બળદેવભાઈ પટેલ
રાનન્ક્યુલેસી
રાનન્ક્યુલેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. આ ઉપવર્ગ મુક્તદલા (Polypetalae), શ્રેણી પુષ્પાસનપુષ્પી (Thalamiflorae) અને ગોત્ર રાનેલ્સમાં આવેલું છે અને લગભગ 35 પ્રજાતિઓ અને 1,500 જેટલી જાતિઓનું બનેલું છે. દુનિયાના સમશીતોષ્ણ અને વધારે ઠંડા પ્રદેશોમાં તેનું વિપુલ પ્રમાણમાં વિતરણ થયેલું છે. ભારતમાં હિમાલયમાં વધારે ઊંચાઈએ તેની ઘણી જાતિઓ જોવા…
વધુ વાંચો >રામફળ
રામફળ : દ્વિદળી વર્ગમાં આવેલા એનોનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Annona reticulata Linn. (સં. મ. રામફલ; હિં. લવની, અંતા, નાગ્નેવા, નોના, રામફલ; અં. બુલૉક્સ હાર્ટ, નેટેડ કસ્ટર્ડ ઍપલ) છે. તે નાનું, પર્ણપાતી કે અર્ધ-પર્ણપાતી (semi-deciduous), 10 મી. ઊંચું વૃક્ષ છે અને ઉષ્ણકટિબંધીય અમેરિકાનું, ખાસ કરીને વેસ્ટ ઇંડિઝનું, મૂલનિવાસી…
વધુ વાંચો >રામબાવળ
રામબાવળ : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના ઉપકુળ સીઝાલ્પિનિયોઇડીની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Parkinsonia aculeata Linn. (હિં. વિલાયતી બબૂલ; બં. બલાતી કિકર; મ. અદાન્તી; ગુ. રામબાવળ, વિલાયતી બાવળ, પરદેશી બાવળ) છે. તે મોટો કંટમય (spinous) ક્ષુપ કે નાનું 5-6 મી. ઊંચું વૃક્ષ છે અને ઉષ્ણકટિબંધીય અમેરિકાનું મૂલનિવાસી છે. તે…
વધુ વાંચો >રાયણ
રાયણ : દ્વિદળી વર્ગમાં આવેલા સેપોટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Manilkara hexandra (Roxb.) Dubard syn. Mimusops hexandra Roxb. (સં. રાજાઘ્ની; હિં. ખીરની; મ. ખીરાણી, રાંજની; બં. ક્ષીરખોજુર, કશીરની; ક. ખીરણીમારા; ગુ. રાયણ, ખીરણી; તે. મંજીપાલા, પાલા; ત. પાલ્લા, પાલાઈ; મલ. પાલા) છે. તે નાનાથી માંડી મધ્યમ કદનું વિસ્તારિત…
વધુ વાંચો >રાસાયણિક વર્ગીકરણ (chemotaxonomy)
રાસાયણિક વર્ગીકરણ (chemotaxonomy) વનસ્પતિ-વર્ગીકરણવિદ્યાના અભ્યાસમાં રસાયણવિજ્ઞાનનો વિનિયોગ. વનસ્પતિ-વર્ગીકરણવિદ્યાની ત્રણ પદ્ધતિઓ છે : (1) કૃત્રિમ (artificial), (2) નૈસર્ગિક (natural) અને (3) જાતિવિકાસીય (phylogenetic). પ્રાચીન કાળમાં કૃત્રિમ અને નૈસર્ગિક પદ્ધતિઓ દ્વારા વનસ્પતિઓનું વર્ગીકરણ કરવામાં આવતું હતું. ડાર્વિનના ‘પ્રાકૃતિક પસંદગીવાદ’ (theory of natural selection) પછી ઍંગ્લર અને પ્રૅન્ટલ, હચિન્સન, રૅન્ડલ, ચાર્લ્સ બૅસી, તખ્તજાન,…
વધુ વાંચો >રાસ્ના
રાસ્ના : એકદળી વર્ગમાં આવેલા ઑર્કિડેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Vanda tessellata Lodd. ex Loud. syn. V. roxburghii R. Br. (સં. રાસ્ના, અતિરસ, ભુજંગાક્ષી; હિં. બં. ક. તે. મ. રાસ્ના, વાંદા, નાઈ; ગુ. રાસ્ના) છે. તે ઉત્તર પ્રદેશથી પશ્ચિમ બંગાળ સુધી અને દક્ષિણમાં કેરળ સુધી થાય છે. તેનાં…
વધુ વાંચો >રાસ્પબેરી
રાસ્પબેરી : દ્વિદળી વર્ગમાં આવેલા રોઝેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Rubus niveus Thunb. syn. R. lasiocarpus Hook. f.; R. albescens Roxb.; R. mysorensis Heyne (હિં. કાલા હિંસલુ, કાલીએંછી; મ. ગૌરીફલ; અં. માયસોર રાસ્પબેરી, મહાબલેશ્વર રાસ્પબેરી) છે. તે મોટો, ફેલાતો કાંટાળો અને બહુવર્ષાયુ ક્ષુપ છે અને લાંબું, જાંબલી, મીણાભ(pruinose)-પ્રકાંડ ધરાવે…
વધુ વાંચો >રાળ (resin)
રાળ (resin) : ખાસ કરીને કેટલીક ઈજાગ્રસ્ત વનસ્પતિઓ દ્વારા થતો ગુંદર જેવો ચીકણો પ્રવાહીમય સ્રાવ. તે મુખ્યત્વે વધારે ઊંચો અણુભાર ધરાવતાં બહુલકિત (polymerized) ઍસિડો, ઍસ્ટરો અને ટર્પેનૉઇડ સંયોજનોનું મિશ્રણ છે. તે પાણીમાં અદ્રાવ્ય અને ઇથેનૉલમાં દ્રાવ્ય છે. હવાના સંપર્કમાં આવતાં બાષ્પશીલ ઘટકો ઊડી જાય છે, અને ઈજાગ્રસ્ત વિસ્તારને રક્ષણ આપતો…
વધુ વાંચો >રિચાર્ડ ઍક્સલ
રિચાર્ડ ઍક્સલ (જ. 2 જુલાઈ 1946, ન્યૂયૉર્ક સિટી, યુ.એસ.) : 2004ના નોબેલ પુરસ્કારના સહવિજેતા અમેરિકન વિજ્ઞાની. તેમણે 1970માં જ્હૉન્સ હૉપ્કિન્સ યુનિવર્સિટી સ્કૂલ ઑવ્ મેડિસિન, બાલ્ટીમોરમાંથી એમ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. તેઓ 1984માં હૉવર્ડ હ્યુઝીસ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ(કોલંબિયા યુનિવર્સિટી, ન્યૂયૉર્ક સિટી)માં 1984માં જોડાયા. ઍક્સલ અને બકે 1991માં સીમાચિહનરૂપ સંશોધનપત્ર સંયુક્તપણે પ્રકાશિત કર્યું. તેમણે…
વધુ વાંચો >રીંગણ
રીંગણ દ્વિદળી વર્ગના સોલેનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Solanum melongena Linn. (સં. વાર્તાકી; મ. વાંગી; હિં. બેંગન, ભંટા, ભટોરા; બં. બેગુન; ક. બદનેકાઈ, કાચીગીડ; ત. કટ્ટારી; મલ. વાળુતિના; ગુ. રીંગણ, વેંગણી, વંતાકડી; અં. એગ પ્લાન્ટ, બ્રિંજલ) છે. તે શાકીય, કાંટાળી કે કેટલીક વાર અશાખિત બહુવર્ષાયુ, 0.6 મી.થી 2.4…
વધુ વાંચો >