બળદેવભાઈ પટેલ

લિંગી અસંગતતા

લિંગી અસંગતતા : જીવનક્ષમ (viable) અને ફળદ્રૂપ (fertile) પરાગરજના પરાગનયન પછી પણ કાર્યશીલ (functional) માદા જન્યુઓ (female gametes) ધરાવતા સ્ત્રીકેસરની બીજનિર્માણની અસમર્થતા. અહીં, પરાગરજ અને સ્ત્રીકેસર એકબીજા માટે અસંગત (incompatible) કહેવાય છે. લિંગી અસંગતતા આંતરજાતીય (interspecific) અથવા અંત:જાતીય (intraspecific) હોઈ શકે છે. આંતરજાતીય અસંગતતા બે જુદી જુદી જાતિઓની વનસ્પતિઓ વચ્ચે…

વધુ વાંચો >

લીચી

લીચી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા કુળ સેપિન્ડેસીની એક વૃક્ષ-પ્રજાતિ. તેની બે જાતિઓ થાય છે. Litchi philipinesis Radlk. ફિલિપાઇન્સમાં વન્ય સ્થિતિમાં મળી આવે છે. L. Chinensis (Gaertn.) Sonn. syn. Nephelium litchi cambess. (હિં., બં. લીચી) દક્ષિણ ચીનની સ્થાનિક જાતિ છે. લીચી 10 મી.થી 12 મી. ઊંચું સદાહરિત વૃક્ષ છે અને…

વધુ વાંચો >

લીમડો

લીમડો દ્વિદળી વર્ગમાં આવેલા મેલિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Azadirachta indica A. Juss. (સં. નિંબ, પ્રભદ્ર; સર્વતોભદ્ર; મ. કડૂનિંબ, બાળંત નિંબ; હિં., બં. નીમ; ત.તુ.ક. એવું.; તે. વેપ્પા; મલ. વેપ્પુ; અં. માર્ગોસા ટ્રી, નીમ ટ્રી) છે. તે વિશાળ, સદાહરિત, 12 મી.થી 18 મી. ઊંચું અને 1.8 મી.થી 2.4…

વધુ વાંચો >

લીલ

લીલ બહુ થોડા અપવાદો બાદ કરતાં પાણીમાં વસવાટ ધરાવતો ક્લૉરોફિલયુક્ત એકાંગી વનસ્પતિસમૂહ. આ વનસ્પતિઓના દેહનું મૂળ, પ્રકાંડ અને પર્ણોમાં વિભેદન થયેલું હોતું નથી તેમજ તેઓમાં પેશીય આયોજન પણ જોવા મળતું નથી. વનસ્પતિઓના આ પ્રકારના દેહને ‘સુકાય’ (thallus) કહે છે. તેઓમાં વિવિધ પોષકદ્રવ્યોના વહન માટેનાં તત્વોના અભાવને લીધે તેઓ અવાહક પેશીધારી…

વધુ વાંચો >

લીલી ચા (સુગંધી ચા)

લીલી ચા (સુગંધી ચા) : એકદળી વર્ગમાં આવેલા પોએસી (ગ્રેમિની) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cymbopogon citratus stapf syn. Andropogon citratus Dc. (સં. સુગંધભૂતૃણ; હિં. સુગંધી તૃણ; બં. ગંધબેના; મ. પાતીયા ચા, ગવતી ચા; ગુ. લીલી ચા; ક. સુગંધતૃણ;  તે. નીમ્માગડ્ડી; ત. વસન પ્પીલ્લુ; મલ. વસન પ્યુલ્લા; અં. વેસ્ટ…

વધુ વાંચો >

લીલો ચંપો

લીલો ચંપો : દ્વિદળી વર્ગમાં આવેલા એનોનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Artabotrys hexapetalus (Linn. f.) Bhandari syn. A. odoratissimus R. Br. (બં. કટચંપા; ગુ. લીલો ચંપો; હિં. હરા ચંપા; મ. હિરવા ચંપા; સં. હરિર ચંપક; ક. મનોરંજિની) છે. તે એક મોટી આરોહી ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે અને દક્ષિણ…

વધુ વાંચો >

લીંડીપીપર (પીપર)

લીંડીપીપર (પીપર) : દ્વિદળી વર્ગમાં આવેલા પાઇપરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Piper longum Linn. (સં., તે. પિપ્પલી; હિં. પીપર; બં. પિપુલ; ગુ. લીંડીપીપર, પીપર; મ. પિંપળી; ક. હિપ્પલી; ત., મલ. તિપ્પિલી; અં. ઇંડિયન લોંગ પેંપર) છે. તે એક નાજુક, સુગંધિત વેલ છે અને કાષ્ઠમય મૂળ ધરાવે છે. ભારતના…

વધુ વાંચો >

લીંબુ

લીંબુ : દ્વિદળી વર્ગમાં આવેલા રુટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Citrus limon (Linn.) Burm f. syn. C. medica var. limorum (સં. નિંબૂક, લિમ્પાક; હિં. નિંબૂ, નિબૂ (કાગજી); મ. નિંબોણી; બં. પાતિલેબુ; ક. નિંબે, લીંબુ; તા. એલુમિચ્ચે; મલ. ચેરુનારકં; તે. નિમ્મપંડુ; અં. લેમન) છે. તે બહુશાખી, 2 મી.થી 3…

વધુ વાંચો >

લૂણી

લૂણી : દ્વિદળી વર્ગમાં આવેલા પૉર્ચ્યુલેકેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Portulaca oleracea Linn. (મોટી લૂણી) અને P. quadrifolia Linn. (નાની લૂણી) (સં. ચિવિલ્લિકા, ધોલિકા; મ. ધોળ, હિં. બડીનોનિઆશાક, કુલ્ફા; બં. વનપુની, ક્ષુદેગુની; ક. ગોલિ. તે. અઈલકુરા, અં. કૉમન પર્સલેન) છે. મોટી લૂણી એક માંસલ, ભૂપ્રસારી કે ટટ્ટાર એકવર્ષાયુ…

વધુ વાંચો >

લેક્ટ્યુકા

લેક્ટ્યુકા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્ટરેસી કુળની એકવર્ષાયુ કે બહુવર્ષાયુ શાકીય પ્રજાતિ. તે મુખ્યત્વે ઉત્તર સમશીતોષ્ણપ્રદેશોમાં થાય છે. ભારતમાં તેની લગભગ 25 જેટલી જાતિઓ નોંધાઈ છે. બધી જ જાતિઓ ક્ષીરરસ (latex) ધરાવે છે. કેટલીક જાતિઓનો શુષ્ક ક્ષીરરસ ‘લૅક્ટ્યુકેરિયમ’ નામનું ઔષધ આપે છે. Lactuca sativa Linn. syn. L. scariola Linn.…

વધુ વાંચો >