બાળકૃષ્ણ માધવરાવ મૂળે
સાર્ક (SAARC)
સાર્ક (SAARC) : દક્ષિણ એશિયાના દેશો વચ્ચે પ્રાદેશિક સ્તર પર આર્થિક સહકારમાં વધારો થાય તે માટે સ્થાપવામાં આવેલ પ્રાદેશિક સંગઠન. આખું નામ ‘સાઉથ એશિયન ઍસોસિયેશન ફૉર રીજનલ કોઑપરેશન’. સ્થાપના : ડિસેમ્બર 1985. તેનો પ્રાથમિક હેતુ દક્ષિણ એશિયાના પ્રદેશમાં ટકી શકે (viable) એવો આર્થિક ઢાંચો રચવાનો તથા આ પ્રદેશોના દેશો વચ્ચેનો…
વધુ વાંચો >સાવરકર વિનાયક દામોદર
સાવરકર, વિનાયક દામોદર (જ. 23 મે 1883, ભગૂર, તાલુકો દેવળાલી, જિલ્લો નાશિક, મહારાષ્ટ્ર; અ. 27 ફેબ્રુઆરી 1966, મુંબઈ) : સ્વાતંત્ર્યસેનાની, પ્રખર ક્રાંતિકારક, કટ્ટર હિંદુત્વવાદી, અગ્રણી સાહિત્યકાર તથા સમાજસુધારક. નિકટના વર્તુળમાં ‘તાત્યારાવ’ ઉપનામથી જાણીતા હતા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ નાશિક ખાતે. 1901માં મૅટ્રિક થયા અને ઉચ્ચ શિક્ષણ માટે પુણેની ફર્ગ્યુસન કૉલેજમાં…
વધુ વાંચો >સાવળારામ પી.
સાવળારામ, પી. (જ. 4 જુલાઈ 1914, યેદેનિપાણી, જિ. સાંગલી, મહારાષ્ટ્ર; અ. 21 ડિસેમ્બર 1997, થાણે, મહારાષ્ટ્ર) : મરાઠીના વિખ્યાત કવિ, ગીતકાર તથા ચલચિત્રોનાં કથા, પટકથા તથા સંવાદોના લેખક. આખું નામ સાવળારામ પાટીલ. પિતાનું નામ રાવજી, જેઓ ખેતી કરતા હતા અને માતાનું નામ હૌસા, જે ગૃહિણી હતાં. સમગ્ર શિક્ષણ કોલ્હાપુર ખાતે.…
વધુ વાંચો >સાવંત શિવાજીરાવ
સાવંત, શિવાજીરાવ (જ. 31 ઑગસ્ટ 1940, આગરા, જિલ્લો કોલ્હાપુર, મહારાષ્ટ્ર) : મરાઠીના પ્રતિભાવાન સાહિત્યકાર, રંગમંચ-અભિનેતા, ઉત્કૃષ્ટ વક્તા અને રમતવીર. પિતાનું નામ ગોવિંદરાવ અને માતાનું નામ રાધાબાઈ. મધ્યમવર્ગીય ખેડૂત-પરિવારમાં જન્મ. કુટુંબની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી ઉચ્ચ શિક્ષણથી વંચિત રહ્યા. પર્યાય તરીકે મૅટ્રિક પછી કૉમર્સનો ડિપ્લોમા કોર્સ કર્યો. કોલ્હાપુરની સરકારી રાજારામ…
વધુ વાંચો >સાવેંદ્રા લામાસ કાર્લોસ
સાવેંદ્રા, લામાસ કાર્લોસ (જ. 1 નવેમ્બર 1878, બ્યુએનૉસ આઇરિસ, આર્જેન્ટિના; અ. 5 મે 1959, બ્યુએનૉસ આઇરિસ) : આર્જેન્ટિનાના કાયદાશાસ્ત્રી અને 1936ના વિશ્વશાંતિના નોબેલ પારિતોષિકના વિજેતા. બોલિવિયા અને પરાગ્વે વચ્ચે 1932-35ના ગાળામાં ખેલાયેલ સશસ્ત્ર સંઘર્ષનો અંત લાવવામાં તેમની ભૂમિકા શકવર્તી નીવડી હતી. આ યુદ્ધ ‘ચાકો યુદ્ધ’ તરીકે ઇતિહાસમાં નોંધાયેલું છે. લામાસ…
વધુ વાંચો >સાંઈરામ દવે
સાંઈરામ દવે (જ. 7 ફેબ્રુઆરી 1977, જામનગર) : ગુજરાતના હાસ્ય કલાકાર, કવિ, લેખક, શિક્ષણવિદ, મોટિવેશનલ સ્પીકર, લોકસંગીત અને લોકસાહિત્યના ક્ષેત્રે જાણીતા બનેલા કલાકાર અને રાષ્ટ્રભક્ત કવિ. સાંઈરામ દવેનું મૂળ નામ પ્રશાંત વિષ્ણુભાઈ દવે છે. તેમના પિતા પ્રાચીન ભજનિક અને નિવૃત્ત શિક્ષક છે. સંગીત અને શિક્ષણનો વારસો પિતા પાસેથી મળ્યો. તેમજ…
વધુ વાંચો >સાંકેતિક ભાષા અને લિપિ
સાંકેતિક ભાષા અને લિપિ : સમાજમાં પ્રચલિત હોય તેવી ભાષા કે લિપિને સ્થાને પૂર્વનિર્ધારિત સંકેતો દ્વારા સંદેશ અથવા હુકમ મોકલવાની પદ્ધતિ. મહદ્અંશે તેનો ઉપયોગ સંદેશ અથવા હુકમની ગુપ્તતા જાળવવા માટે – થતો હોય છે. લશ્કરી અને રાજદ્વારી સંદેશ મોકલવા માટે આ પદ્ધતિનો ઉપયોગ વૈશ્ર્વિક સ્તરે વ્યાપક પ્રમાણમાં થતો હોય છે.…
વધુ વાંચો >સાંગ
સાંગ : શૂળીના આકારનું ભાલાને મળતું બરછી જેવું લોઢાનું એક હથિયાર. આ અણીદાર શસ્ત્રની લંબાઈ સામાન્ય રીતે આશરે 1.93 મી.ની સળંગ, સાંધા વગરની હોય છે. તેના છેવાડે જે પાનું હોય છે તે સામાન્ય રીતે 0.23 મી.નું હોય છે, જેની પહોળાઈ શરૂઆતમાં 0.04 મી.ની હોય છે. તેનો પકડવાનો દાંડો લગભગ 1.70…
વધુ વાંચો >સિદ્ધુ, નવજ્યોત સિંગ
સિદ્ધુ, નવજ્યોત સિંગ (જ. 20 ઑક્ટોબર 1963, પતિયાળા, પંજાબ) : ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના બાહોશ પૂર્વ ખેલાડી અને લોકસભાના સભ્ય. 1983–1999ની આશરે સત્તર વર્ષની ક્રિકેટ કારકિર્દી દરમિયાન તેમણે પ્રથમ કક્ષાની 157 મૅચની 228 ઇનિંગોમાં (12 વાર નૉટ આઉટ) 9571 રન કર્યા હતા અને તેમનો કોઈ પણ એક દાવમાં સર્વાધિક જુમલો…
વધુ વાંચો >સિનિયર નાસૉ વિલિયમ
સિનિયર, નાસૉ વિલિયમ (જ. 1790, ઇંગ્લૅન્ડ; અ. 1864) : પ્રશિષ્ટ અર્થશાસ્ત્રના અધિકૃત પ્રતિનિધિ તરીકે ઓળખાતા તટસ્થ વિચારક તથા અર્થશાસ્ત્રમાં વિશુદ્ધ સિદ્ધાંતોની રજૂઆત કરનારા પ્રથમ અર્થશાસ્ત્રીઓમાંના એક. તેમણે પ્રાથમિક સ્વરૂપનાં વિધાનો પરથી તારવેલા સિદ્ધાંતોની વિસ્તૃત રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે ઇંગ્લૅન્ડની ઑક્સફર્ડ યુનિવર્સિટીની મૅક્ડૉનાલ્ડ કૉલેજમાંથી 1815માં એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી…
વધુ વાંચો >