બળદેવભાઈ પટેલ
લાલ લીલ (રહોડોફાઇટા)
લાલ લીલ (રહોડોફાઇટા) : લીલનો એક વિભાગ. તે મુખ્યત્વે સમુદ્રનિવાસી છે અને દરિયાઈ અપતૃણોમાં સૌથી સુંદર છે. તેની બહુ ઓછી જાતિઓ ધ્રુવીય મહાસાગરોમાં થાય છે. તેઓ ઉષ્ણકટિબંધીય તથા ઉપોષ્ણકટિબંધીય ઊંડા અને હૂંફાળા સમુદ્રોમાં સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે. આ વિભાગમાં લગભગ 400 પ્રજાતિઓ અને 4,000 જેટલી જાતિઓનો સમાવેશ કરવામાં…
વધુ વાંચો >લાંગ
લાંગ : દ્વિદળી વર્ગમાં આવેલા ફૅબેસી કુળના ઉપકુળ પૅપિલિયો-નૉઇડીની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Lathyrus sativus Linn. (હિં. ખેસારી, લાત્રી; બં. ખેસારી; મ. લાખ; ગુ. લાંગ; અં. ચિંકલિંગ વેચ, ગ્રાસ પી) છે. તે બહુશાખી, ઉપોન્નત (sub-erect) એકવર્ષાયુ જાતિ છે અને કઠોળ તથા ચારા માટે ખાસ કરીને ઉત્તર, મધ્ય અને પશ્ચિમ…
વધુ વાંચો >લાંબડી
લાંબડી : દ્વિદળી વર્ગમાં આવેલા તંડુલીયાદિ (એમરેન્થેસી) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Celosia argentea Linn. (સં. ભુરુંડી, શિતિવાર; હિં. શિરિયારી, સિલવારી; બં. શુનિશાક, શ્વેતમુર્ગા; મ. કુરડૂ, કોબડા; ક. કુરડૂ, ખડકલિરા; ગુ. લાંબડી, લાંપડી; ત. પન્નાકીરાઈ; તે. ગુરુગુ, પંચેચેટ્ટુ; અં. ક્વેઇલ ગ્રાસ, સિલ્વર-સ્પાઇક કોક્સ કૉમ્બ) છે. લાંબડીને ‘જાંબલી પાલખ’ પણ…
વધુ વાંચો >લિથ્રેસી
લિથ્રેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બૅન્થમ અને હૂકરની વર્ગીકરણ પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ દ્વિદળી. ઉપવર્ગ મુક્તદલા (polypetalae). શ્રેણી – વજ્રપુષ્પી (Caliyciflorae). ગોત્ર –મિર્ટેલીસ. કુળ લિથ્રેસી. આ કુળમાં લગભગ 23 પ્રજાતિઓ અને 475 જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેની જાતિઓનું અમેરિકી ઉષ્ણકટિબંધમાં વિપુલ પ્રમાણમાં…
વધુ વાંચો >લિન્ડા બી. બક
લિન્ડા બી. બક (જ. 29 જાન્યુઆરી 1947, સીએટલ) : 2004ના નોબેલ પુરસ્કારના સહવિજેતા અમેરિકન વિજ્ઞાની. તેમણે પીએચ.ડી.ની પદવી 1980માં પ્રતિરક્ષાવિજ્ઞાન(immunology)માં યુનિવર્સિટી ઑવ્ ટેક્સાસ સાઉથ-વેસ્ટર્ન મેડિકલ સેન્ટરમાંથી પ્રાપ્ત કરી. ઍક્સલ અને બક સાથે 1980ના દસકામાં કોલંબિયા યુનિવર્સિટીમાં કાર્ય કર્યું; જ્યાં ઍક્સલ પ્રાધ્યાપક હતા અને બક તેમના પોસ્ટ-ડૉક્ટરલ વિદ્યાર્થિની હતાં. બક હૉવર્ડ…
વધુ વાંચો >લિયોપોલ્ડ, આલ્ડો
લિયોપોલ્ડ, આલ્ડો (જ. 11 જાન્યુઆરી 1886, બર્લિંગ્ટન, આઇઓવા; અ. 21 એપ્રિલ 1948) : એક પ્રકૃતિવિદ. તેમણે યેલ યુનિવર્સિટીમાં 1908માં સ્નાતક ઉપાધિ અને બીજા જ વર્ષે ત્યાંથી અનુસ્નાતક ઉપાધિ પ્રાપ્ત કરી. 1909થી 1927 સુધી તેમણે વી. એસ. ફૉરેસ્ટ સર્વિસ માટે સેવા આપી. 1933માં તેમણે વિસ્કૉન્સિન યુનિવર્સિટીમાં પ્રાધ્યાપકપદ સ્વીકાર્યું અને ત્યાં તેમણે…
વધુ વાંચો >લિંગ-દ્વિરૂપતા
લિંગ-દ્વિરૂપતા : સજીવની એક જ જાતિના નર અને માદા વચ્ચે રંગ, આકાર, કદ અને રચનામાં જોવા મળતા તફાવતો. આ તફાવતો જનીનિક દ્રવ્યમાં રહેલી એક અથવા બીજી લિંગી ભાત (sexual pattern) આનુવંશિક બનતાં ઉત્પન્ન થાય છે. આ તફાવતો ઘણા મોટા હોઈ શકે; દા.ત., લિંગી પસંદગી (sexual selection) માટેના અનુકૂલન (adaptation) સ્વરૂપે…
વધુ વાંચો >લિંગનિશ્ચયન
લિંગનિશ્ચયન પ્રાથમિક લિંગી લક્ષણો (શુક્રપિંડો કે અંડપિંડોનો વિકાસ) અને વિવિધ દ્વિતીયક લિંગી લક્ષણોના સંદર્ભમાં સજીવની જાતિનું નિશ્ચયન. તે જનીનિક, અંત:સ્રાવી અને કેટલીક વાર પર્યાવરણીય નિયંત્રણ હેઠળ થતાં વિકાસકીય પરિવર્તનોની અત્યંત જટિલ પ્રક્રિયા પર આધારિત છે. જોકે સજીવ વિકાસનો કયો પથ અનુસરશે, તે ઘણી વાર એક અથવા બહુ થોડાં જનીનો નક્કી…
વધુ વાંચો >લિંગવિભેદન (sex differentiation)
લિંગવિભેદન (sex differentiation) : તટસ્થ (neutral) ભ્રૂણીય રચનાઓમાંથી નર અને માદા પ્રજનનાંગોની વિકાસની પ્રક્રિયા. કોઈ પણ જાતિ(sex)નો સામાન્ય માનવ-ભ્રૂણ જનીનિક અને અંતસ્રાવી અસર હેઠળ નર કે માદા પ્રજનનાંગોનો વિકાસ કરવાની ક્ષમતા ધરાવે છે. આરંભમાં ‘Y’ રંગસૂત્ર ઉપર રહેલા જનીનિક સંકેતો દ્વારા અને પછીથી શુક્રપિંડોમાં ઉદભવતા નર અંત:સ્રાવો નર પ્રજનનતંત્રના વિકાસ…
વધુ વાંચો >લિંગસંકલિત વારસો
લિંગસંકલિત વારસો : સજીવની અનુગામી પેઢીઓમાં લિંગી રંગસૂત્રો સાથે સંકળાયેલાં જનીનો દ્વારા થતું લિંગસંકલિત લક્ષણોનું સંચારણ. લિંગનિશ્ચયનની XY રંગસૂત્રીય પદ્ધતિમાં વિષમરૂપી (heteromorphic) લિંગી રંગસૂત્રો પર રહેલાં જનીનોની આનુવંશિકતાની ભાત સમરૂપી (homomorphic) દૈહિક રંગસૂત્રો પર રહેલાં જનીનોની આનુવંશિકતાની ભાત કરતાં જુદી હોય છે. કારણ કે લિંગી રંગસૂત્રોનાં વૈકલ્પિક જનીનો(alleles)નો વારસો સંતતિની…
વધુ વાંચો >