહવિજેતા. તેમને ‘રમતના સિદ્ધાંત’(Game theory)ના નિષ્ણાત ગણવામાં આવે છે. મિશ્ર હિત ધરાવતા સ્પર્ધકો વચ્ચે થતી રસાકસીની પ્રક્રિયા પર પ્રકાશ પાડતો ગણિતશાસ્ત્રનો આ જાણીતો સિદ્ધાંત છે. તેમના પિતા પુસ્તકવિક્રેતા હતા. જર્મનીની ફ્રૅન્કફર્ટ…
વધુ વાંચો >સેસિલ વિસ્કાઉન્ટ
સેસિલ, વિસ્કાઉન્ટ (જ. 14 સપ્ટેમ્બર 1864, લંડન; અ. 24 નવેમ્બર 1958, ટનબ્રિજ વેલ્સ, કેન્ટ, ઇંગ્લૅન્ડ) : બ્રિટનના મુત્સદ્દી, પૂર્વ પ્રધાનમંત્રી તથા વર્ષ 1937 માટેના વિશ્વશાંતિના નોબેલ પારિતોષિક-વિજેતા. 1923 સુધી તેઓ લૉર્ડ રૉબર્ટ સેસિલ નામથી જાણીતા હતા. મૂળ આખું નામ એડગર અલ્ગરનૉન રૉબર્ટ. પાછળથી વિસ્કાઉન્ટ સેસિલ ઑવ્ ચેલવૂડ પહેલા તરીકે ખ્યાતિ…
વધુ વાંચો >