બાળકૃષ્ણ માધવરાવ મૂળે
ઇન્દ્રાવતી (નદી)
ઇન્દ્રાવતી : ગોદાવરી નદીની એક મહત્વની ઉપનદી. ઓરિસા રાજ્યના કોરાપુટ જિલ્લાના ઉત્તર-પૂર્વમાં તેનું ઊગમસ્થાન છે. તે ભારતનાં ત્રણ અન્ય રાજ્યોમાંથી વહે છે. છત્તીસગઢના બસ્તર, મહારાષ્ટ્રના ચંદ્રપુર તથા આંધ્રપ્રદેશના કરીમગંજ જિલ્લાઓ તે પોતાના માર્ગમાં આવરી લે છે. નદીનો નીચાણનો ભાગ મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્ર રાજ્યો વચ્ચેની સરહદ નિર્ધારિત કરે છે. આંધ્રપ્રદેશના અનિકેશા…
વધુ વાંચો >ઇન્સબ્રૂક
ઇન્સબ્રૂક : પશ્ચિમ ઑસ્ટ્રિયાના ટાયરોલ પ્રાંતનું પાટનગર (1420) તથા તે દેશનું મહત્વનું વ્યાપારી મથક. વિસ્તાર : 12,648 ચોકિમી. મ્યૂનિકની દક્ષિણે આશરે 100 કિમી.ને અંતરે ઇન નદીની ફળદ્રૂપ ખીણમાં તે વસેલું છે. ઊંચી પર્વતશૃંખલાઓથી ઘેરાયેલું આ નગર તેના પ્રાકૃતિક સૌંદર્ય માટે ખ્યાતિ ધરાવે છે. ઑસ્ટ્રિયાનાં ચાર મોટાં નગરોમાંનું તે એક છે.…
વધુ વાંચો >ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કંપની સેક્રેટરીઝ ઑવ્ ઇન્ડિયા
ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કંપની સેક્રેટરીઝ ઑવ્ ઇન્ડિયા : ભારતમાં કંપની સેક્રેટરીઝના વ્યવસાયનો વિકાસ તથા તેનું નિયમન કરવા માટે સ્થપાયેલી સંસ્થા. 1980ના કંપની સેક્રેટરીઝ ઍક્ટ હેઠળ તેની નોંધણી કરવામાં આવી છે. 1960માં કંપની લૉ બૉર્ડે કંપની સેક્રેટરીશિપ અંગેનો અભ્યાસક્રમ ઘડી કાઢ્યો. તે અન્વયે સરકાર દ્વારા ડિપ્લોમા એનાયત કરવાની જોગવાઈ થઈ. તે અભ્યાસક્રમ…
વધુ વાંચો >ઇબ્ન સાઉદ-અબ્દુલ અઝીઝ
ઇબ્ન સાઉદ, અબ્દુલ અઝીઝ (જ. 1880, રિયાધ; અ. 9 નવેમ્બર 1953 સાઉદી અરેબિયા) : આદિમ જાતિઓના નેતા, મુસલમાનોના ધાર્મિક વડા, યુદ્ધનિપુણ મુત્સદ્દી, આધુનિક સાઉદી અરેબિયાના સ્થાપક તથા દેશની ખનિજ-તેલસંપત્તિના વિકાસ અને ઉપયોગની પહેલ કરનાર રાજ્યકર્તા. શિશુ-અવસ્થામાં કુવૈતમાં દેશવટો તથા તીવ્ર આર્થિક વિટંબણા વચ્ચે ગુમાવેલું રાજ્ય ફરી હસ્તગત કરવાની તીવ્ર તમન્ના.…
વધુ વાંચો >ઇમદાદખાં
ઇમદાદખાં (જ. 1848 આગ્રા; અ. 1920 ઇન્દોર) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં વિચક્ષણ પ્રતિભા ધરાવતા સંગીતજ્ઞ. તેમના પરિવારમાં કેટલાક અગ્રણી સંગીતજ્ઞ થઈ ગયા છે, જેમનો વારસો ઇમદાદખાંને મળ્યો હતો. તેમના પૂર્વજો હિંદુ હતા, પરંતુ બાળપણમાં જ તેમના પિતા સાહબદાદે મુસ્લિમ ધર્મનો અંગીકાર કર્યો હોવાથી તેમને તે ધર્મના અનુયાયી ગણવામાં આવે…
વધુ વાંચો >ઇમ્પીરિયલ બેન્ક ઓવ્ ઇન્ડિયા
ઇમ્પીરિયલ બેન્ક ઓવ્ ઇન્ડિયા : મુંબઈ, ચેન્નાઈ તથા બંગાળ પ્રેસિડેન્સી બૅંકોના વિલીનીકરણ દ્વારા 1921માં અસ્તિત્વમાં આવેલ વ્યાપારી બૅન્ક. તે સમયે આ બૅન્કની મૂડી અને અનામતનું ભંડોળ રૂ. 15 કરોડ જેટલું હતું. તેનું સંચાલન સેન્ટ્રલ બૉર્ડ ઑવ્ ગવર્નર્સ દ્વારા કરવામાં આવ્યું. તેમાં સરકારે નિયુક્ત કરેલા બે મૅનેજિંગ ગવર્નર પણ રહેતા. કન્ટ્રોલર…
વધુ વાંચો >ઇમ્ફાલ
ઇમ્ફાલ : ભારતના ઈશાને મણિપુર નદીની ખીણમાં દરિયાની સપાટીથી 798 મીટરની ઊંચાઈ પર આવેલું મણિપુર રાજ્યનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 24o 49´ ઉ. અ. અને 93o 57´ પૂ. રે.. મણિપુર પઠારના મધ્યમાં આવેલું જિલ્લાનું આ મથક કૉલકાતાથી 604 કિ. મીટરના અંતરે ઉત્તર-પૂર્વ દિશામાં છે. તે 1,500 મીટર જેટલી નાગા પર્વતમાળાથી…
વધુ વાંચો >ઇરિટ્રિયા
ઇરિટ્રિયા (Eritrea) : ઇથિયોપિયા દેશનો ઉત્તર છેડાનો પ્રાંત. તે રાતા સમુદ્રના આફ્રિકા ખંડના કિનારા પર પૂર્વભાગમાં 14o ઉત્તર અક્ષાંશ અને 41o પૂર્વ રેખાંશ પર આવેલો છે. તેના ઉત્તર-પશ્ચિમમાં સુદાન, ઉત્તર-પૂર્વમાં રાતો સમુદ્ર, પૂર્વે યેમેન, દક્ષિણ-પૂર્વમાં જીબુટી (Djibouti) તથા દક્ષિણમાં ઇથિયોપિયા આવેલા છે. આ દેશનો કુલ વિસ્તાર 1,21,100 ચોકિમી. છે. તેની…
વધુ વાંચો >ઇરી સરોવર
ઇરી સરોવર : ઉત્તર અમેરિકાના ‘ધ ગ્રેટ લેક્સ’ તરીકે ઓળખાતાં પાંચ સરોવરમાંનું વિસ્તારની ર્દષ્ટિએ ચોથા ક્રમનું સરોવર. તે 42o 30´ ઉત્તર અક્ષાંશ અને 82o પશ્ચિમ રેખાંશ પર, સમુદ્રની સપાટીથી આશરે 172 મીટરની ઊંચાઈએ આવેલું છે. તેનો અડધા ઉપરાંતનો ભાગ અમેરિકામાં અને બાકીનો કૅનેડામાં છે. તે ઉત્તરમાં કૅનેડા અને પૂર્વ, દક્ષિણ…
વધુ વાંચો >